બાળકોના પહેલા દુધિયા દાંત આવે ત્યારે શું ખવડાવશો ?

|

Oct 07, 2020 | 6:23 PM

બાળક જયારે 6 કે 7 મહિનાનું થાય ત્યારે તેને દુધિયા દાંત આવવાની શરૂઆત થઇ જાય છે, આ પ્રક્રિયા 3 વર્ષ સુધી ચાલે છે. પણ કેટલીક વાર માતાપિતા આ લક્ષણને ચુકી જાય છે અને ધ્યાન પણ આપતા નથી, જેના કારણે બાળક હેરાન થાય છે. Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ […]

બાળકોના પહેલા દુધિયા દાંત આવે ત્યારે શું ખવડાવશો ?

Follow us on

બાળક જયારે 6 કે 7 મહિનાનું થાય ત્યારે તેને દુધિયા દાંત આવવાની શરૂઆત થઇ જાય છે, આ પ્રક્રિયા 3 વર્ષ સુધી ચાલે છે. પણ કેટલીક વાર માતાપિતા આ લક્ષણને ચુકી જાય છે અને ધ્યાન પણ આપતા નથી, જેના કારણે બાળક હેરાન થાય છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

નાના બાળકોને જયારે દાંત આવવાની શરૂઆત થાય ત્યારે માતાપિતા બાળકોને વારેવારે દવાખાને તો લઇ જઈ ન શકે, સ્વભાવીક છે બાળકને જયારે દાંત આવે ત્યારે તેને ઘણી તકલીફ પડતી હોય છે, પણ કેટલાક ઘરગથ્થુ ઈલાજથી તમે આ તકલીફને દૂર કરી શકો છો. આજે અમે તમને એવા જ કેટલાક ઉપાયો બતાવીશું.

બાળકને જયારે દાંત આવવાની શરૂઆત થાય ત્યારે આ ઉપાય જરૂર અજમાવજો :

1). ઠંડા કેળા :
બાળકોને તમે ઠંડા કેળા ખાવા આપી શકો છો. તે સોફ્ટ અને આસાનીથી ખવાય એવા હોય છે. પણ બાળકને કેળા ખવડાવતી વખતે પણ માતાપિતાએ ધ્યાન રાખવું જરૂરી છે.

2). વેનીલા એસેન્સ :
લવિંગના તેલની જેમ જ વેનીલા એસેન્સ પણ દુખાવાને ઓછો કરી શકે છે. બાળકના પેઢા પર હળવા હાથેથી મસાજ કરવાથી દુખાવામાં રાહત મળશે.

3). નરમ કપડું :
કોઈ પણ નરમ કે સોફ્ટ કપડાને તમે ઠંડા પાણીમાં મુકો અને બાળકના પેઢાને તેનાથી મસાજ આપો અથવા હળવા હાથે મુકો. બાળકને ઘણી રાહત મળશે.

4). બરફના ટુકડા :
બરફના નાના ટુકડા કે ક્રશ કરેલો બરફ ખવડાવવાથી સોજો અને દુખાવો બંને ઓછો થાય છે. તમે બાળકને તે ચમચીથી ખવડાવી શકો છો.

5). વેફલ્સ :
વેફલ્સ પણ દુધિયા દાંત આવે ત્યારે શ્રેષ્ઠ રહે છે. તેના નાના નાના ટુકડા કરીને તમે બાળકને ખવડાવી શકો છો અને બાળકને તે ખુબ પસંદ પણ પડશે.

6). ઠંડા ગાજર :
બાળકને દુખાવા વખતે ઠંડી વસ્તુઓ જ પસંદ પડે છે. તમે તેને કેળાની જગ્યાએ ઠંડુ ગાજર પણ આપી શકો છો. તેના ટુકડા થઇ જાય ત્યારે તે બાળકના ગળામાં ન અટકે તેનું ધ્યાન રાખો.

7). છુંદેલુ સફરજન :
બાળકને તમે મેશ કરેલું ઠંડુ સફરજન પણ આપી શકો છો જે તેને બહુ ભાવશે. અને તેનું પેટ પણ ભરાશે.

Published On - 4:26 pm, Thu, 17 September 20

Next Article