વધતી જતી ઉંમર સાથે મહિલાઓ એકલા રહેવાનું કેમ પસંદ કરે છે ? જાણો શું છે કારણ

|

Sep 17, 2022 | 6:35 PM

જીવન જીવવા માટે કોઈની સાથે સંબંધ બાંધવા દબાણ કરવું જરૂરી નથી. અહીં અમે તમને એવી જ કેટલીક બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે દર્શાવે છે કે શા માટે મહિલાઓ એક સમયે એકલા રહેવાનું પસંદ કરે છે. જાણો....

વધતી જતી ઉંમર સાથે મહિલાઓ એકલા રહેવાનું કેમ પસંદ કરે છે ? જાણો શું છે કારણ
women

Follow us on

ભારતમાં મહિલા(women)ઓ પ્રત્યેની મોટાભાગના લોકોના વિચાર પુરુષપ્રધાન રહ્યા છે. પિતૃસતા આધારિત વિચારસરણી લાંબા સમયથી પરિવાર(family) અને સમાજ પર પ્રભુત્વ ધરાવે છે, પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે. આજે મહિલાઓ માત્ર શહેરોમાં જ નહીં પણ ગામડાઓમાં પણ પોતાની રીતે જીવન જીવવાનો પ્રયાસ કરે છે. આજકાલ એવું પણ જોવા મળ્યું છે કે મહિલાઓ વધતી ઉંમર સાથે એકલા રહેવાનું પસંદ કરવા લાગે છે. કોઈના વગર જીવન જીવવું સરળ નથી, પરંતુ હવે મહિલાઓ આ લાગણીને પાછળ છોડીને આગળ વધવા લાગી છે.

જીવન જીવવા માટે કોઈની સાથે સંબંધ બાંધવા દબાણ કરવું જરૂરી નથી. એક સમય એવો આવે છે જ્યારે સારા સ્વભાવ વાળા પાર્ટનરમાં પણ દોષ દેખાવા લાગે છે. અહીં અમે તમને એવી જ કેટલીક બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે દર્શાવે છે કે શા માટે મહિલાઓ એક સમયે એકલા રહેવાનું પસંદ કરે છે. જાણો….

સ્વતંત્રતાની સંભાળ

ભારતમાં મોટાભાગના પરિવારોમાં લોકો મહિલાઓ પ્રત્યે એવું વિચારતા હોય છે કે તેમને માત્ર ઘરે રહીને કામ જોવાનું છે. સરળ શબ્દોમાં કહીએ તો, તેને બહાર જઇને કામ કરવા કરતા ઘરે રહી ઘરકામ કરવાનું, એવો આગ્રહ હોય છે. આજકાલ સ્ત્રીઓ બહાર કામ કરે છે, તો પણ તેને ઘરના કામ માંથી રાહત નથી મળતી, ઘરના કામ તો તેણે કરવા પડે છે. આવા તે માનસિક રીતે એટલુ થાકી જાય છે કે પોતાની જાત માટે સમય નથી ફાળવી શકતી, આથી આજ કાલની મહિલાઓ આ પ્રકારની લાઇફથી દુર ભાગી રહી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

છેતરપિંડી

સંબંધમાં છેતરપિંડી થયા પછી તેને જાળવી રાખવાનો કોઈ અર્થ નથી. સ્ત્રીઓ પુરૂષો કરતાં વધુ લાગણીશીલ હોય છે અને જો તેઓ તેમના દ્વારા છેતરપિંડી અનુભવે છે, આવી સ્થિતીમાં મનમાં એકતા વ્યાપી જાય છે ફરી કોઇ પર ભરોષો કરવો મુશ્કેલ બને છે. બ્રેકઅપ પછી મહિલાઓને ઝડપથી રિલેશનશિપમાં આવવાનું પસંદ નથી અને તેઓ એકલા રહેવાનું પસંદ કરે છે.

ખરાબ અનુભવ

એકલા રહેવાનો વિચાર મનમાં આવવા લાગે તો તેની પાછળનું એક કારણ ખરાબ અનુભવ હોઈ શકે છે. ઘણી વખત મહિલાઓને સંબંધોમાં એવી પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે કે તેઓ ભાવનાત્મક રીતે કંટાળી જાય છે અને તેને તેમના જીવનનો ખરાબ અનુભવ સમજવા લાગે છે. આ લાગણી સંબંધની વૃદ્ધાવસ્થા અથવા વધતી ઉંમરમાં આવવા લાગે છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી.

Next Article