તુલસીના ફાયદાઓ વિશે નથી ખબર તો જાણી લો, આ રોગ માટે અકસીર ઈલાજ છે તુલસી

|

May 20, 2019 | 3:32 AM

હિંદુ ધર્મમાં તુલસીને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તુલસીમાં ગુણો હોય છે અને તે પવિત્ર છોડ હોવાથી મંદિરો અને ઘરોમાં પણ જોવા મળે છે. તુલસીનો છોડ સૌથી વધારે ફાયદાકારક ચામડીને લઈને હોય છે જેના લીધે ચામડીના રોગો થતા નથી અને એક નવો જ નિખાર ચામડીમાં આવે છે.  આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રંપે આ દેશને આપી […]

તુલસીના ફાયદાઓ વિશે નથી ખબર તો જાણી લો, આ રોગ માટે અકસીર ઈલાજ છે તુલસી

Follow us on

હિંદુ ધર્મમાં તુલસીને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તુલસીમાં ગુણો હોય છે અને તે પવિત્ર છોડ હોવાથી મંદિરો અને ઘરોમાં પણ જોવા મળે છે. તુલસીનો છોડ સૌથી વધારે ફાયદાકારક ચામડીને લઈને હોય છે જેના લીધે ચામડીના રોગો થતા નથી અને એક નવો જ નિખાર ચામડીમાં આવે છે.

 આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રંપે આ દેશને આપી ધમકી, કહ્યું કે ‘જો લડાઈ થઈ તો અમેરિકા તબાહી મચાવી નાખશે’

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

પ્રદૂષણની સમસ્યાને લઈને લોકો સતત નવા રોગોનો સામનો કરી રહ્યાં છે અને તેમાં ખાસ કરીને હવાના પ્રદૂષણથી ચામડીના રોગો થવાની શક્યતા વધી ગયી છે. તુલસીના પાંદડાઓમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે જેના લીધે બેક્ટેરિયા અને ફૂગથી થતા રોગોની સામે રક્ષણ મળે છે. ખાસ કરીને જો તુલસીના છોડને ઘરની બહાર ઉગાડવામાં આવે તો હવા પણ એકદમ સારી રહે છે અને તુલસીની મહેક આખા ઘરમાં પણ પ્રસરી ઉઠે છે.

TV9 Gujarati

 

ચામડીના રોગો માટે તુલસી એક અસરકારક ઈલાજ


જે લોકો પોતાની ત્વચાને લઈને વધારે કાળજી રાખતા હોય તેમના માટે તુલસી ખાસ ઉપયોગી છે. જો તમે રોજ તુલસીના પાંદડાઓ ખાવાનું રાખો તેના લીધે તમારી ત્વચામાં એક ગ્લો આવી જાય છે. અન્ય રીતે તુલસીનું સેવનમાં તમે તેનો ઉકાળો બનાવીને પણ પી શકો છો. જેમાં તુલસીના દસ પાંદડાઓ, થોડી હળદર, ગોળ વગેરે નાખીને પાણીની સાથે ગરમ કરો. બાદમાં ઉકાળાને ગાળી લો અને તેનું સેવન કરો જેનાથી પણ ઘણાંબધાં ચામડીના રોગો સામે રક્ષણ મળશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article