Summer Diet: આ વસ્તુને ઉનાળાના ડાયેટમાં કરો સામેલ, નહીં થાય કોઈ પરેશાની

|

Mar 14, 2021 | 4:04 PM

ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી ચાલુ થઇ ગઈ છે. ઉનાળો શરૂ થતા જ લોકોને ઘણી સમસ્યા થવા લાગે છે. સામાન્ય રીતે ઉનાળાની શરૂઆત થતા જ સ્કિન અને શરીરથી જોડાયેલી સમસ્યા થઇ જાય છે.

Summer Diet: આ વસ્તુને ઉનાળાના ડાયેટમાં કરો સામેલ, નહીં થાય કોઈ પરેશાની
ઉનાળામાં ડાયેટમાં સામેલ કરો આ વસ્તુ

Follow us on

ઉનાળાની(Summer) શરૂઆતમાં જ કાળઝાળ ગરમી ચાલુ થઇ ગઈ છે. ઉનાળો (summer) શરૂ થતા જ લોકોને ઘણી સમસ્યા થવા લાગે છે. સામાન્ય રીતે ઉનાળાની શરૂઆત થતા જ સ્કિન અને શરીરથી જોડાયેલી સમસ્યા થઇ જાય છે.

ઉનાળાની ઋતુમાં આપણને ઠંડુ-ઠંડુ ખાવા-પીવાની ઈચ્છા થાય છે. આ સમયે તમારે બરફથી બનેલી વસ્તુ જેવી કે ગોલા, આઈસ્ક્રીમ અને શરબત જેવી વસ્તુનું આપણે સેવન કરતા હોય છે. પરંતુ આ બધાથી બચીને રહેવું જોઈએ. ઉનાળાની ઋતુમાં આ સેવન આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી. આ સિવાય આ ઋતુમાં ચટપટું અથવા તો હેવી ખાવાથી પેટ ખરાબ થવાનો ડર લાગે છે. આજે અમે તમને જણાવીશું કે જે સેવન કરવાથી સારું રહે છે.

તરબૂચ
તરબૂચમાં 90 ટકા પાણી હોય છે. જે શરીરની સાથે-સાથે તમારી ત્વચાને હાઈડ્રેટ કરવામાં મદદ કરે છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

નારિયેળ પાણી
નારિયેળ પાણી પોષણથી ભરપૂર હોય છે. નારિયેળ પાણી પેટની બધી બીમારીથી બચાવે છે આ સાથે જ ઠંડુ રાખવાનું કામ કરે છે. તેથી આ ઋતુમાં નારિયેળ પાણીનું સેવન કરો.

લીંબુનો રસ
ઉનાળાની ઋતુમાં લીંબુ પાણીનું સેવન કરવું જ જોઇએ. લીંબુનું શરબત એક ગ્લાસ તમને ગરમી અને થાકથી બચાવવા માટે કામ કરે છે.

કાકડી
કાકડી તમારી ત્વચાની સાથે-સાથે તમારા વાળને પણ સુંદર બનાવે છે. આ સિવાય તે તમારા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવાનું પણ કામ કરે છે.

મકાઈના દાણા
મકાઈમાં લ્યુટિન અને જૈક્સથીન હોય છે જે તમને આ ઉનાળાની ઋતુમાં ઘણા ફાયદા આપે છે.

દહીં
દહીં એક એવી વસ્તુ છે જે ઉનાળાની ઋતુમાં શરીરમાં ખૂબ ઠંડક લાવે છે. તમે તેને દરરોજ તમારા ડાયેટમાં સામેલ કરી શકે છે. તમે આ રાયતા અથવા લસ્સી બનાવીને પણ સેવન કરી શકો છો. દહીં શરીર માટે ખુબ જ ફાયદાકારક છે.

લીલા શાકભાજી
આ ઉનાળાની ઋતુમાં દૂધી, ટિંડોળા અને કઠોળ જેવા શાકભાજી ખાવાનું વધુ સારું છે. તેનું સેવન કરવાથી તમારું શરીર ઠંડુ રહેશે અને શરીરમાં પાણીની તંગી ક્યારેય નહીં થાય.

ખીચડી
ઉનાળાની ઋતુમાં હળવા અને ઓછા મસાલાવાળા ખાવાની ઇચ્છા હોય છે. આ માટે તમે અઠવાડિયામાં બેથી ત્રણ વખત ખીચડી ખાઈ શકો છો. જેથી તમારું પેટ હળવું અને આરામદાયક રહેશે.

સલાડ
તમારે ખોરાક સાથે સલાડ લેવું જ જોઇએ અને જો શક્ય હોય તો તેમાં કાકડી અને ગાજર જરૂર સામેલ કરો.

છાસ અને લસ્સી
આ ઉનાળાની ઋતુમાં છાશ અને લસ્સીનું સેવન અચૂક કરો. જમવાની સાથે અથવા તો જમ્યા પહેલા તમે સેવન કરી શકો છો.

Next Article