Mother’s Day Gift: ‘સુરક્ષાની સાથે ખુશી’, તમારી મમ્મીને આપો આ ખાસ ભેટ

|

May 08, 2021 | 6:05 PM

કોરોનાના આ ભયાનક સમયમાં પોતાની સ્વસ્થ અને સલામત રહે તે કોણ નથી ઈચ્છતું? કમનસીબે, જો સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યા હોય તો આપણે પહેલા તેની વ્યવસ્થા કરવી જોઈએ.

Mother’s Day Gift: સુરક્ષાની સાથે ખુશી, તમારી મમ્મીને આપો આ ખાસ ભેટ

Follow us on

કોરોનાના આ ભયાનક સમયમાં પોતાની સ્વસ્થ અને સલામત રહે તે કોણ નથી ઈચ્છતું? કમનસીબે, જો સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યા હોય તો આપણે પહેલા તેની વ્યવસ્થા કરવી જોઈએ. રવિવારે મધર્સ ડે છે, જો તમે તમારી માતાને કઈ ગિફ્ટ આપવા માંગતા હોવ તો હેલ્થ પોલિસી કરતા સારું શું હોય શકે. ગિફ્ટની સાથે જીવન રક્ષા આપવાથી વધારે સારી વાત કઈ હોય શકે છે.

 

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

એક અહેવાલ પ્રમાણે ભારતમાં ફક્ત 30 ટકા મહિલાઓ જ એવી છે કે જેમની હેલ્થ પોલિસી હોય છે. બાકીની 70 ટકા મહિલાઓ હજી પણ આ પ્રકારની નીતિથી દૂર છે. તે પણ સ્પષ્ટ છે કે જ્યારે વીમા લેવાની વાત આવે છે, ત્યારે દેશમાં પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે મોટો તફાવત છે. આપણે આ અંતરને દૂર કરી શકીએ છીએ તો આપણે આપણી ક્ષમતા અનુસાર આરોગ્ય વીમા પોલિસી ખરીદીએ અને તેમના જીવનનું રક્ષણ કરીએ.

 

 

તમને હેલ્થ પોલિસી લેવા માટે બજારમાં અલગ અલગ વિકલ્પ મળશે. કેટલાક પ્લાન એવા છે કે જેમાં ગંભીર બિમારીઓ કવર થઈ જાય છે તો આજકાલ કોરોનાને લઈને પણ નવી પોલિસીઓ ખરીદી શકાય છે. કેટલાક પ્લાન એવા પણ છે જેમાં વધારે પ્રિમિયમ ભરવાની પણ જરૂર નથી. ઓછા પ્રિમિયમમાં પણ સારા પ્લાન મળે છે. તમારી ફક્ત એટલુ જોવાનું છે કે વિમામાં કઈ કઈ બિમારી કવર થાય છે.

 

આ બાબતોનું રાખો ધ્યાન?

પ્લાન ખરીદવા પહેલા ચેક કરો કે તેમાં ઝીરો ડિડક્ટેબલ હોય પ્રિમિયમ વેવરના લાભ હોય અને કેશલેસ હોસ્પિટલાઈઝેશનનો લાભ હોય. પ્લાન ખરીદતા પહેલા ચેક કરો કે આ પહેલાથી ચાલી આવતી બિમારીને કવર કરે છે કે નહીં. આજ કાલ પહેલાથી ચાલતી આવતી બિમારીને કવર કરે તેવી પણ પોલિસી ઉપલબ્ધ છે.

 

પ્લાનમાં આ બિમારીઓ કવર થાય છે કે નહીં?

આજકાલ ડાયાબિટિઝ, પાઈપરટેન્શન અને કેન્સર જેવી બિમારીઓ માટે ખાસ પ્લાન બનાવવામાં આવ્યા છે. જ્યારે પણ પ્લાન ખરીદો ત્યારે સુનિશ્ચિત કરો કે આ બધી બિમારીઓ તેમાં કવર થાય છે કે નહીં. સાથે જ સિસ્ટ અને ફાઈબ્રોઈડ જેવી બિમારીઓ વિશે પણ જોઈ લો, કારણ કે મોટી ઉંમરમાં આવી ઘણી બધી બિમારીઓ થવાની શક્યતા રહેલી છે.

 

ફ્લોટર પોલીસી પણ લઈ શકો છો

જો પરિવારમાં અલગ અલગ પોલિસી લેવું મુશ્કેલ હોય તો ચિંતા ન કરશો માર્કેટમાં આજકાલ ફ્લોટર પોલિસી પ્લાન પણ ઉપલબ્ધ છે, જેમાં તમારો આખો પરિવાર કવર થઈ જશે અને તમારે પરિવારના બધા સદસ્યો માટે અલગ અલગ પોલિસી પણ નહીં લેવી પડે.

 

Next Article