જો તમે પણ ઉભા રહીને Water પીઓ છો? તો થઇ શકે છે નુકસાન! જાણો આ પાછળનું કારણ

|

Mar 16, 2021 | 1:53 PM

આપણા શરીરમાં પાણીની (Water ) માત્રા લગભગ 60 ગણી હોય છે. પાણી (Water) ફક્ત આપણા શરીરને ઓક્સિજન અને પોષક તત્વો પહોંચાડવાનું કામ નથી કરતું પરંતુ શરીરના અંગોને સ્વસ્થ રાખે છે.

જો તમે પણ ઉભા રહીને Water પીઓ છો? તો થઇ શકે છે નુકસાન! જાણો આ પાછળનું કારણ
ઉભા રહીને Water પીઓ છો, તો થઇ શકે છે નુકસાન

Follow us on

આપણા શરીરમાં પાણીની (Water ) માત્રા લગભગ 60 ગણી હોય છે. પાણી (Water) ફક્ત આપણા શરીરને ઓક્સિજન અને પોષક તત્વો પહોંચાડવાનું કામ નથી કરતું, પરંતુ શરીરના અંગોને સ્વસ્થ રાખે છે. પરંતુ જો તમે ઉભા રહીને પાણી પીતા હોય તો તમને ફાયદાની બદલે નુકસાન થઇ શકે છે. આપણે જાણીએ છીએ કે પાણી પીવું કેટલું મહત્વપૂર્ણ છે. સારા સ્વાસ્થ્ય માટે આપણા વોટર ઇન્ટેક પર નિર્ભર કરે છે.

આપણે જાણીએ છીએ કે, ભરપૂર પ્રમાણમાં પાણી પીવાથી સ્વસ્થ રહીએ છીએ. પરંતુ એક નાની આદતને કારણે શરીરને પાણીનો સાચો ફાયદો નથી મળી રહ્યો. ઘણા લોકોને ઉભા રહીને પાણી પીવાની આદત છે. પરંતુ ઉભા રહીને પાણી પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવો જાણીએ ઉભા રહીને પાણી પીવાના ગેરફાયદા.

કિડનીથી જોડાયેલી સમસ્યા

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ઉભા રહીને પાણી પીવું, પાણી દબાણ સાથે પેટમાં જાય છે, જેના કારણે બધી અપૂર્ણ વસ્તુઓ લોહીમાં જમા થઈ જાય છે અને તેની સીધી કિડની પર અસર પડે છે. ખરેખર, કિડનીનું કામ પાણીને યોગ્ય રીતે ફિલ્ટર કરવાનું છે. જ્યારે તમે ઉભા રહીને પાણી પીતા હોય ત્યારે તે તેનું કાર્ય યોગ્ય રીતે કરવામાં અસમર્થ છે અને પાણી યોગ્ય રીતે ફિલ્ટર નથી થતું અને તે કિડનીમાં જ સંગ્રહિત થઈ જાય છે. જેના કારણે પાછળથી તમને કિડનીની સમસ્યા, યુરિન (યુટીઆઈ) માં ચેપ લાગવાની અને અન્ય તકલીફ થાય છે.

પાચનક્રિયાને કરે છે પ્રભાવિત
જો તમે ઉભા રહીને પાણી પીતા હોય તો પાણી ગળામાં રહેલા ફૂડ પાઇપમાંથી પેટમાં જાય છે. ઝડપથી પાણીના પ્રેશરથી આસપાસના અંગો અને પેટની દીવાલોને નુકસાન પહોંચાડે છે. જે તમારા પાચનને અસર કરી શકે છે. તેનાથી હાર્ટ બર્ન અને અલ્સરની સમસ્યા પણ થઈ શકે છે.

તરસ નથી સંતોષાતી
જો તમે ઉભા રહીને પાણી પીતા હોય તો તો તમને સંતોષ મળશે નહીં અને તમને વારંવાર તરસ લાગે છે. તેથી જો તમે બેસીને પાણી પીતા હોય તો સારું રહેશે. આ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સંધિવાનો રહે છે ખતરો
જો તમે ઉભા રહીને પાણી પીતા હોય તો આ કારણે તમને સંધિવા પણ થઈ શકે છે. ખરેખર, જ્યારે તમે ઉભા રહીને પાણી પીવો છો, ત્યારે તે શરીરમાં પ્રવાહીનું સંતુલન પણ બગાડે છે. એટલું જ નહીં તે સાંધાના સંતુલનને પણ અસર કરે છે. જેનાથી સાંધાનો દુખાવો, આંગળીઓ, ઘૂંટણ, કમરમાં દુખાવો વગેરે જેવી સમસ્યા રહે છે.

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article