હવે ડિલિવરી પછી નવજાત શિશુના મૃત્યુ પર ‘સ્પેશિયલ મેટરનિટી લીવ’ મળશે

|

Sep 03, 2022 | 6:52 PM

આદેશમાં કહેવામાં આવ્યું છે કે મૃત બાળકના જન્મથી માતાને થયેલી ભાવનાત્મક ઈજા અથવા જન્મ પછી તરત જ નવજાત શિશુના મૃત્યુને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

હવે ડિલિવરી પછી નવજાત શિશુના મૃત્યુ પર સ્પેશિયલ મેટરનિટી લીવ મળશે
Maternity Leave

Follow us on

કેન્દ્ર સરકારે મૃત બાળકોને જન્મ આપનારી અથવા જન્મ પછી બાળક ગુમાવનાર માતાઓને કેન્દ્ર સરકારે (Central Government) મોટી રાહત આપી છે. સરકારે જાહેરાત કરી છે કે શિશુના મૃત્યુની સ્થિતિમાં, તમામ મહિલા કર્મચારીઓને ડિલિવરી પછી 60 દિવસની વિશેષ પ્રસૂતિ રજા (Maternity Leave) આપવામાં આવશે. આ સંદર્ભમાં, કર્મચારી અને તાલીમ વિભાગે આદેશ જાહેર કર્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે મૃત બાળકના જન્મથી માતાને થયેલી ભાવનાત્મક ઈજા અથવા જન્મ પછી તરત જ નવજાત બાળકના મૃત્યુને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે આવી માતાઓને વિશેષ પ્રસૂતિ રજા 60 દિવસની આપવામાં આવશે. કારણ કે આવી ઘટનાઓની માતાના જીવન પર ખૂબ જ ઊંડી અસર પડે છે.

ડીઓપીટીએ જણાવ્યું હતું કે તેને પ્રસૂતિ રજા અંગે ઘણી અરજીઓ મળી છે જ્યારે જન્મ પછી તરત જ મૃત્યુ થાય છે. વિભાગે આદેશમાં કહ્યું, આ મુદ્દે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે ચર્ચા કરવામાં આવી છે. મૃત નવજાત શિશુના જન્મ અથવા ડિલિવરી પછી તરત જ તેના મૃત્યુથી થતા આઘાતને ધ્યાનમાં રાખીને, આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારની મહિલા કર્મચારીઓને 60 દિવસની વિશેષ પ્રસૂતિ રજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વિશેષ પ્રસૂતિ રજા માટેના માપદંડ શું છે?

ડીઓપીટીએ પોતાના આદેશમાં કહ્યું છે કે જો કેન્દ્ર સરકારની કોઈ મહિલા કર્મચારીએ પ્રસૂતિ રજા લીધી હોય અને તેની રજા મૃત્યુ પામેલા બાળકના જન્મ સુધી અથવા બાળકના મૃત્યુ સુધી ચાલુ રહે છે, તો કર્મચારી દ્વારા લેવામાં આવેલી રજા તારીખ લંબાવી રજામાં આવશે, જેમાં કોઈપણ પ્રકારના તબીબી પ્રમાણપત્રની જરૂર રહેશે નહીં. આદેશ અનુસાર, કર્મચારીને મૃત બાળકના જન્મ અથવા બાળકના મૃત્યુના દિવસથી તરત જ 60 દિવસની વિશેષ પ્રસૂતિ રજા આપવામાં આવશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આદેશ અનુસાર, જો કેન્દ્ર સરકારની મહિલા કર્મચારીએ પ્રસૂતિ રજા લીધી નથી, તો તેને મૃત બાળકના જન્મ અથવા બાળકના મૃત્યુની તારીખથી 60 દિવસની વિશેષ પ્રસૂતિ રજા આપી શકાય છે. કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો/વિભાગોને જાહેર કરાયેલા આદેશ અનુસાર, જો નવજાત શિશુનું મૃત્યુ ડિલિવરીની તારીખથી 28 દિવસની અંદર થાય તો આ જોગવાઈ અસરકારક માનવામાં આવશે. ડીઓપીટી મુજબ, મૃત્યુ પામેલા બાળકના જન્મ પછી મૃત્યુ પામેલા બાળકના જીવનના કોઈ ચિહ્નો ન હોય અથવા 28 અઠવાડિયા (સાત મહિના) સગર્ભાવસ્થા પછી જીવંત બાળકનો જન્મ થાય તે રીતે મૃત જન્મને વ્યાખ્યાયિત કરવામાં આવે છે.

જરૂરી શરતો શું હશે?

આદેશમાં કહેવામાં આવ્યું છે કે વિશેષ પ્રસૂતિ રજાનો લાભ કેન્દ્ર સરકારની તે મહિલા કર્મચારીઓને જ મળશે, જેમના બે કરતાં ઓછા જીવિત બાળકો છે અને જેમની ડિલિવરી અધિકૃત હોસ્પિટલમાં થઈ છે. અધિકૃત હોસ્પિટલ એટલે સરકારી હોસ્પિટલ અથવા એવી ખાનગી હોસ્પિટલો, જે કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના (CGHS) માં સૂચિબદ્ધ છે. ડીઓપીટીના આદેશ અનુસાર, પેનલની બહારની ખાનગી હોસ્પિટલમાં ઈમરજન્સી ડિલિવરીના કિસ્સામાં ‘ઈમરજન્સી સર્ટિફિકેટ’ આપવું જરૂરી રહેશે.

Next Article