પીરિયડ્સ દરમિયાન મહિલાઓમાં UTI ના ચેપનું જોખમ વધારે, જાણો શું છે કારણ ?
UTI સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે બેક્ટેરિયા મૂત્રમાર્ગ દ્વારા પેશાબની નળીઓમાં પ્રવેશ કરે છે અને મૂત્રાશયમાં ફેલાય છે. પીરિયડ્સ દરમિયાન આવા પ્રકારના ચેપનું પ્રમાણ વધી જાય છે.

અનિયમિત માસિક ચક્ર (Periods), યોનિમાર્ગમાં ચેપ, વારંવાર પેશાબની નળીઓમાં ચેપ આવી બિમારીઓ સ્ત્રીઓમાં સામાન્ય છે. ખાસ કરીને પબ્લિક ટોઇલેટ યુઝ કરતી મહિલાઓમાં આ પ્રમાણ વધારે છે. મણિપાલ હોસ્પિટલ, ગાઝિયાબાદના પ્રસૂતિશાસ્ત્ર અને સ્ત્રીરોગ વિજ્ઞાનના કન્સલ્ટન્ટ ડૉ. વિનીતા દિવાકરે જણાવ્યું હતું કે વારંવાર થતી યુટીઆઈ(UTI) માસિક સ્રાવ પર સીધી અને પરોક્ષ અસર કરી શકે છે. દિવાકરે પીટીઆઈને કહ્યું, યુરીન ઈન્ફેક્શનથી યોનિમાર્ગમાં ઈન્ફેક્શન થાય છે જે અંડાશયના સ્વાસ્થ્યને અસર કરે છે. તેમણે કહ્યું કે વારંવાર યુટીઆઈ થવાથી કસુવાવડ થઈ શકે છે અથવા કસમયની પ્રસૂતિ પણ થઈ શકે છે.
UTI કયા કારણે થાય છે
UTI સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે બેક્ટેરિયા મૂત્રમાર્ગ દ્વારા પેશાબની નળીઓમાં પ્રવેશ કરે છે અને મૂત્રાશયમાં ફેલાય છે. પેશાબની વ્યવસ્થા બેક્ટેરિયાને બહાર રાખવા માટે રચાયેલ છે. જ્યારે આવું થાય છે ત્યારે બેક્ટેરિયા મૂત્ર માર્ગ (પેશાબની નળી) માં ચેપનું કારણ બની શકે છે.
મધર્સ લેપ આઈવીએફ સેન્ટરના ગાયનેકોલોજિસ્ટ અને ઈન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડૉ. શોભા ગુપ્તાએ TV9ને જણાવ્યું કે UTIનો સીધો સંબંધ સ્વચ્છતા અને જીવનશૈલી સાથે છે. યુટીઆઈ શરીરની આખી સિસ્ટમને ખલેલ પહોંચાડે છે. તે કહેવું સંપૂર્ણ રીતે સાચું નથી કે ચેપ માસિક ચક્રને સીધી અસર કરે છે પરંતુ તેની કેટલીક પરોક્ષ અસરો હોય છે.
UTI આડકતરી રીતે માસિક સ્રાવને અસર કરે છે
પીડા ઉપરાંત, યુટીઆઈ બળતરા અને તાણનું કારણ બને છે. જો UTI તમારા માસિક ચક્રમાં વિલંબ કરી રહ્યું હોય તેવું લાગે તો તે ચેપને બદલે તણાવ હોઈ શકે છે. 2006ની સંશોધન સમીક્ષા અને 2015ના અભ્યાસ મુજબ, અતિશય તાણ તમારા માસિક ચક્રને અસર કરે છે. એસ્ટ્રોજનનું સ્તર ઊંચું હોય ત્યારે તમે UTI ના ચેપની સમસ્યા ઘણી ઘટી જાય છે કારણ કે એસ્ટ્રોજન તમારી યોનિમાં રહેલા સારા બેક્ટેરિયા લેક્ટોબેસિલસને સ્વસ્થ અને સક્રિય રાખવામાં પણ મદદ કરે છે. ખરાબ બેક્ટેરિયાના સ્તરને નીચે રાખીને લેક્ટોબેસિલસ યોનિના પીએચને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
UTI ચેપ શા માટે થાય છે?
UTI ચેપ ત્યારે થાય છે જ્યારે મૂત્રાશયની નળીમાં બેક્ટેરિયા ફેલાવવાનું શરૂ કરે છે. તેનું મુખ્ય કારણ ઈ-કોલી નામના બેક્ટેરિયાનો ચેપ છે. આ ઈન્ફેક્શન થવાના મુખ્ય કારણોમાં લાંબા સમય સુધી યુરીન રોકી રાખવું, પ્રેગ્નન્સી, સુગરના દર્દીઓ અથવા ઈન્ટરકોર્સ પછી પ્રાઈવેટ પાર્ટને સાફ ન રાખવો, જ્યારે ઓછું પાણી પીનારા લોકોને પણ આ સમસ્યા થઈ શકે છે.
UTI ના લક્ષણો
– પેશાબ કરતી વખતે બળતરા
– વારંવાર પેશાબ
– નીચલા પેટમાં દુખાવો
– હળવો તાવ આવવો
– દુર્ગંધયુક્ત પેશાબ
– નીચલા પીઠનો દુખાવો
– ઠંડી લાગવી અથવા ઉલટી થવી
સારવાર શું છે
નિષ્ણાતોના મતે, તમે યુટીઆઈની સમસ્યામાં એન્ટિબાયોટિકનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય પુષ્કળ પાણી અને પ્રવાહી વસ્તુઓ પીઓ. આ તમારા મૂત્રાશયમાં રહેલા બેક્ટેરિયાને બહાર કાઢી નાખશે.
UTI થી કેવી રીતે બચવું
– વધુ ને વધુ પાણી પીઓ.
– પ્રાઈવેટ પાર્ટની સ્વચ્છતાનું ધ્યાન રાખો.
– સ્નાન માટે બાથટબનો ઉપયોગ કરશો નહીં.
– સુતરાઉ અન્ડરવેર પહેરો.
– જો વૃદ્ધ અને ડાયાબિટીસના દર્દીઓને યુટીઆઈની સમસ્યા હોય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.