જો તમને પણ આ લક્ષણો જોવા મળે તો હોય છે vitamin Cની ખામી, આ રીતે કરો બચાવ

|

Feb 17, 2021 | 3:21 PM

વિટામિન Cની(vitamin C)  કમીથી શરીરમાં ઘણા પ્રકારની બીમારીઓ થાય છે. આપણા શરીરમાં વિટામિન C થોડા જ મહિનામાં ખતમ થઇ જાય છે.

જો તમને પણ આ લક્ષણો જોવા મળે તો હોય છે vitamin Cની ખામી, આ રીતે કરો બચાવ

Follow us on

આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે બધા જ પોષક તત્વોની જરૂરત હોય છે. આપણું ખાવા-પીવાનું એવું હોય છે કે હેલ્થી ડાયટના નામ પર આપણે ફક્તને ફક્ત પેટ જ ભરીએ છીએ. જેનાથી આપણા શરીરમાં ઘણા પ્રકારના જરૂરી પોષક તત્વોની કમી થઇ જાય છે. આપણા શરીરમાં વિટામિન C (vitamin C) અગત્યનું પોષક તત્વ છે.

વિટામિન Cની(vitamin C)  કમીથી શરીરમાં ઘણા પ્રકારની બીમારીઓ થાય છે. આપણા શરીરમાં વિટામિન C થોડા જ મહિનામાં ખતમ થઇ જાય છે. જો લગાતાર વિટામિન C વાળા આહારનું સેવન કરવામાં નહીં આવે તો બોડીમાં વિટામિન Cની કમી થઇ જાય છે.

વિટામિન સીની ઉણપ દૂર કરવા કરો ખોરાકનું સેવન

શરીરમાં વિટામિન સીનું નિર્માણ થયું નથી. પરંતુ ડાયટથી વિટામિનની કમીને પુરી કરી શકાય છે. આવો જાણીએ વિટામિન સીની કમીના લક્ષણોને કેવી રીતે ઓળખી શકાય છે. અને તેનો ઉપચાર કરી શકાય છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
  • વજન વધવું
  • તાવ આવવો
  • ચીડિયાપણું અનુભવવું
  • પગમાં દર્દ થવું
  • ત્વચા રુક્ષ થવી
  • હાડકા કમજોર થવા
  • ઇમ્યુનીટી સિસ્ટમ કમજોર થવી
  • ભૂખ ઓછી લાગવી

 

વિટામિન Cનું પ્રમાણ વધારવા માટે કરો આ સેવન

1.વિટામિન સીના સ્ત્રોત

જામફળ, થાઇમ, કિવિ, બ્રોકોલી, લીચી, પપૈયા, સ્ટ્રોબેરી અને નારંગી એ વિટામિન સીથી ભરપૂર છે. આ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાની સાથે તમને સ્વસ્થ પણ રાખશે.

2.ફ્રૂટ જ્યુસનું સેવન કરો

એવાં ઘણાં ફળો છે જેમાં વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. વિટામિન સીની ઉણપને પૂર્ણ કરવા માટે, તમારે નારંગી, લીચી, અનેનાસ, તરબૂચ, ચેરીનો રસ પીવો જોઈએ. આ ફળોનો રસ વિટામિન સીની કમી પુરી કરશે અને ઇમ્યુનીટી બુસ્ટ કરશે.

3.મિલ્ક શેક અથવા સ્મુધી પીઓ

ઘણા પ્રકારના મિલ્ક શેક અને સ્મૂધિ તમને વિટામિન સી પણ આપી શકે છે. સ્ટ્રોબેરી શેક, કેરી શેક, એપલ શેક, કિવિ સ્મૂદી અને પપૈયા સ્મૂદીએ સ્વાદિષ્ટ પીણાં છે જે વિટામિન સીથી ભરપુર હોય છે. તેનું સેવન કરવાથી તમે શરીરમાં વિટામિન સીની ઉણપને પૂર્ણ કરી શકો છો.

 

Published On - 3:20 pm, Wed, 17 February 21

Next Article