Health Tips: શરીર માટે કેમ વિટામિન D છે અતિ જરૂરી?

|

May 29, 2021 | 5:17 PM

Health Tips: શરીર માટે વિટામિન ડી(vitamin D) અતિ જરૂરી હોય છે. વિટામિન ડીની કમી શરીર સાથે જોડાયેલી સમસ્યા કેટલીક બીમારીને આમંત્રણ આપે છે.

Health Tips: શરીર માટે કેમ વિટામિન D છે અતિ જરૂરી?

Follow us on

Health Tips: શરીર માટે વિટામિન ડી(vitamin D) અતિ જરૂરી હોય છે. વિટામિન ડીની કમી શરીર સાથે જોડાયેલી સમસ્યા કેટલીક બીમારીને આમંત્રણ આપે છે. પીડા હાલના દિવસોમાં સામાન્ય સમસ્યા છે. દરેક વયના લોકો આ પીડાનો શિકાર થઈ રહ્યા છે. સામાન્ય રીતે વિટામિન ડીની કમીના કારણે આ સમસ્યા ઉભી થાય છે.

 

હેરાન કરવાવાળી વાત એ છે કે શહેરોમાં રહેતા આશરે 80થી 90 ટકા લોકો વિટામિન ડીની કમી સમસ્યાથી પીડિત છે. આજની ભાગદોડવાળા જીવનમાં લોકો તાપમાં વધારે નીકળતા નથી. સાથે-સાથે પૌષ્ટિક ભોજન પણ કરતા નથી. સમસ્યા એ પણ છે કે મોટાભાગના લોકોને તેની માહિતી પણ નથી.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

 

તાપમાં ન રહેવાના કારણે પણ આ સમસ્યા વધે છે. શરીરને મજબુતી આપનાર અને હાડકાંને મજબૂત રાખનાર વિટામિન ડીની ભૂમિકા ચાવીરૂપ હોય છે. તે કેટલીક મોટી બીમારીઓથી પણ બચાવે છે. હાડકા એક ખાસ વય સુધી મજબૂત હોય છે. વિટામિન ડી શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે. નર્વસ અને મસલ્સના કોઓર્ડીનેશન કંટ્રોલ કરે છે. તે કેન્સરને રોકવામાં પણ મદદરૂપ બને છે.

 

નિષ્ણાત તબીબો કહે છે કે કમજોર હાડકાને મજબૂત થવામાં આશરે 150 દિવસનો સમય લાગે છે. જ્યારે ખરાબ થવામાં માત્ર 20 દિવસ લાગે છે. બાળકોમાં વિકાસને ગતિ આપવા માટે પણ વિટામિન ડીની જરૂર હોય છે. મહિલાઓની તુલનામાં વિટામિન ડીની કમી પુરુષોમાં વધારે રહે છે.

 

એક વ્યાપક અને રસપ્રદ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે વિટામીન ડીના ઓછા પ્રમાણને કારણે ઘણી તકલીફ ઉભી થઈ શકે છે. વિટામિન ડીની અછત હાર્ટ સાથે સંબંધિત રોગો માટે પણ જવાબદાર છે. વિટામીન ડીનું પૂરતું પ્રમાણ અતિ જરૂરી છે. ઓછું પ્રમાણ પણ ઘાતક બીમારીઓને આમંત્રણ આપી શકે છે.

 

કાર્ડિયોલોજિસ્ટનું કહેવું છે કે વિટામીન ડીની અછતને લીધે લોકોમાં ડાયાબિટીસ થવાનો ખતરો બે ગણો રહેલો છે. આ ઉપરાંત હાઈ બ્લડ પ્રેશર થવાનો ખતરો 40 ટકા રહે છે અને કાર્ડિયો થવાનો ખતરો 30 ટકા વધારે હોય છે.

 

(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતિ ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની પણ સલાહ લેવી જરૂરી છે.)

Next Article