Jeera Water: ચરબી વધી ગઈ હોય તો કરો જીરા પાણીનું સેવન, ઝડપથી ઘટશે વજન

|

Apr 05, 2021 | 4:59 PM

આજની લાઈફસ્ટાઈલ પ્રમાણે લોકોના વજન વધવા લાગે છે. વજન ઘટાડવા માટે લોકો ડાયેટ પ્લાનમાં બદલાવ કરતા હોય છે. ઘણા લોકો વજન ઘટાડવા માટે જીમમાં પરસેવો વહેડાવતા હોય છે. આમ છતાં પણ વજન ઘટતું નથી.

Jeera Water: ચરબી વધી ગઈ હોય તો કરો જીરા પાણીનું સેવન, ઝડપથી ઘટશે વજન

Follow us on

આજની લાઈફસ્ટાઈલ પ્રમાણે લોકોના વજન વધવા લાગે છે. વજન ઘટાડવા માટે લોકો ડાયેટ પ્લાનમાં બદલાવ કરતા હોય છે. ઘણા લોકો વજન ઘટાડવા માટે જીમમાં પરસેવો વહેડાવતા હોય છે. આમ છતાં પણ વજન ઘટતું નથી. આજે અમે તમને ઘરેલુ નુસખા વિશે જણાવીશું. જેનો ઉપયોગ કરીને તમે થોડા જ અઠવાડિયામાં વજન ઘટાડી શકો છો. આપણે સૌ જીરાનો ઉપયોગ મસાલા તરીકે કરતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે, જીરાના સેવનથી તમારું વજન ઘટે છે. એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, જીરું પાણી (Jeera Water) સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને સાથે વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે.

 

જીરૂ આપણા પાચનતંત્રને મજબૂત કરવામાં મદદરૂપ છે. આ સિવાય શરીરમાંથી ટોક્સિક પદાર્થને પણ દૂર કરે છે. જીરાનું સેવન સ્વાસ્થ્યની સાથે-સાથે ત્વચા માટે બેહદ ફાયદાકારક છે. જો તમે પણ વજન ઘટાડવા માંગતા હોય તો જીરા પાણીનું (Jeera Water)સેવન કરવું જોઈએ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

જીરુમાં ચરબી ઘટાડનારા તત્વો હોય છે, જે ચરબી ઓગાળવામાં મદદ કરે છે. આ ઉપરાંત જીરું આયુર્વેદમાં પણ આરોગ્ય માટે ફાયદાકારક હોવાનું પણ કહેવામાં આવે છે. નિષ્ણાતોના મતે જીરું આપણા પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે સાથે જ શરીરમાંથી ઝેરી પદાર્થોને કાઢવાનું કામ કરે છે. પાચન તંત્ર વજન ઘટાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. દરરોજ જીરુંનું સેવન કરવાથી તમારું વજન ઓછું થાય છે. તે તમારી ચરબી બર્ન કરવામાં મદદ કરે છે.

 

આવો જાણીએ શા માટે મોટાભાગના લોકો તેમના આહારમાં જીરું પાણી સામેલ કરવાની સલાહ આપે છે. તે તમને કેવી રીતે ફાયદો કરે છે. જ્યારે જીરું પાણીમાં ઉમેરવામાં આવે છે, ત્યારે તેના તમામ પોષક તત્વો તે પાણીમાં ભળી જાય છે. જેના કારણે તેનો રંગ આછો પીળો દેખાય છે. જીરુંમાં 7 કેલરી હોય છે. આ સિવાય તે હેલ્ધી ડિટોક્સ ડ્રિંક છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આ પીવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરાઈ રહે છે. તમે ખાતા પહેલા જીરું પાણી પી શકો છો. આ પીવાથી તમારી ભૂખ શાંત થશે.

 

 

જો તમે જલદીથી વજન ઓછું કરવા માંગતા હોય તો પછી દિવસમાં 3થી 4 વખત જીરું પાણી પીવો. સવારે ઉઠ્યા પછી તમે ડિટોક્સિફાઈંગ પીણું તરીકે પી શકો છો. બપોરના ભોજન સુધી તમારું પેટ ભરાયેલું રહેશે. રાતે જમ્યા બાદ પણ જીરું પાણી પી શકો છો, જેથી તમારું પાચનતંત્ર મજબૂત થાય. જો તમે ઈચ્છો તો તમે જીરું પાણીમાં લીંબુ અને એક ચપટી તજ પણ ઉમેરી શકો છો. તજમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે બ્લડશુગરની માત્રાને કન્ટ્રોલ કરવાનું કામ કરે છે. આ સાથે જ વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article