AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાપેલા કાંદા તમારા આરોગ્ય માટે કેવી રીતે થઈ શકે છે ઉપયોગી ?

આમ તો કાંદાનું સેવન કરવાથી ઘણો લાભ મળે છે. પરંતુ કાપેલી ડુંગળી ફક્ત તમારા શરીરના કેટલાક ભાગો પર કલાકો સુધી રાખવાથી પણ ઘણી આરોગ્યલક્ષી સમસ્યાને દૂર કરે છે. આવો જાણીએ કે કાપેલા કાંદાને મોજામાં રાખીને રાતભર પહેરી રાખવાથી આરોગ્યને કયા ફાયદા થાય છે ? મોજા અને કાંદાનો આ ઉપાય તાવમાં સૌથી વધારે પ્રભાવશાળી છે. જો […]

કાપેલા કાંદા તમારા આરોગ્ય માટે કેવી રીતે થઈ શકે છે ઉપયોગી ?
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 26, 2020 | 8:59 AM
Share

આમ તો કાંદાનું સેવન કરવાથી ઘણો લાભ મળે છે. પરંતુ કાપેલી ડુંગળી ફક્ત તમારા શરીરના કેટલાક ભાગો પર કલાકો સુધી રાખવાથી પણ ઘણી આરોગ્યલક્ષી સમસ્યાને દૂર કરે છે. આવો જાણીએ કે કાપેલા કાંદાને મોજામાં રાખીને રાતભર પહેરી રાખવાથી આરોગ્યને કયા ફાયદા થાય છે ?

મોજા અને કાંદાનો આ ઉપાય તાવમાં સૌથી વધારે પ્રભાવશાળી છે. જો તમને તાવ આવતો હોય તો રાત્રે સૂતી વખતે આ ઉપાય જરૂર અજમાવો અને આરામથી સુઈ જાવ. ડુંગળી તમારા શરીરની બધી જ ગરમી શોષી લેશે અને તમે રાહત અનુભવશો.

ડુંગળી એન્ટી બેક્ટેરિયલ અને એન્ટીવાયરસથી ભરપુર છે. શરીરના કોઈપણ ભાગમાં રાખવાથી અથવા તો તેને ઘસવાથી તે બેક્ટેરિયાનો નાશ કરે છે. અને વધેલા તાપમાનને ઓછું કરે છે.

ડુંગળીને પગમાં રાખીને ઊંઘવાથી પગમાંથી આવતી દુર્ગંધને પણ દૂર કરી શકાય છે. કારણ કે ડુંગળીની તીવ્ર દુર્ગંધ પોતાની આસપાસના વાયુને પણ શુદ્ધ કરવામાં મદદરૂપ થાય છે. એવું માનવામાં આવે છે કે ડુંગળીને આવી રીતે પગની વચ્ચે રાખવાથી પેટના સંક્રમણથી પણ રાહત મળે છે. અને તેને સંબંધિત બીમારીઓ પણ દૂર થાય છે. તે લોહીને શુદ્ધ કરવામાં પણ મદદરૂપ થાય છે.

આ ઉપાય નાની આંતરડા અને મૂત્રાશયની સમસ્યાઓ માટે પણ ફાયદાકારક છે. આ ઉપરાંત શરદી-ખાંસી અને સંક્રમણ માટે પણ તમે આ રીત અજમાવી શકો છો.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">