Weight Loss Tips : આયુર્વેદના આ પાંચ સિમ્પલ સ્ટેપ્સથી મળશે વજન ઘટાડવામાં મદદ

|

Jul 02, 2021 | 3:00 PM

Weight Loss Tips : આજે લાઈફસ્ટાઈલને કારણે વજનમાં વધારો થાય છે. વજન વધવાના અનેક કારણો હોય છે. આયુર્વેદિક ટિપ્સથી વજન ઘટાડી (Weight Loss) શકો છો.

Weight Loss Tips : આયુર્વેદના આ પાંચ સિમ્પલ સ્ટેપ્સથી મળશે વજન ઘટાડવામાં મદદ
પાંચ સિમ્પલ સ્ટેપ્સથી મળશે વજન ઘટાડવામાં મદદ

Follow us on

Weight Loss Tips : આજના સમયમાં વજન વધવું એ એક સામાન્ય સમસ્યા બની ગઇ છે. પણ શું તમે જાણો છો કે જીમમાં ગયા વગર કે બીજી કોઈ પણ ડાયેટ ફોલો કર્યા વગર પણ કેટલીક આયુર્વેદ (Ayurvedic)  ટીપ્સ દ્વારા પણ વજન ઝડપથી ઘટાડી (Weight Loss) શકો છો ? ચાલો જાણીએ આ કઈ ટિપ્સ છે.

ગરમ પાણી સાથે લીંબુ
તમે સવારે ગરમ પાણી સાથે લીંબુનું સેવન કરી શકો છો. તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. સાથે કસરત પણ જરૂરી છે. નિયમિત કસરત તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. લગભગ 30 મિનિટ સુધી વ્યાયામ કરવાનો પ્રયાસ કરો.

મેડિટેશન કરો
તમે મનની શાંતિ માટે ધ્યાન કરી શકો છો. તે તાણ ઘટાડવામાં મદદ કરે છે. જે વજન વધારવાના મુખ્ય કારણોમાંનું એક છે. ધ્યાન કરવાથી મનને શાંતિ મળે છે. જેનાથી તણાવ ઓછો થાય છે અને બોડી પણ રિલેક્સ થાય છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

જમવાનો સમય નક્કી રાખો
યોગ્ય સમયે ખોરાક લો. દિવસમાં ત્રણ વાર ભોજન લો. સવારે 7.30 થી 9 દરમિયાન નાસ્તો કરવાનો પ્રયાસ કરો, બપોરે 11 થી 2 ની વચ્ચે બપોરનું ભોજન અને 8 વાગ્યા સુધી રાત્રિભોજનને આદત બનાવો. આડેધડ અને ગમે તે સમયે ખાવાની આદતથી વજન વધવાની શકયતા વધારે છે.

ચાલવાનું રાખો
જમ્યા પછી પગપાળા ચાલવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે પાચનમાં મદદ કરે છે. જમ્યા પછી 10 થી 20 મિનિટ ચાલવાનો પ્રયત્ન કરો. ચાલવાથી વધારાની કેલરી બર્ન થાય છે.

તણાવમુક્ત રહો
આયુર્વેદ મુજબ શરીરને તણાવ મુક્ત રાખવા માટે શરીરને આરામ આપો. કારણ કે તણાવ વજન વધારવાનું એક કારણ છે. આજના સમયમાં શારીરિક રીતે અને માનસિક રીતે તણાવમુક્ત રહેવું ખૂબ જરૂરી છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article