લો બ્લડપ્રેશરની સમસ્યાને અવગણવી પડી શકે છે ભારે, જાણો લક્ષણો અને ત્વરિત ઉપાય

|

Oct 12, 2020 | 3:51 PM

હાઈ બીપીની જેમ હાઇપરટેન્શન એટલે કે લો બ્લડપ્રેશરની સમસ્યા પણ ગંભીર થઈ શકે છે. આજની ભાગદોડવાળી લાઈફમાં અનિયમિત બ્લડપ્રેશરની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. બ્લડપ્રેશર હાઈ હોય કે લો, બંનેમાં દર્દીઓને સમસ્યાનો સામનો કરવો પડે છે. હાઈ બીપીથી થનારી સમસ્યાથી બધા અવગત છે, પણ લો બીપી તરફ કોઈનું ધ્યાન નથી જતું. ધબકારા અચાનક વધી ઘટી […]

લો બ્લડપ્રેશરની સમસ્યાને અવગણવી પડી શકે છે ભારે, જાણો લક્ષણો અને ત્વરિત ઉપાય

Follow us on

હાઈ બીપીની જેમ હાઇપરટેન્શન એટલે કે લો બ્લડપ્રેશરની સમસ્યા પણ ગંભીર થઈ શકે છે. આજની ભાગદોડવાળી લાઈફમાં અનિયમિત બ્લડપ્રેશરની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. બ્લડપ્રેશર હાઈ હોય કે લો, બંનેમાં દર્દીઓને સમસ્યાનો સામનો કરવો પડે છે. હાઈ બીપીથી થનારી સમસ્યાથી બધા અવગત છે, પણ લો બીપી તરફ કોઈનું ધ્યાન નથી જતું.

ધબકારા અચાનક વધી ઘટી જવા, ચક્કર આવવા, ધૂંધળું દેખાવું લો બીપીના લક્ષણ છે. આવો જાણીએ કે લો બીપી થઈ જાય તો કઈ ફૂડ આઈટમનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

1). આવા દર્દીઓ માટે મીઠુંનું પાણી ફાયદાકારક છે. લો બ્લડપ્રેશર થવા પર એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી મીઠું નાંખીને પી શકો છો. આ ઉપરાંત મીઠું, ખાંડ અને પાણીનું મિશ્રણ પણ બ્લડપ્રેશર નોર્મલાઈઝ કરે છે. આ ઉપરાંત ઇલેક્ટ્રોલ પીવું પણ ફાયદાકારક રહેશે.

 

2). લો બીપીને તુરંત કંટ્રોલ કરવું હોય તો કોફીનું સેવન શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થશે. કોફીમાં રહેલ કેફીન બ્લડપ્રેશરને નોર્મલ કરવા મદદ કરે છે. જોકે તે સીમિત માત્રામાં લેવું જોઈએ તેનું વધુ પડતું સેવન ડીહાઇડ્રેશનની સમસ્યા ઉભી કરી શકે છે.

3). અચાનક બીપી ઓછું થવાથી ચક્કર, બેહોશી, આંખની આગળ અંધારા આવે છે. તેવામાં તરત ઉપચારની જરૂર છે. કંઈ નમકીન કે મીઠું ખાવાથી બીપી કંટ્રોલમાં રહે છે. આ ઉપરાંત દાડમ, ખજૂર, મૂળા અને પાલક ખાવાથી પણ બ્લડપ્રેશરની તકલીફમાંથી છુટકારો મળે છે.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article