ઘરે જ ડાયાબિટીસ ચેક કરતાં હોવ, તો આ ભૂલ કદાપી ના કરતાં

|

Oct 10, 2020 | 12:36 PM

ડાયાબિટીસ એક ક્રોનિક રોગ છે. જેમાં બ્લડ સુગરનું લેવલ મેઇન્ટેઇન કરવું ખૂબ જરૂરી છે. જે કાબુમાં ન રહે તો શરીરના બીજા અંગો પર પણ તેની અસર પડી શકે છે. આજના સમયમાં ઘરે જ ડાયાબિટીઝ ચેક કરી શકાય છે. બસ તમારી પાસે ગ્લુકોમિટર હોવું જરૂરી છે. જો કે ડાયાબિટીઝ ચેક કરતી વખતે તમારે નીચેની ભૂલો કરવાથી […]

ઘરે જ ડાયાબિટીસ ચેક કરતાં હોવ, તો આ ભૂલ કદાપી ના કરતાં

Follow us on

ડાયાબિટીસ એક ક્રોનિક રોગ છે. જેમાં બ્લડ સુગરનું લેવલ મેઇન્ટેઇન કરવું ખૂબ જરૂરી છે. જે કાબુમાં ન રહે તો શરીરના બીજા અંગો પર પણ તેની અસર પડી શકે છે. આજના સમયમાં ઘરે જ ડાયાબિટીઝ ચેક કરી શકાય છે. બસ તમારી પાસે ગ્લુકોમિટર હોવું જરૂરી છે. જો કે ડાયાબિટીઝ ચેક કરતી વખતે તમારે નીચેની ભૂલો કરવાથી બચવું જોઈએ.

1). સામાન્ય રીતે ખોરાક ખાધા પછી બ્લડસુગર ચેક કરવામાં આવે છે. અને શરીરમાં ગ્લુકોઝનું સ્તર કેટલું છે તે માપવામાં આવે છે. તેવામાં ભોજન કર્યાના 2 કલાક પછી ચેક કરવાને બદલે જ્યારે ભોજન શરૂ કર્યું હોય ત્યારે જ તપાસ કરવી જોઇએ.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

2). જો તમે ઇચ્છો છો કે સાચું રીડિંગ મળે તો દરરોજ એક જ સમયે તપાસ કરવી જોઈએ. અલગ અલગ સમયે તપાસ કરવાથી તેમાં બદલાવ આવે છે.

3). રોજ બ્લડ સુગર માપતા લોકો એક મોટી ભૂલ એ કરે છે કે દરરોજ ચેક કરવા માટે એક જ આંગળીનો ઉપયોગ કરે છે. તેના કારણે આંગળીમાં દુઃખાવાની સમસ્યા ઉભી થઈ શકે છે. એટલે સમયાંતરે અલગ અલગ આંગળી પર તપાસ કરતા રહો.

4). કેટલાક દર્દીઓ 5-6 તપાસમાં એક જ સોંયનો ઉપયોગ કરે છે. તેવું કરવાથી ઇન્ફેક્શનનો ડર રહેલો છે. જેથી એક તપાસ બાદ સોંય બદલી નાંખવી જોઈએ.

5). જે આંગળી પર તમે તપાસ કરવાના હોવ તેને પહેલા સારી રીતે સેનિટાઈઝ કરો. તે સુકાવા દો. અને પછી સોંય નાંખો. ટેસ્ટ પહેલા અને ટેસ્ટ પછી આંગળીને સેનીટાઈઝ કરી દો.

આ પણ વાંચોઃમહિનાના એ ચાર દિવસોમાં થતાં અસહ્ય દુઃખાવાથી રાહત મેળવવા અપનાવો આ દાદીમાના નુસખા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article