જિમમાં ગયા વગર પણ આ રીતે રહો ફિટ અને તંદુરસ્ત
તંદુરસ્ત લાઈફ માટે ડાયટ અને એક્સરસાઇઝનું ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. આપણામાંથી મોટાભાગના લોકો, પોતાને ફિટ રાખવા જિમ જવાનું પસંદ કરે છે. પણ જો તમને જિમ જવાનું પસંદ નથી, અને ઘરમાં રહીને જ તમે ફિટ રહેવા માંગતા હો તો, તમારે કેટલીક ખાસ બાબતોની ધ્યાન રાખવું જરૂરી છે. આવો જાણીએ કેટલીક ટિપ્સ જેને અપનાવીને તમે […]
તંદુરસ્ત લાઈફ માટે ડાયટ અને એક્સરસાઇઝનું ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. આપણામાંથી મોટાભાગના લોકો, પોતાને ફિટ રાખવા જિમ જવાનું પસંદ કરે છે. પણ જો તમને જિમ જવાનું પસંદ નથી, અને ઘરમાં રહીને જ તમે ફિટ રહેવા માંગતા હો તો, તમારે કેટલીક ખાસ બાબતોની ધ્યાન રાખવું જરૂરી છે. આવો જાણીએ કેટલીક ટિપ્સ જેને અપનાવીને તમે જીમ ગયા વગર ઘર પર જ રહી શકો છો ફિટ.
સવારની શરૂઆત જો તમે દૂધવાળી ચા સાથે કરો છો તો તેને છોડી દેજો. તેની જગ્યાએ તમે સવારની શરૂઆત હુંફાળા પાણીમાં લીંબુ નિચોવીને કરો. ઉપરાંત તમે જીરાના પાણીથી પણ સવારની શરૂઆત કરી શકો છો. આ ડિટોક્સ ડ્રિન્ક તમારા શરીરને અંદરથી સાફ કરીને શરીરના ટોક્સિન બહાર કાઢે છે.
જો તમે પાતળા થવા માટે સવારનો નાસ્તો છોડી દો છો. તો તેવું બિલકુલ ના કરો. હેલ્ધી લાઇફ અને ફિટનેસ માટે સવારનો નાસ્તો જરૂર કરવો જોઈએ. ખાસ ધ્યાન રાખવું કે નાસ્તામાં પ્રોટીન અને ફાઇબર યુક્ત ખોરાક હોવા જોઈએ. જેથી શરીરને આખા દિવસની ઉર્જા મળી રહે છે અને દિવસ એનર્જેટિક રહે છે.
ફાસ્ટફૂડ અને જંક ફૂડથી દૂર રહો. આ ઉપરાંત તેનાથી તમારું વજન વધવા લાગે છે જેની સાથે જ પાચનતંત્ર પણ નબળું પડે છે. એકવાર વધારે ભોજન લેવા કરતા થોડા થોડા અંતરે ભોજન લેવું સ્વાસ્થ્ય માટે સારું રહેશે. લંચ અને ડિનરમાં ખાસ ધ્યાન રાખો. સલાડ, ઉકાળેલી શાકભાજીઓ, દાલ, રોટલી વગેરે સામેલ કરી શકો છો. સાથે જ એક વાડકી દહીં પણ તમે ડાયેટમાં સામેલ કરી શકો છો.
ડિનરમાં ખૂબ લાઈટ ફૂડ લેવું જોઈએ. મોડી રાત્રે ભોજન કરવું પણ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઇ શકે છે. નિયમિત રૂપથી યોગા અને મોર્નિંગ અથવા ઇવનિંગ વોકને તમે તમારું ડેઇલી રૂટિન બનાવો.
નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.
આ પણ વાંચોઃકાપેલા કાંદા તમારા આરોગ્ય માટે કેવી રીતે થઈ શકે છે ઉપયોગી ?
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો