શું તમે જાણો છો ફળો અને શાકભાજી પર લગાવવામાં આવતા સ્ટીકરનો શું છે અર્થ?

માર્કેટમાં આપણે જ્યારે ફળોની ખરીદી કરવા જતાં હોઈએ છીએ ત્યારે સફરજન, કેળા, ઓરેન્જ કે કિવી જેવા ફ્રુટ પર આપણે નાનકડું સ્ટીકર લગાવેલું જોઈ શકીએ છીએ પણ ઘણા ઓછા લોકો જાણતાં હોય છે કે ફળો પર આ સ્ટીકર કેમ લગાવવામાં આવતા હોય છે. અમે આજે તમને બતાવીશું કે આ સ્ટીકરનો અર્થ શું થાય છે, જેથી બીજીવાર […]

શું તમે જાણો છો ફળો અને શાકભાજી પર લગાવવામાં આવતા સ્ટીકરનો શું છે અર્થ?
Parul Mahadik

| Edited By: Bipin Prajapati

Oct 07, 2020 | 6:32 PM

માર્કેટમાં આપણે જ્યારે ફળોની ખરીદી કરવા જતાં હોઈએ છીએ ત્યારે સફરજન, કેળા, ઓરેન્જ કે કિવી જેવા ફ્રુટ પર આપણે નાનકડું સ્ટીકર લગાવેલું જોઈ શકીએ છીએ પણ ઘણા ઓછા લોકો જાણતાં હોય છે કે ફળો પર આ સ્ટીકર કેમ લગાવવામાં આવતા હોય છે. અમે આજે તમને બતાવીશું કે આ સ્ટીકરનો અર્થ શું થાય છે, જેથી બીજીવાર જ્યારે તમે ફળોની ખરીદી કરવા જાઓ, ત્યારે તે બાબત ખાસ ધ્યાનમાં રાખો. ફળ અને શાકભાજી વગેરે તો તમે ખરીદવા જતા હશો. ઘણીવાર તમને એવા ફળ જોવા મળતાં હશે જે સામાન્યથી અલગ હોય અને ઘણા ફળ એવા હોય પણ હોય છે, જેના ઉપર કોઈક પ્રકારનું સ્ટીકર લગાવેલું હોય છે. આખરે શું હોય છે આ સ્ટીકર્સનો મતલબ અને તે કેમ લગાવવામાં આવે છે તે તમે જાણો છો?

Shu tame jano cho falo ane shakbhaji par lagava ma stiker no shu che aarth?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Shu tame jano cho falo ane shakbhaji par lagava ma stiker no shu che aarth?

આમ તો ફળો પર લગાવવામાં આવેલા સ્ટીકર ફળોની ગુણવત્તા દર્શાવે છે. સાથે જ તે એ પણ બતાવે છે કે આપણા સ્વાસ્થ્ય માટે તે કેટલું ફાયદાકારક છે અને કેટલું નુકસાનદાયક. ફળો પર લગાવવામાં આવેલા સ્ટીકરથી આપણે તેની કિંમત, એક્સપાયરી ડેટ અને તેના સિવાય પી.એલ.યુ. કોડની પણ જાણકારી લઈ શકીએ છીએ. જો કોઈ પણ ફળમાં લાગેલા સ્ટીકરમાં જે કોડ લખવામાં આવ્યો છે, તે અંકથી શરૂ થાય છે અને આ સંખ્યા પાંચ અંકોની છે તો તમે સમજી લેજો કે આ ફળ જૈવિક પ્રક્રિયાથી ઉગાડવામાં આવ્યું છે. જો કોઈ ફળમાં લાગેલા લેબલ ઉપર લગાવવામાં આવેલો કોડનો અંક 8થી શરૂ થાય તો અને આ સંખ્યા પણ પાંચ અંકોની છે તો સમજી લો કે આ ફળમાં આનુવાંશિક સંશોધન કરવામાં આવ્યું છે. જે ફળમાં લાગેલા સ્ટીકરની સંખ્યા ફક્ત 4 જ છે તો આ રીતના ફળો કીટનાશક અને રસાયણો દ્વારા ઉગાવવામાં આવે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Shu tame jano cho falo ane shakbhaji par lagava ma stiker no shu che aarth?

આ ફળો સસ્તા હોય છે. જેનું સેવન તમારા માટે હાનિકારક પણ થઈ શકે છે. એવામાં આ ફળોને પૂરી સાવધાની સાથે જ સેવન કરવું જોઈએ. કોઈપણ ફળ ખરીદતા સમયે તેના પર લાગેલા સ્ટીકરને ધ્યાનથી જુઓ અને જ્યાં સુધી શક્ય હોય તો ચાર અંક વાળા સ્ટીકર લાગેલા ફળને ક્યારેય પણ ન ખરીદો કારણ કે તેના સેવનથી તમને ખુબ જ ગંભીર નુકસાન પણ થઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati