Rajiv Dixit Health Tips: સફેદ વાળ, ડેન્ડ્રફ જેવી સમસ્યા એલોવેરાથી થશે દૂર, રાજીવ દીક્ષિતે જણાવ્યા 3 ફાયદા, જુઓ Video
રાજીવ દીક્ષિતના જણાવ્યા અનુસાર એલોવેરામાં કેટલાક આવા ગુણ જોવા મળે છે. વાળને મજબૂત અને કાળા રાખવાની સાથે તે વાળમાં ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરવામાં પણ મદદરૂપ છે. ચાલો આપણે આપણા આ લેખમાં રાજીવ દીક્ષિતના જણાવ્યા મુજબ વાળ માટે એલોવેરાના ફાયદા વિશે...
એલોવેરામાં કુદરતનો ખજાનો છે, એલોવેરા મોટા ભાગના લોકો તેને મોઢાના ખીલ માટે લગાવવાની વાત કરે છે અને લોકોને સલાહ પણ આપે છે, જ્યારે એલોવેરા ફક્ત મોઢા માટે જ નહિ પણ વાળ માટે પણ ફાયદા કારક છે. વાળને મજબૂત અને કાળા રાખવાની સાથે તે વાળમાં ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરવામાં પણ એલોવેરા મદદરૂપ છે.
રાજીવ દીક્ષિત અનુસાર વાળ માટે એલોવેરાના 3 ફાયદા
વાળને મજબૂત રાખવા માટે
એલોવેરાનો ઉપયોગ વાળને મજબૂત રાખવા માટે ફાયદાકારક છે. એલોવેરામાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ જોવા મળે છે, સાથે જ તેમાં વિટામિન-A, વિટામિન-C અને વિટામિન-E પણ મળી આવે છે. આ ત્રણેય વિટામિન વાળને મજબૂત રાખવાની સાથે વાળ ખરતા અટકાવવામાં પણ મદદરૂપ છે.
વાળમાંથી ડેન્ડ્રફની સમસ્યા દૂર કરવા
વાળમાં ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરવા માટે પણ એલોવેરાનો ઉપયોગ કરી શકાય છે. એલોવેરા વાળની ત્વચાને સાફ કરે છે. જે ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરવાની સાથે માથાની ચામડીમાં ખંજવાળની સમસ્યાને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે.
સફેદ વાળને કાળા બનાવવા માટે
રાજીવ દીક્ષિત અનુસાર વાળને કાળા રાખવા માટે એલોવેરાનો ઉપયોગ ફાયદાકારક છે. એલોવેરા સફેદ વાળને કાળા રાખવામાં મદદ કરે છે. કારણ કે એલોવેરામાં વિટામિન-Cની સાથે આવા ઘણા પોષક તત્વો મળી આવે છે, જે વાળને કાળા રાખવામાં મદદ કરે છે.
રાજીવ દીક્ષિત અનુસાર, વાળ માટે એલોવેરાનો ઉપયોગ
એલોવેરાને પીસીને તેમાં લીંબુનો રસ અને ખાંડ મિક્સ કરો અને આ પેસ્ટને રાત્રે વાળમાં લગાવી દો અને સવારે ઉઠીને વાળને સારી રીતે ધોઈ લો.
એલોવેરાના રસમાં નારિયેળ તેલના થોડા ટીપાં મિક્સ કરીને વાળમાં લગાવો. પછી થોડા સમય પછી વાળને સારી રીતે ધોઈ લો તેનાથી પણ ફાયદો થશે.
રાજીવ દીક્ષિતના જણાવ્યા પ્રમાણે, અઠવાડિયામાં માત્ર એક જ વાર વાળમાં એલોવેરાનો ઉપયોગ કરવો જોઈએ.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર