Human Breast Milk: માતાનું દૂધ હવે તૈયાર થશે લેબમા, ટૂંક સમયમાં આવશે બજારમાં

|

Jun 05, 2021 | 5:31 PM

Human Breast Milk : નવજાત શિશુ માટે માતાના (Human Breast Milk ) દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. આ જ કારણ છે કે જન્મના ઘણા સમય પછી કેટલીય માતા શિશુને બ્રેસ્ટ ફીડ કરાવે છે. પરંતુ કેટલીક વાર ઉચિત આહાર ન લેવો કે અન્ય કારણોસર બ્રેસ્ટ મિલ્ક બનતુ નથી. જેના કારણે માતાપિતા ઘણા પરેશાન થઇ જાય છે.

Human Breast Milk: માતાનું દૂધ હવે તૈયાર થશે લેબમા, ટૂંક સમયમાં આવશે બજારમાં
સાંકેતિક તસ્વીર

Follow us on

Human Breast Milk : નવજાત શિશુ માટે માતાના (Human Breast Milk ) દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. આ જ કારણ છે કે જન્મના ઘણા સમય પછી પણ કેટલીય માતા શિશુને બ્રેસ્ટ ફીડ કરાવે છે. પરંતુ કેટલીક વાર ઉચિત આહાર ન લેવો કે અન્ય કારણોસર બ્રેસ્ટ મિલ્ક બનતુ નથી. જેના કારણે માતાપિતા ઘણા પરેશાન થઇ જાય છે.

આવા લોકો માટે રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. ટેક્નોલોજીએ એ હદ સુધી પ્રગતિ કરી લીધી છે કે બ્રેસ્ટ મિલ્ક હવે પ્રયોગશાળા એટલે કે સાયન્સ લેબમાં તૈયાર કરી શકાશે. આ દૂધમાં પણ હવે બ્રેસ્ટ મિલ્કની જેમ જ પોષકતત્વો હશે.

આ વિષયમાં અમેરિકાની મહિલા વૈજ્ઞાનિકે દુનિયામાં પહેલીવાર પ્રયોગ કર્યો છે. આ અંતર્ગત હવે માંના દૂધની જેમ જ પૌષ્ટિક દૂધ લેબમાં તૈયાર કરી શકાશે. વૈજ્ઞાનિકોએ આને બાયોમિલ્ક નામ આપ્યુ છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે આ વિષયમાં વાત કરતા વૈજ્ઞાનિકોએ જણાવ્યુ કે બાયોમિલ્કમાં પોષક તત્વોનું લેબ ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યુ છે. બાયોમિલ્કમા માતાના દૂધની જેમ જ પોષક તત્વ,પ્રોટીન પર્યાપ્ત માત્રામાં રહે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જો કે એ પણ કહેવામાં આવી રહ્યુ છે કે દૂધમાં જે પોષક તત્વો છે તે બ્રેસ્ટ મિલ્ક કરતા વધારે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

બાયોમિલ્ક બનાવનારી કંપનીના સહ સંસ્થાપક અને મુખ્ય વિજ્ઞાન અધિકારી લૈલા સ્ટ્રિકલેન્ડે આ વિષયમાં વાત કરતા જણાવ્યુ  કે દૂધમા ભલે એન્ટીબોડી ન હોય પરંતુ બાયો મિલ્કની ન્યુટ્રીશનલ અને બાયોએક્ટિવ કમ્પોઝીશન કોઇપણ અન્ય પ્રોડક્ટની તુલનામાં વધારે છે. લૈલા સ્ટ્રિકલેન્ડે જણાવ્યુ કે બાયોમિલ્ક બનાવવાનો આઈડિયા તેમને ત્યારે આવ્યો જ્યારે તેમનુ બાળક સમય પહેલા જ જનમ્યુ અને તેમના શરીરમાં બ્રેસ્ટ મિલ્ક બનવાનું શરુ થયુ નહોતુ.

એવામાં તેમને પોતાના બાળકને ફીડિંગ કરાવવા માટે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તેમણે કેટલીય કોશિશ કરી પરંતુ કોશિશો બેકાર ગઇ અને પરિણામ શૂન્ય આવ્યુ. આનાથી પ્રેરિત થઇને વર્ષ 2013માં પ્રયોગશાળાની અંદર મેમરી કોશિકાઓ પેદા કરવાનું શરુ કર્યુ . તે બાદ વર્ષ 2019માં ફૂડ વિજ્ઞાની મિશેલ ઇગ્ગેરને પણ સાથે લીધા અને આ પ્રયોગને અંજામ આપ્યો. વૈજ્ઞાનિકોએ કહ્યુ કે ત્રણ વર્ષમાં આ દૂધ બજારમા ઉપલબ્ધ થઇ શકશે.

Next Article