માથામાં સતત ખંજવાળથી રહો છો પરેશાન? આ ઘરેલુ ઈલાજ આપશે છુટકારો

|

Oct 24, 2020 | 4:57 PM

માથામાં ખંજવાળ આવવી એ એક સામાન્ય સમસ્યા છે. જે સફાઈની કમી, ડેન્ડ્રફ અથવા તો ઈન્ફેકશનના કારણે થઈ શકે છે. પરંતુ આ ખંજવાળ માથાની ત્વચા સાથે જોડાયેલી અન્ય સમસ્યાઓ સાથે પણ જોડાયેલી છે. જેમ કે વાળ ખરવા, લાલાશ, સોજો આવવો વગેરે. જો તમને પણ માથામાં ખંજવાળ આવે છે તો આ 5 ઉપાય જરૂર છે અજમાવો. Web […]

માથામાં સતત ખંજવાળથી રહો છો પરેશાન? આ ઘરેલુ ઈલાજ આપશે છુટકારો

Follow us on

માથામાં ખંજવાળ આવવી એ એક સામાન્ય સમસ્યા છે. જે સફાઈની કમી, ડેન્ડ્રફ અથવા તો ઈન્ફેકશનના કારણે થઈ શકે છે. પરંતુ આ ખંજવાળ માથાની ત્વચા સાથે જોડાયેલી અન્ય સમસ્યાઓ સાથે પણ જોડાયેલી છે. જેમ કે વાળ ખરવા, લાલાશ, સોજો આવવો વગેરે. જો તમને પણ માથામાં ખંજવાળ આવે છે તો આ 5 ઉપાય જરૂર છે અજમાવો.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

1)  માથાની ત્વચા પર ખંજવાળ માટે લીંબુ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમાં રહેલ સિટ્રિક એસિડ ત્વચાની સફાઈ પણ કરે છે અને ખંજવાળને ઓછી કરવામાં પણ મદદ કરે છે. તેના રસને ત્વચા પર લગાવીને થોડીવાર માટે છોડી દો. પછી તેને પાણીથી ધોઈ નાખો.

2) હળવા ગરમ પાણીની સાથે સફરજનનો સિરકો મેળવીને વાળના મૂળ પર લગાવો અને થોડા સમય માટે લગાવી રાખ્યા પછી તેને સાફ પાણીથી ધોઈ નાખો. આ રીત ખંજવાળથી તરત રાહત પહોંચાડશે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

3) જૈતુનનું તેલ અથવા તો બદામનું તેલ જેવા એસેન્શિયલ ઓઈલથી માથાને મસાજ કરો. જો તમે ઈચ્છો તો તેલના મિશ્રણનો પણ પ્રયોગ કરી શકો છો. તેનાથી ખંજવાળમાં રાહત મળશે અને વાળ ભરાવદાર પણ બનશે.

4) દહીંથી માથાની ત્વચા પર મસાજ કરો અને થોડા સમય માટે તેને રહેવા દો. પછી વાળ ધોઈ નાંખવા. તે વાળ અને માથાની ત્વચાને પોષણ આપવાની એક રીત છે.

5) નારિયેળના તેલમાં પૂરતી માત્રામાં કપૂર ભેળવીને, માથાની ત્વચા પર મસાજ કરો તેનાથી ખંજવાળ શાંત થશે અને કોઈપણ પ્રકારનું ઈન્ફેક્શન હશે તો પણ સારું થઈ જશે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

Next Article