Health Tips: જો તમારું પેટ પણ ખરાબ રહેતું હોય તો કરો આ 5 વસ્તુનું સેવન, પેટ રહેશે સ્વસ્થ

|

Mar 20, 2021 | 7:57 PM

Health Tips: કહેવામાં આવે છે કે પેટ સ્વસ્થ હોય તો આખું શરીર સ્વસ્થ રહે છે. સ્વસ્થ રહેવા માટે પેટને સ્વસ્થ રાખવું બહુ જ જરૂરી છે. જો પેટ સારું હોય તો શરીરની ઘણી બીમારીઓ સામે લડી શકાય છે.

Health Tips: જો તમારું પેટ પણ ખરાબ રહેતું હોય તો કરો આ 5 વસ્તુનું સેવન, પેટ રહેશે સ્વસ્થ

Follow us on

Health Tips: કહેવામાં આવે છે કે પેટ સ્વસ્થ હોય તો આખું શરીર સ્વસ્થ રહે છે. સ્વસ્થ રહેવા માટે પેટને સ્વસ્થ રાખવું બહુ જ જરૂરી છે. જો પેટ સારું હોય તો શરીરની ઘણી બીમારીઓ સામે લડી શકાય છે. આપણે જે ખાઈએ છીએ તેની અસર તમારા સ્વાસ્થ્ય અને પેટ પર પડે છે. આજકાલ લોકો તેની લાઈફસ્ટાઇલ અને સમયની અનુકૂળતાને લઈને ફાસ્ટફૂડ અને જંક ફૂડ ખાઈ લેતા હોય છે. આ ફક્ત સ્વાસ્થ્ય માટે નુકસાનકારક જ નથી પરંતુ પાચનતંત્રને પણ ખરાબ કરે છે. જમવાનું સરખું ના પચવાને કારણે પેટ સંબંધિત સમસ્યા થાય છે. પેટને સ્વસ્થ રાખવા માટે હેલ્થી વસ્તુનું સેવન કરવું જોઈએ.

 

જો તમે તમારી ડાયેટમાં વધુ તેલ મસાલાથી બનેલી વસ્તુને સામેલ કરો છો તો ફક્ત તમારું પેટ જ ખરાબ નથી કરતું પરંતુ તેનું સેવન તમારું વજન વધારી શકે છે. રાતે તળેલી વસ્તુ ખાવાથી જલ્દી પચતી નથી અને જેના કારણે તમારું પેટ ખરાબ થાય છે. ગેસ-અપચા જેવી સમસ્યા થાય છે. આ માટે ડાયેટમાં હેલ્થી વસ્તુઓને સામેલ કરો. જે આસાનીથી પછી જાય. આજે અમે તમને એવા ફૂડ વિશે બતાવવા જઈ રહ્યા છીએ જે તમારા પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

 

સફરજન
સફરજન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. સફરજનમાં પોટેશિયમ, વિટામિન એ, ફોસ્ફરસ, વિટામિન સી અને ઘણા ખનિજો મળી આવે છે, જે પેટની સમસ્યાઓથી રાહત આપવામાં મદદ કરે છે.

 

કેળા
કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કેળામાં રહેલા કાર્બોહાઈડ્રેટ પૂરતું પ્રમાણ શરીરમાં લોહી વધવાની સાથે સાથે તેની શક્તિમાં પણ વધારો કરે છે. કેળામાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર મળી આવે છે જે પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

 

બીટ
બીટને આયર્નનો સારો સ્રોત માનવામાં આવે છે. પાઈલ્સવાળા દર્દીઓ માટે બીટ પણ ખૂબ ફાયદાકારક છે. બીટનો રસ કમળો, હિપેટાઈટિસ અને ઉલ્ટીના ઉપચારમાં અસરકારક છે. આટલું જ નહીં, તેના સેવનથી પેટને સ્વસ્થ રાખી શકાય છે.

 

ઓટ્સ
ઓટમીલમાં ફાઈબર, મિનરલ્સ અને વિટામિનથી ભરપુર છે. ડાયટમાં ઓટમીલને સામેલ કરવાથી પેટને સ્વસ્થ રાખી શકાય છે. સવારના નાસ્તામાં ઓટમીલ ખાવાથી વજન અને કબજિયાતની સમસ્યાથી મુક્તિ મળી શકે છે.

 

દહીં
જો તમને દહીં ખાવાનું પસંદ હોય તો તે તમારા પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. દહીંમાં અજમો નાખીને ખાવાથી કબજિયાત દૂર થઈ શકે છે. દહીં પેટને ઠંડુ રાખે છે, જેનાથી પેટની સમસ્યાઓ દૂર થાય છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article