આરોગ્યલક્ષી અનેક સમસ્યાઓનું એક જ સમાધાન એટલે દૂધીનું જ્યુસ

|

Sep 28, 2020 | 6:59 PM

વધતું વજન મોટાપા એટલે કે ઓબેસિટીની સમસ્યા તો લાવે જ છે પણ તેની સાથે આરોગ્યલક્ષી બીજી ઘણી મુશ્કેલી ઉભી થઇ શકે છે. હાઈ બ્લડપ્રેશર, હૃદયરોગ, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને કેન્સર જેવી બીમારીઓ થવા પાછળનું મુખ્ય કારણ મોટાપો જ છે. વજન દૂર કરવા માટે ઘણા ઉપાયો છે પણ તેમાંથી એકદમ સરળ ઉપાય છે દૂધીનું જ્યુસ. આવો જાણીએ […]

આરોગ્યલક્ષી અનેક સમસ્યાઓનું એક જ સમાધાન એટલે દૂધીનું જ્યુસ

Follow us on

વધતું વજન મોટાપા એટલે કે ઓબેસિટીની સમસ્યા તો લાવે જ છે પણ તેની સાથે આરોગ્યલક્ષી બીજી ઘણી મુશ્કેલી ઉભી થઇ શકે છે. હાઈ બ્લડપ્રેશર, હૃદયરોગ, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને કેન્સર જેવી બીમારીઓ થવા પાછળનું મુખ્ય કારણ મોટાપો જ છે. વજન દૂર કરવા માટે ઘણા ઉપાયો છે પણ તેમાંથી એકદમ સરળ ઉપાય છે દૂધીનું જ્યુસ. આવો જાણીએ કે કઈ રીતે તે ઉપયોગી નીવડે છે.

જો આપણે દૂધી અને દૂધીના રસના ફાયદા વિષે જાણીશું તો તે ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. તે વજન ઘટાડવાની સાથે સાથે ડાયાબિટીસ, હાઇપરટેંશન અને લીવરની સમસ્યાઓ સામે લડવામાં પણ મદદરૂપ થઇ શકે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

દૂધીના જ્યુસમાં વધારે પ્રમાણમાં ફાઈબર હોય છે, ફાઈબર ભોજન પચવાની ક્રિયાને ધીમી બનાવે છે જેથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. આ ઉપરાંત તેમાં એન્ટીઓક્સીડેન્ટ આવેલા હોવાથી તે ચરબી ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં વધુ માત્રામાં પ્રોટીન હોવાથી તે પણ વજન ઘટાડવા ઉપયોગી છે.

જ્યુસ બનાવવા માટે સામગ્રી :
ઉકાળેલી અડઘી દૂધીના નાના ટુકડા, 2 ચમચી તાજી કોથમીર, 2 ચમચી પુદીના, આદુનો નાનો ટુકડો, સ્વાદાનુસાર મીઠું, એક ચપટી કાળું મીઠું, અડધી ચમચી લીંબુનો રસ, એક કપ પાણી

આ બધી સામગ્રીને બ્લેન્ડરમાં ગ્રાઈન્ડ કરી દો. તૈયાર છે તમારું દૂધીનું જ્યુસ. સવારે ખાલી પેટ પીવાથી તેનો ફાયદો વધારે થાય છે. દૂધીનું જ્યુસ ફ્રિજમાં સ્ટોર કરીને ના મુકો, તેને હંમેશા તાજા જ પીવું જોઈએ. તેને મર્યાદિત માત્રામાં જ પીવું જોઈએ નહિ તો પેટમાં દુખાવો કે ઉલ્ટી જેવી સમસ્યા થઇ શકે છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article