મહિલાઓ માટે કસૂરી મેથી છે વરદાન સમાન, જાણો કેમ ?

|

Oct 22, 2020 | 2:42 PM

મોટાભાગે મહિલાઓની રસોઈમાં કસૂરી મેથી જરૂરથી જોવા મળે છે. તે ભોજનનો સ્વાદ અને સુગંધ વધારવામાં મદદ કરે છે. પણ તેના સેવનથી જેટલો લાભ મહિલાઓને થાય છે તે જાણ્યા પછી તમને કસૂરી મેથી કોઇ વરદાનથી ઓછું નહીં લાગશે. આવો જાણીએ મહિલાઓએ કસૂરી મેથીનું સેવન શા માટે કરવું જોઈએ ? 1). કસૂરી મેથી બ્લડશુગરને નિયંત્રિત કરવાનું કામ […]

મહિલાઓ માટે કસૂરી મેથી છે વરદાન સમાન, જાણો કેમ ?

Follow us on

મોટાભાગે મહિલાઓની રસોઈમાં કસૂરી મેથી જરૂરથી જોવા મળે છે. તે ભોજનનો સ્વાદ અને સુગંધ વધારવામાં મદદ કરે છે. પણ તેના સેવનથી જેટલો લાભ મહિલાઓને થાય છે તે જાણ્યા પછી તમને કસૂરી મેથી કોઇ વરદાનથી ઓછું નહીં લાગશે. આવો જાણીએ મહિલાઓએ કસૂરી મેથીનું સેવન શા માટે કરવું જોઈએ ?

1). કસૂરી મેથી બ્લડશુગરને નિયંત્રિત કરવાનું કામ કરે છે. તે ડાયાબિટીસ અને ટાઇપ ટુ ડાયાબિટીસથી બચાવવામાં પણ સહાયક થાય છે અને એટલા માટે કસૂરી મેથીનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં કરવુ જોઈએ અને બ્લડસુગરનું સંતુલન જાળવવું જોઈએ.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

2). નવજાત શિશુઓની માતાઓ માટે પણ કસૂરી મેથી ખૂબ જ ફાયદાકારક છે. તે દૂધ વધારવામાં ઉપયોગી થાય છે, જેથી બાળકનું પેટ સારી રીતે ભરાય છે અને તે ભૂખ્યું નથી રહેતું.

3). મહિલાઓમાં મેનોપોઝના સમયે થવાવાળા હોર્મોનલ બદલાવ માટે પણ કસૂરી મેથીનું સેવન ખૂબ જ લાભકારક સાબિત થાય છે, અને શરીર માં દુખાવા જેવી સમસ્યાઓથી છુટકારો અપાવે છે.

4). જો તમે કોલેસ્ટ્રોલ ઓછું કરવા માંગો છો તો રોજ કસૂરી મેથીનું સેવન ભોજનમાં કરવું જરૂરી છે. તમે ઈચ્છો તો રાત્રિ દરમિયાન તેને પાણીમાં પલાળી રાખો અને સવારે આ પાણીનું સેવન ખાલી પેટે કરવું જોઈએ.

5). પેટ અને લિવરની સમસ્યાઓનો હલ પણ કસૂરી મેથી પાસે છે. ગેસ,ડાયરિયા, કબજિયાત અને અન્ય સમસ્યાઓના સમાધાન માટે પણ તમે તેનું સેવન કરી શકો છો.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article