World Sleep Day: આરોગ્યને તરોતાજા રાખતી ઉંધ વિશે રસપ્રદ માહિતિ, જાણો ભારતીયો કેટલા કલાક ઉંઘે છે

|

Mar 19, 2021 | 12:30 PM

ઊંઘ લેવી પણ શરીરની દૈનિક પ્રવૃત્તિનો એક ભાગ છે. શરીરને સ્વસ્થ રાખવાની સાથે ઊંઘ પણ સ્વસ્થ રહેવી ખુબ જ જરૂરી છે. જેને લઈને World Sleep Day મનાવવામાં આવે છે.

World Sleep Day: આરોગ્યને તરોતાજા રાખતી ઉંધ વિશે રસપ્રદ માહિતિ, જાણો ભારતીયો કેટલા કલાક ઉંઘે છે

Follow us on

World Sleep Day:  માણસને જીવવા માટે શ્વાસ લેવો જેટલો જરૂરી છે તેટલી જ ઊંઘ લેવી જરૂરી છે. જે લોકો ઉંઘ પર ધ્યાન નથી આપતા  તેમના માટે જ World Sleep Day મનાવવામાં આવે છે. ઊંઘ અને સ્વસ્થતાને લઈને દર વર્ષે ભારતીયો માટે ખુશખબરી હોય છે. આવો જાણીએ આપણી ઊંઘ અને  સ્વાસ્થ્ય સાથે જોડાયેલી વાતો વિશે.

ભારતીયોએ  હવે સૂવાના સમયને લઈને  ગંભીરતાથી વિચારવાનું શરૂ કર્યું  છે.  આ પાછળનું કારણ કોરોના મહામારી છે. કોરોના મહામારીને કારણે લોકોએ 2019 ના અંતથી ઘરેથી કામ કરવાનું શરૂ કરી દીધું છે. જેને લઈને રહેણીકરણી અને કામ કરવાની રીત બદલાઈ ગયા છે.

ધ ગ્રેટ ઇન્ડિયન સ્લીપ સ્કોરકાર્ડ (GISS) 2021 ઊંઘના  સુધારણાના સંકેતો બતાવે છે. જો કે GISSએ એમ પણ જણાવ્યું હતું કે, 92% ભારતીયો સૂતા પહેલા તેમના ફોન પર નજર રાખે છે. સ્લીપ એન્ડ હોમ સોલ્યુશન્સ કંપની વેકફિટ દ્વારા પ્રકાશિત વાર્ષિક ગ્રેટ ઇન્ડિયન સ્લીપ સ્કોરકાર્ડ (GISS) 2021 ના ​​અનુસાર, વર્લ્ડ સ્લીપ ડે પહેલાંજ કરવામાં આવેલા સર્વમાં સામે આવ્યું હતું કે રાત્રે 10 વાગ્યે સુતા લોકોની સંખ્યામાં 100 ટકાનો વધારો થયો છે. જલ્દી સુવામાં 18 વર્ષના બાળકોમાં સૌથી વધુ છે. જેમાંથી 50 ટકા બાળકો હવે વહેલા સુઈ રહ્યા છે. જ્યારે 2020 માત્ર 22 ટકા હતા. એટલું જ નહીં, અડધી રાત પછી સૂઈ રહેલાઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રસપ્રદ વાત એ છે કે, આ વર્ષે 24% લોકોએ કહ્યું કે અનિદ્રાનાં શિકાર બન્યા  છે. જ્યારે ગયા વર્ષે તેમનો આંકડો માત્ર 19 ટકા હતો. આ પરિણામો ભારતના 18 શહેરોમાં રહેતા અને 18 થી 45 વર્ષની વયજૂથના 16,000 ઉત્તરદાતાઓના ડેટા પર આધારિત છે. માર્ચ 2020થી ફેબ્રુઆરી 2021 સુધી તેઓનો સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેક્ષણ કરાયેલા 42% લોકોએ જણાવ્યું છે કે ગાદલાની સુધારેલી ગુણવત્તા તેમની ઊંઘની ગુણવત્તામાં વધારો કરશે. જ્યારે ગયા વર્ષે આવા માનનારા લોકોની સંખ્યા માત્ર 22% હતી.

2008 થી વર્લ્ડ સ્લીપ ડેની ઉજવણી કરે છે. પ્રથમ વિશ્વ સ્લીપ ડે 14 માર્ચે ઉજવવામાં આવ્યો હતો. પ્રથમ સ્લીપ ડે સૂત્ર હતું – સ્લીપ વેલ લીવ ફુલી અવેક. વર્ષ 2021 માં તે શુક્રવારે 19 માર્ચે છે અને તેનું સૂત્ર છે -રેગ્યુલર સ્લીપ, હેલ્થી ફ્યુચર. આ દિવસની ઉજવણીનો હેતુ સારી ઊંઘના ફાયદાઓ ઉજવવા અને ઊંઘની અછતને કારણે લોકોને સમસ્યાઓ, તેની સારવાર અને નિવારણ વિશે જાગૃત કરવાનો છે.

જે રીતે માણસનને ફિટ અને હેલ્થી રાખવા માટે જમવાનું અને કસરતના મહત્વને નકારી શકતા નથી. તે રીતે ઊંઘ પણ માણસની જિંદગીનો એક હિસ્સો છે. એક સંશોધન અનુસાર, માણસને સ્વસ્થ રહેવા માટે 6-8 કલાક સુધી ઊંઘ લેવી જરૂરી છે. જો સાચી રીતે ઊંઘ લેવામાં ના આવે તો હાર્ટની બીમારીઓ અને ડાયાબિટીસનો ખતરો વધી જાય છે.

સામાન્ય રીતે પુખ્ત વયના લોકો માટે રાત્રે સાતથી નવ કલાકની ઊંઘ લેવાની ભલામણ કરવામાં આવે છે, પરંતુ એથ્લેટ્સે 10 કલાક સૂવું જોઈએ, આ તેમની કામગીરીમાં સુધારો કરી શકે છે, કારણ કે તે તેમના શરીરમાં ઉર્જા અને સ્નાયુઓને સુધારવામાં મદદ કરી શકે છે. જોકે બાળકો પુખ્ત વયના લોકો કરતા વધારે ઊંઘે છે. નવજાત 14 થી 17 કલાક ઊંઘે છે.

Published On - 12:29 pm, Fri, 19 March 21

Next Article