સુકામેવાના ફાયદા ઘણાં છે પણ લિમિટમાં ખાવામાં જ છે સમજદારી

|

Aug 19, 2021 | 12:38 PM

સમય સાથે સુકામેવાનું ઘણું મહત્વ વધતું જાય છે. સાદી વ્યાખ્યામાં સમજીએ તો તાજા ફળની સુકવણી કરવામાં આવે અને તેનો પાણીનો ભાગ ઉડી જાય તે પછી સૂકો ભાગ જેમાં વિટામિન જળવાયેલા રહે છે. તેને આપણે સુકામેવાના રૂપમાં ખાઈએ છીએ. સુકામેવામાં બદામ, અખરોટ, પિસ્તા ઉપરાંત ખજૂર, અંજીર વગેરેને વધુ ઉપયોગી માનવામાં આવે છે. જ્યારે કાજુ, કિશમિશ વગેરેનો […]

સુકામેવાના ફાયદા ઘણાં છે પણ લિમિટમાં ખાવામાં જ છે સમજદારી

Follow us on

સમય સાથે સુકામેવાનું ઘણું મહત્વ વધતું જાય છે. સાદી વ્યાખ્યામાં સમજીએ તો તાજા ફળની સુકવણી કરવામાં આવે અને તેનો પાણીનો ભાગ ઉડી જાય તે પછી સૂકો ભાગ જેમાં વિટામિન જળવાયેલા રહે છે. તેને આપણે સુકામેવાના રૂપમાં ખાઈએ છીએ. સુકામેવામાં બદામ, અખરોટ, પિસ્તા ઉપરાંત ખજૂર, અંજીર વગેરેને વધુ ઉપયોગી માનવામાં આવે છે. જ્યારે કાજુ, કિશમિશ વગેરેનો ઉપયોગ વધુ કરવો હિતાવહ નથી. આ ઉપરાંત મોળી સિંગ, તલ વગેરે પણ ઉપયોગી છે. સૂકા મેવામાં વધુ પડતી કેલેરી આવતી હોવાથી તેનો વધુ પડતો ઉપયોગ ટાળવો જોઈએ. આથી જ ઘરમાં એક મુઠ્ઠી મિક્સ સુકામેવાની નાની નાની કોથળી બનાવીને ડબ્બામાં ભરી દેવી. જ્યારે અતિશય ભૂખ લાગે ત્યારે આ સૂકો મેવો ખાઈ શકાય છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ફાયદા:

1). સુકામેવાનો વધુ પડતો ઉપયોગ ન કરવો શરીર માટે ફાયદાકારક છે.

2). અંજીર, ફલેક્સસિડઝ વગેરેમાં ફાઈબર પુષ્કળ પ્રમાણમાં છે.

3). સુકામેવામાં વિટામિન એ, એમિનો એસિડ, ઓમેગા 3 ભરપૂર પ્રમાણમાં હોય છે.

4). ખજૂર, અંજીર વગેરે ખાંડના બદલે દૂધમાં ઉપયોગ કરી નેચરલ સુગરનો લાભ લઈ શકાય છે.

5). બદામ, અખરોટમાં રહેલા ફાઈબર હૃદય માટે સારા હોય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સુકામેવા ખાવાથી શરીર ઈન્સ્યુલિન રેજિસ્ટનસનો સામનો કરી શકે છે, ડાયાબિટીસના દર્દીઓ પણ ખાઈ શકે છે. સૂકા મેવામાં આવેલ ઓમેગા 3 શરીરમાં વધારે પડતો પાણીનો ભાગ અને સોજા ઓછા કરે છે. તેનાથી આર્થારાઈટ્સના પેશન્ટને મદદરૂપ થાય છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 11:01 pm, Thu, 24 September 20

Next Article