Desi Health Tips : ફાટેલી એડીથી પરેશાન છો ? તો અજમાવો આ ઘરગથ્થુ ઉપાય

|

Jul 23, 2021 | 8:07 AM

ફાટેલી એડીની સારવાર ન કરવામાં આવે તો તેઓ પીડાદાયક પણ થઈ શકે છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાય પણ અજમાવી શકો છો.

Desi Health Tips : ફાટેલી એડીથી પરેશાન છો ? તો અજમાવો આ ઘરગથ્થુ ઉપાય
Cracked Heels

Follow us on

આજના સમયમાં ફાટેલી એડી(Cracked Heels)  સામાન્ય સમસ્યા થઇ ગઈ છે. આપણે ચહેરાની ત્વચાનું ગમે તેટલું ધ્યાન રાખીએ પરંતુ પગની ત્વચાનું એટલું ધ્યાન રાખી શકાતું નથી. પગની ત્વચાનું ધ્યાન ના રાખવાને કારણે ત્વચા ફાટવા લાગે છે. ફાટેલી એડીથી ખંજવાળ, લાલાશ, સોજો આવવો જેવી સમસ્યા થાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે ઘરગથ્થુ ઉપાય પણ કરી શકો છો.

આવો જાણીએ ઉપાય
ફાટેલી એડીને સરખી કરવા માટે ચોખાના લોટનો ઉપયોગ
ઘરે સ્ક્ર્બ બનાવવા માટે એક ચમચી ચોખાના લોટમાં 2 ચમચી મધ અને 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરો. આ બાદ પગને 10-15 મિનિટ માટે ગરમ પાણીમાં રાખો આ બાદ 10 મિનિટ સુધી તેને સ્ક્રબ કરો. ફાટેલી એડીથી છૂટકારો મેળવવા અને પગને નરમ, સ્વસ્થ અને સુંદર બનાવવાનો આ એક સરસ ઉપાય છે.

ફાટેલી એડીને સરખી કરવા માટે લીમડાનો ઉપયોગ કરો –
એક મુઠ્ઠીભર લીમડાના પાન લો અને તેને પીસી લો અને લીમડાની પેસ્ટમાં 3 ચમચી હળદર પાવડર નાખો. આ પેસ્ટને એડી પર લગાવો અને તેને 30 મિનિટ સુધી રહેવા દો. આ પછી ગરમ પાણીથી ધોઈ લો અને સાફ ટુવાલથી લૂછી નાખો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ફાટેલી એડીથી છૂટકારો મેળવવા માટે લીંબુનો ઉપયોગ કરો
એક ઇંડા જરદી લો અને તેમાં એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી ચોખાનો લોટ મિક્સ કરીને પેક તૈયાર કરો. આ પેકને પગ પર લગાવો. તેને લગભગ 20 મિનિટ માટે રાખો. અને પછી ધોઈ નાખો. આ નિયમિતપણે કરવાથી ફાટેલી એડીમાંથી છુટકારો મળી શકે છે.

ગુલાબજળ અને ગ્લિસરિનનો ઉપયોગ કરો
મોટા પાત્રમાં હૂંફાળું ગરમ પાણી લો અને તેમાં 1 ચમચી મીઠું, 2 ચમચી ગ્લિસરિન, 2 ચમચી ગુલાબજળ, 8-10 ટીપાં લીંબુનો રસ નાખો. આ બધી વસ્તુઓને એક સાથે મિક્સ કરો. આ મિશ્રણમાં તમારા પગ લગભગ 15-20 મિનિટ સુધી પલાળો. પ્યુમિસ પથ્થર અથવા પગના સ્ક્રબરથી તમારી એડીને સ્ક્રબ કરો અને પછી તમારા પગ ધોવો. પગ સુકાઈ ગયા બાદ 1 ચમચી ગ્લિસરિન, ગુલાબજળ અને લીંબુનો રસ એડી પર લગાવો. થોડી માલિશ કરો.

ફાટેલી એડીથી છૂટકારો મેળવવા માટે કેળાનો ઉપયોગ કરો 

અવાકાડો અને કેળાના પેક ફાટેલી એડી માટે માટેનો સારો ઘરેલું ઉપાય છે. 1 પાકા કેળા અને અડધા પાકા અવાકાડોને મિક્સ કરો. તેમાં અડધા નાળિયેરનો પલ્પ ઉમેરો અને ત્યારબાદ બધી વસ્તુઓ મિક્સ કરી ફુટ પેક બનાવો. આ પેકથી ફાટેલી એડી પર મસાજ 5-7 મિનિટ મસાજ કરો. 30 મિનિટ પછી પાણીથી ધોઈ લો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article