ઉપયોગ કરતાં ખચકાવો નહીં, વાળ માટે શેમ્પુ જેટલું જ જરૂરી છે ‘હેર કંડીશનર’

|

Sep 18, 2020 | 9:48 PM

વાળના સારા રિઝલ્ટ માટે શેમ્પુની સાથે કંડીશનરનો ઉપયોગ અચૂક કરવો જોઈએ તેવું હેર એક્સપર્ટ માને છે પણ કંડીશનર એ એક એવી પ્રોડક્ટ છે કે જેના વપરાશ કરવા અંગે આપણા મનમાં એક શંકા હોય છે. છતાં આજે આપણે તેના વિશે સારી રીતે જાણીએ અને તેની આપણા હેર કેર રૂટિનની અંદર શું અગત્યતા છે તે પણ જાણીએ. […]

ઉપયોગ કરતાં ખચકાવો નહીં, વાળ માટે શેમ્પુ જેટલું જ જરૂરી છે હેર કંડીશનર

Follow us on

વાળના સારા રિઝલ્ટ માટે શેમ્પુની સાથે કંડીશનરનો ઉપયોગ અચૂક કરવો જોઈએ તેવું હેર એક્સપર્ટ માને છે પણ કંડીશનર એ એક એવી પ્રોડક્ટ છે કે જેના વપરાશ કરવા અંગે આપણા મનમાં એક શંકા હોય છે. છતાં આજે આપણે તેના વિશે સારી રીતે જાણીએ અને તેની આપણા હેર કેર રૂટિનની અંદર શું અગત્યતા છે તે પણ જાણીએ. કંડિશનર એ એક હેર પ્રોડક્ટ છે અને તે માત્ર તમારા વાળને સુંવાળા જ નથી બનાવતા પરંતુ તેને મેનેજેબલ પણ બનાવે છે. તે તમારા વાળની ઉપર એક પ્રોટેક્ટિવ લેયર બનાવે છે અને તમારા વાળ તૂટવાથી બચાવે છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

માર્કેટમાં ઘણી કંપનીના કંડીશનર મળે છે તેના સિવાય એક કુદરતી રૂપ પણ છે અને એવા ઘણા બધા કુદરતી ઘટકો છે. જે તમારા વાળને કંડિશનર કરે છે અને જો તમે કુદરતી રસ્તાથી તમારા વાળને કંડિશનર કરવા માંગતા હોવ તો આ તે વિકલ્પ પણ પસંદ કરી શકો છો. કંડીશનર વાપરતા પહેલા તમારા વાળનું ટેક્સચર શું છે તે જાણી લેવું. ડ્રાય અને ઓઈલી હેર પ્રમાણે બજારમાં ઘણા કંડીશનર ઉપલબ્ધ છે. કંડીશનર તમારા વાળમાં ભેજ જાળવી રાખે છે અને તેને પોષે છે. આ ઉપરાંત તમારા વાળ મુલાયમ કરવાની નિયમિતતા પૂર્ણ કરે છે. તમારા શેમ્પૂ પછી કંડીશનરનો ઉપયોગ કરીને તે સમસ્યાને હલ કરવામાં મદદ કરે છે, કારણ કે તે તમારા વાળને moisturises અને વાળ તૂટતા અટકાવે છે. એટલું જ નહીં, તે તમારા વાળના દેખાવને સુધારે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કંડીશનર કેવી રીતે લગાવવું?

તમારા વાળ શેમ્પૂ કર્યા પછી તમારા હાથની હથેળી પર કંડિશનરની થોડી માત્રા લો અને તમારા વાળના મધ્યમાંથી તેને અંત સુધી લાગુ કરો. તેને થોડી મિનિટો માટે છોડી દો અને તેને સંપૂર્ણપણે ધોઈ નાખો. કંડિશનરની અસર લગભગ તાત્કાલિક છે.

કેટલી વખત તમારે વાળને કંડીશનર કરવા જોઈએ?

વાળ શેમ્પૂ કર્યા પછી સામાન્ય રીતે કંડીશનરનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી તમે ખરેખર તમારા વાળને કેટલી વખત શેમ્પૂ કરો છો તેના પર નિર્ભર છે. એવું કહેવામાં આવ્યું છે કે, દરરોજ તમારા વાળ શેમ્પૂ કરવાનો સારો વિચાર નથી. અઠવાડિયામાં બે કે ત્રણ વાર સારું છે. આટલી વાતની સાવધાની રાખવી તમારા વાળને સુંવાળા અને મેનેજેબલ બનાવવા માટે તેને કંડીશનર કરવા ખુબ જ જરૂરી છે. પરંતુ તેની અંદર પણ તેની સાથે અમુક રિસ્ક જોડાયેલ છે. જે કંડીશનરની અંદર વધુ સિલિકોન હોઈ તેવા કંડીશનરનો ઉપયોગ કરવાથી તેની અસર તમારા વાળ પર ઉંધી થઈ શકે છે અને તે તમારા હેર ડેમેજ કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તેનાથી સાવચેતી રાખવી જરૂરી છે અને બીજી એક વાતનું ખાસ ધ્યાન એ રાખવું કે ક્યારેય પણ તમારા વાળ ના રૂટ પર કંડીશનરનો ઉપયોગ કરવો નહીં. તે તમારા વાળના રૂટને ખરાબ કરી શકે છે અને તમને ઘણી બધી વાતને લગતી સમસ્યાઓ પણ સર્જાય શકે છે. કંડીશનરને બે મિનિટ કરતા વધુ લગાવી રાખવું નહીં. ઉપરાંત, જો તમે તમારા વાળ રંગી લીધા છે તો તમારે રંગીન વાળ માટે યોગ્ય કંડીશનરનો ઉપયોગ કરવાની જરૂર છે.

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Published On - 10:05 pm, Sat, 12 September 20

Next Article