40 વર્ષથી મોટી ઉંમરની મહિલાઓ, Immunity વધારવા અપનાવો આ ખોરાક

|

Jan 05, 2021 | 9:47 PM

40 વર્ષ બાદ મહિલાઓના શરીરમાં ઝડપી બદલાવ આવતા હોય છે. વધતી ઉંમર સાથે મહિલાઓની રોગપ્રતિકારક શક્તિ

40 વર્ષથી મોટી ઉંમરની મહિલાઓ, Immunity વધારવા અપનાવો આ ખોરાક

Follow us on

40 વર્ષ બાદ મહિલાઓના શરીરમાં ઝડપી બદલાવ આવતા હોય છે. વધતી ઉંમર સાથે મહિલાઓની રોગપ્રતિકારક શક્તિ અને માંસપેશીઓ નબળી પાડવા પડવા લાગે છે. મેનોપોઝને કારણે આ ઉંમરમાં વજન વધવું, મૂડ સ્વિંગ સાથે ઘણી સમસ્યાઓ થતી હોય છે. દરેક ઉંમરે ઇમ્યુનિટીની કાળજી લેવી જરૂરી હોય છે. 40 વર્ષ બાદ મહિલાઓ પોતાના આહારમાં અમુક પદાર્થોનું સેવન વધારે તો ઇમ્યુનિટીમાં ઘણો વધારો થાય.

ચિયા બીજ
આ બીજ ઓમેગા -3, ફેટી એસિડ, ફાઇબર અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. ચિયા બીજથી હાડકાં મજબૂત બને છે. સાથે શરીરને પ્રોટીન પણ મળે છે. ચિયાને સવારના આહારમાં લઇ શકાય છે. ચિયાને ઓટમીલ સાથે પણ ખાઈ શકો છો, જે પોષક મૂલ્યમાં વધારો કરે છે. આ તમારી ઇમ્યુનિટી વધારવામાં મદદ કરશે.

બદામ-અખરોટ
હેલ્દી ફેટ, પ્રોટીન, અને ફાઈબરથી ભરપૂર બદામ-અખરોટ ઇમ્યુનિટી વધારવા માટે ખુબ જ ફાયદાકારક હોય છે. સાથે વજન પણ કંટ્રોલ કરે છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

સફરજન
રોજ સવારે સફરજન ખાવું જોઈએ. સફરજનથી પેટના દરેક રોગ દૂર થાય છે. સફરજનને રોજીંદા ખોરાકમાં લેવાથી હૃદયની બીમારીઓનું જોખમ ઓછું રહે છે. સાથે જ સફરજન ઇમ્યુનિટી બૂસ્ટર છે.

ખાટા ફળો
ખાટા ફળોમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ જોવા મળે છે. જે ફાઈબર, વિટામિન સી ભરપૂર હોય છે. આમાં રહેલા દરેક પ્રકારના પોષક તત્વો મગજ માટે ખૂબ ફાયદાકારક હોય છે. આ ઉંમરે ઘણી વાર સ્ત્રીઓમાં સ્થૂળતા અને હ્રદયરોગની બિમારી જોવા મળે છે. ખાટા ફળોનું સેવન આ રોગોમાં ખૂબ ફાયદાકારક છે.

ઈંડા
એક ઉંમર બાદ સ્ત્રીઓના શરીરમાં વિટામિન-ડી અને આયર્ન બંનેની ઉણપ હોય છે. ઇંડા મહિલાઓના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. કોલેસ્ટરોલનું સ્તર ઘટાડવા, હ્રદયરોગનું જોખમ ઘટાડવા અને મેદસ્વીપણાને નિયંત્રણમાં રાખવા માટેના તત્વો તેમજ પ્રોટીન હોય છે.

ઓઈલ ફિશ
સાલ્મન ફિશમાં હેલ્દી ઓઈલ હોય છે. આ ઓઈલ મહિલાઓના શરીરમાં ઉત્પન્ન થતા જરૂરી હોર્મોન્સ (હોર્મોન) માટે ફાયદાકારક હોય છે. ઓઇલી માછલીમાં ઓમેગા -3 ફેટી એસિડ્સ હોય છે. જે રોગપ્રતિકારક શક્તિ માટે જ નહીં પરંતુ પરંતુ તે હૃદય, મગજ અને હાડકાઓને સ્વસ્થ રાખવા માટે શ્રેષ્ઠ છે.

ગાજર
ગાજરમાં વિટામીન A હોય છે. જે ઇમ્યુનિટી સાથે સાથે સ્કીન અને આંખો માટે ફાયદાકારક હોય છે. ગાજરમાં રહેલા તત્વો અને ફાઈબર ચહેરા પરના ડાર્ક સપોર્ટ, કરચલીઓ, અને ખીલની સમસ્યા પણ દુર કરે છે.

દહીં
દહીંમાં કેલ્સિયમ અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. આ તત્વો શરીરમાં ઘણી રીતે ફાયદો કરે છે. ઇમ્યુનિટી વધારવા માટે ખુબ ઉપયોગી ફળ છે.

Published On - 9:45 pm, Tue, 5 January 21

Next Article