શું તમને કોઈ યાદ કરે ત્યારે જ હેડકી આવે? હેડકી આવવાનું સાચું કારણ જાણશો તો ભાંગી પડશે વર્ષો જૂની માન્યતા
નાનપણથી આપણે સૌ એમ સાંભળતા આવીએ છીએ કે જો આપણને હેડકી આવે તો તેનો અર્થ છે કે કોઈ આપણને યાદ કરી રહ્યું છે. આ કહેવતનું તથ્ય જાણો છો? તમને ખબર છે કે ખરેખર હેડકી કેમ આવે છે. શું ખરેખર કોઈ તમને યાદ કરે ત્યારે હેડકી આવે છે કે તેની પાછળનું અસલી કારણ કંઈક બીજું છે. […]
નાનપણથી આપણે સૌ એમ સાંભળતા આવીએ છીએ કે જો આપણને હેડકી આવે તો તેનો અર્થ છે કે કોઈ આપણને યાદ કરી રહ્યું છે. આ કહેવતનું તથ્ય જાણો છો? તમને ખબર છે કે ખરેખર હેડકી કેમ આવે છે. શું ખરેખર કોઈ તમને યાદ કરે ત્યારે હેડકી આવે છે કે તેની પાછળનું અસલી કારણ કંઈક બીજું છે.
શું ખરેખર કોઈ યાદ કરે છે તેનો સંકેત છે હેડકી આવવી?
હેડકી આવવી એ એક શારીરિક પ્રક્રિયા છે અને કોઈને યાદ કરવા તે એક વિચારવાની પ્રક્રિયા છે, જે કોઈ અન્ય વ્યક્તિની અંદર થઈ રહી છે. આ બંને વચ્ચે કોઈ કનેક્શન હોવું મુશ્કેલ છે, તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી.
શું કિચનના સ્લેબ પર રોટલી વણી શકાય? જાણો વાસ્તુશાસ્ત્ર શું કહે છે
Plant In Pot : નવા છોડને કુંડામાં ઉગાડવાની સરળ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ : 17-06-2025
વિમાનની ટાંકી કેટલા લિટરમાં થાય છે ફૂલ ? અમદાવાદ થી લંડન જતા વિમાનમાં હતું ફક્ત 1.25 લાખ લિટર ઈંધણ
અમદાવાદથી કેટલું દૂર છે લંડન ? જ્યાં જઈ રહ્યું હતું AIR India નું વિમાન
Vastu Tips: માં લક્ષ્મી જ્યારે નિરાશ થાય છે, ત્યારે ઘરમાં દેખાય છે આ '5 સંકેતો'
કેવી રીતે આવે છે હેડકી?
આ સમજવા માટે તેનું મેકિનિઝમ સમજવું પડશે.
ડાયફ્રામ બહુ મોટી માંસપેશી છે. ડાયફ્રામ, છાતી એટલે ફેફસા અને પેટને અલગ પાડે છે. જ્યારે એ માંસપેશીમાં અચાનક અનિયંત્રિત ચૂંક આવે છે, ત્યારે તે હેડકીનું સ્વરૂપ લઈ લે છે.
તે અચાનક સંકોચાય છે અને તેની હવા ગળાથી નીકળે છે અને વૉકલ કૉર્ડ પણ સંકોચાઈ જાય છે. તેનાથી હેડકીનો અવાજ નીકળે છે.
કેમ આવે છે હેડકી?
ડાયફ્રામની નસ જો કોઈ કારણસર ઉત્તેજિત થાય છે તો હેડકી આવે છે.
ઉદાહરણ તરીકે,
બહુ તીખું ખાવાથી
ખાટ્ટું ખાવાથી
તીથું મરચું લાગવાથી
શું કોઈ મોટી બીમારીનો સંકેત હોઈ શકે હેડકી?
જ્યાં સુધી સતત હેડકી ન આવે, વારંવાર ન આવે, ત્યાં સુધી તે કોઈ મોટી બીમારીનો સંકેત નથી. પરંતુ જો વારંવાર હેડકી આવે છે, તો તે કોઈ બીમારીનું મોટું કારણ પણ હોઈ શકે છે. તેમાં ડાયફ્રામ અચાનકથી સંકોચાઈ જાય છે કે પછી તેમાં ચૂંક આવે છે, તેની પાછળ અન્ય કારણો પણ હોઈ શકે.
કેન્સર
લીવરમાં ખરાબી
નિમોનિયા
કિડની ફેલ્યોર
બ્રેનમાં ટ્યૂમર
એ ઉપરાંત, અન્ય કેટલાક કારણોસર પણ હેડકી આવવાનું કહેવાય છે. જેમ કે,
બહુ ઝડપથી ખાઓ ત્યારે
વધારે પડતું ખાઈ લો કે પી લો
એંગ્ઝાઈટી
સ્ટ્રેસ
જ્યારે કે બાળકોને આવતી હેડકીનું કારણ રડવા, કફ કે ગેસને લગતી સમસ્યા સાથે જોડાયેલું હોઈ શકે.
હેડકી રોકવાના ઉપાયો
ડાયફ્રામ પર એક બાજુથી વિપરીત દબાણ નાખીને હેડકી રોકી શકાય છે. તેના માટે,
નાકના બંને છિદ્રોને બંધ કરીને હવા બહારની બાજુ ફેંકો, તો હેડકી બંધ થઈ શકે છે.
ખૂબ ઠંડુ પાણી પી લો, હેડકી રોકાઈ જશે.
ઉપરની બાજુ જોઈને પોતાને સ્ટ્રેચ કરી લાંબા શ્વાસ લો, ફેફસાઓ ફેલાશે તો તેનાથી ડાયફ્રામ નીચેની તરફ જતો રહેશે.