આ છે એવા શાકભાજી અને ફળ, જેની છાલમાં પણ રહેલા છે ભરપૂર પોષકતત્વો

|

Oct 28, 2020 | 12:19 PM

એવી ઘણી શાકભાજી અને ફળો છે જેની છાલમાં પણ તેટલા જ પૌષ્ટિક ગુણો રહેલા છે, જેટલા તે શાકભાજી અને ફળ ની અંદર હોય છે. અમે તમને એવા 6 ફળ અને શાકભાજી વિશે બતાવીએ, જેને તમે છાલ સાથે પણ બેફિકર ખાઈ શકો છો. ગાજરની છાલ : એ વાત તો બધા જાણતા હશે કે ગાજર ખાવાથી આંખની […]

આ છે એવા શાકભાજી અને ફળ, જેની છાલમાં પણ રહેલા છે ભરપૂર પોષકતત્વો

Follow us on

એવી ઘણી શાકભાજી અને ફળો છે જેની છાલમાં પણ તેટલા જ પૌષ્ટિક ગુણો રહેલા છે, જેટલા તે શાકભાજી અને ફળ ની અંદર હોય છે. અમે તમને એવા 6 ફળ અને શાકભાજી વિશે બતાવીએ, જેને તમે છાલ સાથે પણ બેફિકર ખાઈ શકો છો.

ગાજરની છાલ :
એ વાત તો બધા જાણતા હશે કે ગાજર ખાવાથી આંખની રોશની તેજ થાય છે. પણ કદાચ જ તમને ખબર હશે કે ગાજરની છાલ ખાવાથી આંખની રોશની માં સુધારા સાથે સાથે કેન્સરનો ખતરો પણ ઓછો થાય છે. ગાજરની છાલમાં વિટામિન બી-6, વિટામિન સી, વિટામિન એ, મેગ્નેશિયમ, પોટેશિયમ તેમજ અન્ય ન્યુટ્રિશિયન જોવા મળે છે. જે કેન્સરની કોશિકાઓને વધતા અટકાવવામાં સહાયક થાય છે. આ ઉપરાંત ગાજરની છાલમાં બીટા કેરોટીન હોય છે, જે ત્વચા તડકાની અસર ઓછી કરવામાં મદદ કરે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સફરજનની છાલ :
જેવી રીતે સફરજનમાં ભરપૂર માત્રામાં મિનરલ અને વિટામિન હોય છે. તેવી જ રીતે તેની છાલમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. કહેવામાં આવે છે કે સફરજનની છાલમાં એવું ફાઇબર હોય છે જે શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ ઓછા કરવાની સાથે-સાથે શુગરના સ્તરને મેઇન્ટેઇન રાખવામાં મદદ કરે છે.

બટાકાની છાલ :
એવું માનવામાં આવે છે કે બટાકાની છાલ માં બટાકા કરતાં વધારે ગુણ હોય છે. બટાકાના છાલ મેટાબોલિઝમ યોગ્ય રાખવામાં મદદ કરે છે. તેને ખાવાથી નર્વસને મજબૂતી મળે છે. બટાકાની છાલ માં આયર્ન પણ ભરપૂર માત્રામાં હોય છે, જેનાથી એનિમિયા થવાનો ખતરો ખૂબ જ ઓછો થઈ જાય છે.

કેળાની છાલ :
કેળાની છાલ માં વિટામિન, મિનરલ, પ્રોટીન એન્ટિફંગલ ફાઇબર જેવા પોષક તત્વો હોય છે. તે લોહી સાફ કરવામાં અને કબજિયાત વગેરે ખતમ કરવામાં મદદ કરે છે. તેમાં ટ્રિપ્ટોફેન નામનું તત્વ હોય છે જે આરામની ઊંઘ લાવવામાં મદદ કરે છે.

રીંગણની છાલ :
રીંગણની છાલમાં રહેલા નૈસોનીન એન્ટિઓક્સિડન્ટ દિમાગ અને નર્વસ સિસ્ટમમાં થનારા કેન્સરથી બચાવે છે. એવું માનવામાં આવે છે કે તે ખાવાથી ઉંમરની અસર પણ ઓછી થાય છે.

કાકડીની છાલ :
કાકડીને પણ છાલ સાથે ખાવું ફાયદાકારક રહે છે. તે શરીરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન એ, વિટામિન કે વગેરેની કમી પૂરી કરવામાં મદદ કરે છે.


આ પણ વાંચોઃઆ સમાચાર વાંચ્યા પછી તમને રેસ્ટોરન્ટમાં હાથથી જમવામાં સહેજ પણ શરમ નહિં આવે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article