Surat: ફ્રી વેકસીનેશનની સાઈડ ઈફેક્ટ, પ્રાઇવેટ હોસ્પિટલોમાં પેઇડ વેક્સિનેશનને મોળો પ્રતિસાદ

|

Jun 16, 2021 | 1:24 PM

Surat : છ જેટલી મોટી ખાનગી હોસ્પિટલોમાં (Private Hospital) પેઇડ વેકસીનેશનની (PaidVaccination) કામગીરી છેલ્લા દસ દિવસથી શરૂ કરવામાં આવી છે. તેમ છતાં આ ખાનગી હોસ્પિટલોમાં હજી 50 ટકા જેટલો વેક્સિનેશનનો સ્ટોક બાકી છે.

Surat: ફ્રી વેકસીનેશનની સાઈડ ઈફેક્ટ, પ્રાઇવેટ હોસ્પિટલોમાં પેઇડ વેક્સિનેશનને મોળો પ્રતિસાદ
પ્રાઇવેટ હોસ્પિટલોમાં પેઇડ વેકસીનેશનને નીરસ પ્રતિસાદ

Follow us on

Surat : સુરત મહાનગરપાલિકા (Surat municipal corporation) દ્વારા મફત વેક્સિનેશન કામગીરી શહેરમાં ચાલી રહી છે. બીજી તરફ મનપાના પ્રયાસોને પગલે શહેરની છ જેટલી મોટી ખાનગી હોસ્પિટલોમાં (Private Hospital) પેઇડ વેકસીનેશનની (Paid Vaccination) કામગીરી છેલ્લા દસ દિવસથી શરૂ કરવામાં આવી છે.

મોટા ભાગની ખાનગી હોસ્પિટલોએ વિવિધ કંપનીઓ, મોટી સંસ્થાના કર્મચારીઓના વેક્સિનેશન માટે કરાર કર્યા હતા. તેમ છતાં આ ખાનગી હોસ્પિટલોમાં હજી 50 ટકા જેટલો વેક્સિનેશનનો સ્ટોક બાકી છે.

કેટલીક ખાનગી હોસ્પિટલ દ્વારા હજી કોઈ પણ કંપની કે સંસ્થા સાથે પેઇડ વેકસીનેશન માટે કરાર થયો નથી. મનપા દ્વારા શહેરમાં સરકારની સુચના મુજબ મફત વેકસીનેશનની કામગીરી થઇ રહી છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં કોવિશિલ્ડ માટે 850 રૂપિયા અને કોવેકસીન માટે 1450 રૂપિયાનો ભાવ સરકારે નિર્ધારિત કર્યો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સામાન્ય લોકો મનપા દ્વારા મફત વેક્સિનેશન કરાવતા હોવાથી પેઇડ વેક્સિનેશન માટે તૈયાર થતા નથી. વિનસ, એપોલો ક્લિનિક, મહાવીર કાર્ડિયાક, સેલબી, બાપ્સ અને સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા કુલ 28,986 વેક્સિનના ડોઝ સીધા કંપની પાસેથી ખરીદવામાં આવ્યા હતા.

કેટલીક હોસ્પિટલો દ્વારા વિવિધ કંપનીઓ ઉદ્યોગો સંસ્થાઓ સાથે થયેલા કરારને પગલે 159 સેશનમાં 13,891 લોકોને ડોઝ અપાયા છે. જ્યારે એક બે હોસ્પિટલ દ્વારા અત્યાર સુધી કોઈ કરાર કરાયો નથી અને પેઇડ ડોઝના કારણે વેકસિન માટે લોકો આવતા નથી.

મનપા દ્વારા વિવિધ ઉદ્યોગ સંસ્થા ઉદ્યોગકારોને સૂચના આપવામાં આવે તો હોસ્પિટલ સાથે કરાર થઈ શકે તેમ છે. પરિણામે તમામ છ ખાનગી વેક્સિનેશન કરનાર હોસ્પિટલમાં જવાબદારો સાથે એક બેઠક પણ કરવામાં આવી હતી. જેમાં ખાનગી હોસ્પિટલ પાસે રહેલી વેક્સિનેશનનો ઉપયોગ ન થવાથી રદબાતલ ન થઈ જાય તે માટેના આયોજનો વિચારાયા હતા.

મનપા દ્વારા પણ આ હોસ્પિટલને કરાર માટે મદદરૂપ થવા માટે તૈયારી બતાવવામાં આવી છે. કારણકે મનપાના દબાણને કારણે ખાનગી હોસ્પિટલોની પેઇડ વેકસીનેશન માટેની કામગીરી શરૂ કરવા સંમતિ અપાઈ હતી.

Published On - 1:11 pm, Wed, 16 June 21

Next Article