ક્રિસમસની ભેટ આપવા આવેલા સાંતાક્લોઝે ફેલાવ્યો કોરોના વાયરસ, 18ના મૃત્યુ

|

Dec 28, 2020 | 3:55 PM

કોરોના આખા વિશ્વમાં ચિંતાનો વિષય બની ગયો છે. વેક્સીન પરીક્ષણમાં સફળ ના થાય અને સૌને મળી ના જાય ત્યાં સુધી સાવચેતી જ ઉપાય છે. બેદરકારીની એક ઘટના સામે આવી છે. બેલ્ઝીયમમાં સાંતાક્લોઝ બનેલા એક વ્યક્તિ દ્વારા 157 વ્યક્તિઓમાં કોરોનાનું સંક્રમણ ફેલાઈ ગયું. કોરોનાના સંક્રમણમાં આવેલ સાંતાક્લોઝ કેર હોમમાં ક્રિસમસની શુભેચ્છાઓ આપવા પહોચ્યો હતો. જેના કારણે […]

ક્રિસમસની ભેટ આપવા આવેલા સાંતાક્લોઝે ફેલાવ્યો કોરોના વાયરસ, 18ના મૃત્યુ

Follow us on

કોરોના આખા વિશ્વમાં ચિંતાનો વિષય બની ગયો છે. વેક્સીન પરીક્ષણમાં સફળ ના થાય અને સૌને મળી ના જાય ત્યાં સુધી સાવચેતી જ ઉપાય છે. બેદરકારીની એક ઘટના સામે આવી છે.

બેલ્ઝીયમમાં સાંતાક્લોઝ બનેલા એક વ્યક્તિ દ્વારા 157 વ્યક્તિઓમાં કોરોનાનું સંક્રમણ ફેલાઈ ગયું. કોરોનાના સંક્રમણમાં આવેલ સાંતાક્લોઝ કેર હોમમાં ક્રિસમસની શુભેચ્છાઓ આપવા પહોચ્યો હતો. જેના કારણે ત્યાં રહેતા લોકો અને એમની દેખરેખ રાખતો સ્ટાફ કોરોના વાયરસના સંક્રમણમાં આવી ગયા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ ઘટના બેલ્ઝીયમના મોલ શહેરમાં બની છે. આ ઘટના બાદ કેર હોમમાં ડરનું વાતાવારણ ઉભું થઇ ગયું હતું. એક જાણકારી અનુસાર 121 લોકો બીમાર પડ્યા હતા. અને કેર હોમમાં રહેવાવાળા 5 લોકોનું મૃત્યુ થયું હતું. કહેવામાં આવે છે કે આ ઘટના બે અઠવાડિયા પહેલાની છે. રીપોર્ટ અનુસાર કેર હોમમાં ગયા બાદ સાંતાક્લોઝ બનેલ વ્યક્તિ ખુદ કોરોના પોઝીટીવ નીકળ્યા હતા.

ડેલી મેલના રીપોર્ટ અનુસાર, સાંતાક્લોઝ પોતાના સાથીઓ સાથે બે અઠવાડિયા પહેલા કેર હોમની મુલાકાતે ગયા હતા. કેર હોમમાં એક બાદ એક ઘણા કોરોનાના કેસ આવતા ત્યાં રહેતા દરેક લોકો અને સ્ટાફનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ત્યાં 157 લોકો કોરોના પોઝીટીવ મળી આવ્યા હતા. ત્યાર બાદ સાંતાક્લોઝને જ સુપર સ્પ્રેડર ઘોષિત કરવામાં આવ્યો હતો.

સ્થાનિક મેયર વિમ કીયર્સે જણાવ્યું હતું કે, આગામી કેટલાક દિવસો ખૂબ મુશ્કેલીભર્યા રહેશે. કેર હોમ માટે આ ખરાબ સમય છે. મેયર અગાઉ જણાવ્યું હતું કે સાંતાક્લોઝ કેર હોમ પર ગયો ત્યારે નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. જો કે, કેર હોમની તસવીરો જોયા પછી મેયરે કહ્યું કે અહીં નિયમોનું પાલન કરવામાં આવતું નથી. તેથી, આ ઘટનાથી સ્પષ્ટ છે કે કેર હોમે બેદરકારી દાખવી છે.

Published On - 3:54 pm, Mon, 28 December 20

Next Article