પાર્ટી પ્રસંગમાં હવે ધરાઈને ખાજો પનીર! જાણો કેટલા થશે ફાયદા

|

Oct 07, 2020 | 6:16 PM

કોઈપણ પાર્ટી, ઉત્સવ કે પ્રસંગમાં પનીરના હોય એવું બને જ નહીં. તે સ્વાદિષ્ટ તો હોય જ છે એટલું જ નહીં પનીરના સ્વાસ્થ્ય માટે પણ ઘણા બધા ફાયદા છે. અમે તમને બતાવીશું કે પનીરના ફાયદા શું છે. Web Stories View more તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ […]

પાર્ટી પ્રસંગમાં હવે ધરાઈને ખાજો પનીર! જાણો કેટલા થશે ફાયદા

Follow us on

કોઈપણ પાર્ટી, ઉત્સવ કે પ્રસંગમાં પનીરના હોય એવું બને જ નહીં. તે સ્વાદિષ્ટ તો હોય જ છે એટલું જ નહીં પનીરના સ્વાસ્થ્ય માટે પણ ઘણા બધા ફાયદા છે. અમે તમને બતાવીશું કે પનીરના ફાયદા શું છે.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

1). શરીર માટે પ્રોટીન જરૂરી છે. તેનાથી શરીરને ઉર્જા મળે છે અને માંસપેશીઓ માટે જણાવે છે. પનીરમાંથી પ્રોટીન સારી માત્રામાં મળે છે.

2). હાઈ બ્લડ પ્રેશર નિવારવા માટે પનીર ફાયદાકારક છે. પનીર સાથે વ્યક્તિએ હાઈ બીપીની દવા લેવી પણ જરૂરી છે. દાંત અને હાડકા માટે પણ પનીર ફાયદાકારક રહે છે. પનીરમાં કેલ્શિયમ પણ સારી માત્રામાં હોય છે.

3). ડાયાબિટીસની સમસ્યાથી પીડાતા લોકોએ પોતાની ડાયેટમાં પનીર સામેલ કરી શકે છે. પાચનપ્રક્રિયામાં પણ પનીરમાં રહેલ પ્રોબાયોટિક કામ લાગી શકે છે.

4). પનીર એ વિટામિન ડી અને વિટામિન કે થી ભરપૂર છે. આ બન્ને વિટામિન શરીરના હાડકા માટે ખૂબ જ જરૂરી છે.

5). વજન ઓછું કરવા પણ પનીર ખાઈ શકાય છે. કારણ કે પનીર ખાવાથી લાંબા સમય સુધી વ્યક્તિનું પેટ ભરેલું રહે છે અને તેને વારંવાર ખાવાની ઈચ્છા થતી નથી.

6). સારા મૂડ માટે પણ પનીર ખાઈ શકો છો.પનીરમાં ટાઇટ્રોફેન અને સેરોટોનિન નામક કેમિકલ વ્યક્તિના મૂડને બદલવામાં મદદ કરે છે.

7). જેની ઇમ્યુનિટી ઓછી છે. તેઓ પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા પણ પોતાની ડાયેટમાં પનીર સામેલ કરી શકે છે. પનીરમાં ફોસ્ફરસ પણ હોય છે, જેથી તે શરીરને ડિટેક્સ કરવા પણ મદદરૂપ સાબિત થઈ શકે છે.

8). પનીરની સાથે અળસીના બીજને ડાયેટમાં સામેલ કરવાથી કેન્સર સામે રક્ષણ મેળવવામાં ફાયદો મળે છે. પોષકતત્વોથી ભરપૂર પનીર ગર્ભવતી મહિલાઓ માટે પણ શ્રેષ્ઠ છે.

9). પનીરમાં વિટામિન એ હોવાથી તે સ્કિન માટે પણ બેસ્ટ છે. તે જ પ્રમાણે ખરતા વાળ માટે પણ પનીર ખાઈને સમસ્યા નિવારી શકાય છે.

10). જે લોકોને લેકટોઝ પચાવવામાં સમસ્યા નડતી હોય તેમને પનીરથી દૂર રહેવું જોઈએ. પનીરમાં વધુ માત્રામાં પ્રોટીન હોવાથી તેનું વધારે સેવન કરવાથી ઉલટી, માથાનો દુઃખાવો કે થાક જેવી સમસ્યા પણ થઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 7:52 pm, Tue, 22 September 20

Next Article