શું તમે મોર્નિંગ વોક કરવાનો સાચો સમય જાણો છો? વાંચો આ લેખ

|

Oct 25, 2020 | 6:07 PM

આરોગ્યને તંદુરસ્ત રાખવા માટે લોકો મોર્નિંગ કરે છે. સામાન્ય રીતે એવી ધારણા છે. સવારે જેટલા જલ્દી મોર્નિંગ વોક પર જાઓ, તેટલું સારું રહેશે. ઘણા લોકો તો ખૂબ ગર્વથી કહે છે કે તેઓ સવારે ચાર અથવા પાંચ વાગ્યે ઉઠીને મોર્નિંગ વોક કરે છે પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે મોર્નિંગવોકનો સાચો સમય તે નથી. પરંતુ સવારે […]

શું તમે મોર્નિંગ વોક કરવાનો સાચો સમય જાણો છો? વાંચો આ લેખ

Follow us on

આરોગ્યને તંદુરસ્ત રાખવા માટે લોકો મોર્નિંગ કરે છે. સામાન્ય રીતે એવી ધારણા છે. સવારે જેટલા જલ્દી મોર્નિંગ વોક પર જાઓ, તેટલું સારું રહેશે. ઘણા લોકો તો ખૂબ ગર્વથી કહે છે કે તેઓ સવારે ચાર અથવા પાંચ વાગ્યે ઉઠીને મોર્નિંગ વોક કરે છે પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે મોર્નિંગવોકનો સાચો સમય તે નથી. પરંતુ સવારે સુરજ નીકળતા સમયે અથવા તેના થોડા સમય પછી વોક કરો તો તે વધારે સારું છે આવો જાણીએ કેમ?

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જો સવારે સુરજ ઉગતી વખતે અથવા તેના થોડા સમય પછી તમે વોક કરો છો તો તમને ભરપૂર માત્રામાં વિટામીન ડી મળશે. પરંતુ અંધારા અથવા તો સુરજ નીકળતા પહેલા વોક કરવાથી તમે વિટામિન ડીથી વંચિત રહી જાઓ છો. ભરપૂર માત્રામાં ઓક્સિજન ગ્રહણ કરવું સૌથી મહત્વપૂર્ણ હોય છે પણ જો તમે અંધારામાં વોક કરવા જાઓ છો, તે સમયે તમને ઓક્સિજનનો ફાયદો નથી મળતો કારણ કે તે સમયે છોડ વૃક્ષ કાર્બન ડાયોક્સાઇડ છોડે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

હાડકાને મજબૂત કરવા માટે કેલ્શિયમની સાથે વિટામિન ડી ખૂબ જ જરૂરી છે. જો તમે યોગ્ય માત્રામાં તડકો નથી લેતા તો તમને વિટામિન ડી નથી મળી શકતું અને તમારા શરીરને કેલ્શિયમનો પણ કોઈ લાભ નથી મળતો. હળવા તડકામાં વોક કરવાથી તમારા શરીરને કેલ્શિયમ સારી માત્રામાં મળશે. જો તમે માનસિક તણાવ અથવા ડિપ્રેશનનો શિકાર છો તો હળવા તડકામાં ફરવું તમારા માટે ખૂબ જરૂરી છે, તેનાથી તમને તેના ફાયદા પણ મળશે અને હળવો તડકો તમને ડિપ્રેશનથી પણ બચાવે છે. જો તમે ડાયાબિટીસ કંટ્રોલ કરવા માંગો છો તો પણ સવારે હળવા તડકામાં જ વોક કરવું જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

Next Article