Health Tips: ડાયાબિટીઝને કંટ્રોલમાં રાખવા માટે હળદરનું આવી રીતે કરો સેવન

|

May 10, 2021 | 10:26 AM

Health Tips: હળદર એક એવો મસાલો છે જેને ફક્ત સ્વાદ માટે જ નહીં પરંતુ તંદુરસ્તી અને સુંદરતા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદમાં હળદરને ઔષધિના રૂપમાં ગણવામાં આવે છે. અને તે ઇમ્યુનિટી તેમજ મેટાબોલિઝમ માટે સારી માનવામાં આવે છે.

Health Tips: ડાયાબિટીઝને કંટ્રોલમાં રાખવા માટે હળદરનું આવી રીતે કરો સેવન
હળદર

Follow us on

Health Tips: હળદર એક એવો મસાલો છે જેને ફક્ત સ્વાદ માટે જ નહીં પરંતુ તંદુરસ્તી અને સુંદરતા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદમાં હળદરને ઔષધિના રૂપમાં ગણવામાં આવે છે. અને તે ઇમ્યુનિટી તેમજ મેટાબોલિઝમ માટે સારી માનવામાં આવે છે.

હળદર એક એવો મસાલો છે જેનો ઉપયોગ તંદુરસ્તી માટે પણ કરી શકાય છે.હળદર ની તાસીર ગરમ હોય છે જેથી ગરમીની સિઝનમાં હળદરનું વધારે સેવન ન કરવું જોઈએ.

હળદર એંટીઓક્સીડેંટ, વિટામિન સી, આયર્ન અને ફાઈબરના ગુણોથી ભરપૂર છે. હળદર ઇમ્યુનિટી અને મેટાબોલિઝમ માટે સારી છે. કેટલાક એક્સપર્ટ માને છે કે હળદરના સેવન કરવાથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત બને છે. એટલું જ નહીં હળદર ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ

ડાયાબિટીઝ આજના સમયમાં એક ગંભીર સમસ્યા છે. ડાયાબિટીસની બીમારીનો કોઈ ઈલાજ નથી. તેને ખાણીપીણી અને લાઈફસ્ટાઈલમાં બદલાવ થી જ કંટ્રોલમાં રાખી શકાય છે.તો તમે પણ જો તમારું બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવા માંગો છો તો હળદરનો આ રીતે ઉપયોગ કરો :

ડાયાબિટીઝ કંટ્રોલમાં રાખવા ફાયદાકારક છે હળદરનું સેવન :

હળદર અને કાળી મરી :
હળદર વાળું દૂધ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ હળદર વાળા દૂધ ના સેવનથી ડાયાબિટીઝ પણ કંટ્રોલમાં કરી શકાય છે. એક ગ્લાસ દૂધમાં હળદર અને કાળી મરી મેળવીને પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રાખી શકાય છે.

હળદર અને આદુ :
આદુ શરદી ખાંસી જેવા વાયરલ સંક્રમનમાં ખૂબ જ ફાયદાકારક છે. હળદર અને આદુ બંનેને દૂધમાં ભેળવીને પીવાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખી શકાય.

હળદર અને તજ
ભારતીય રસોડામાં તજ આસાનીથી મળી જાય છે. રોજ સવારે ઉઠીને હળદર અને તજ વાળું દૂધ પીવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રાખી શકાય છે.

હળદર અને આમળા :
આમળા વિટામિન સીનો સારો સોર્સ છે. આમળાથી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકાય છે. હળદર આમળા અને દૂધનું સેવન કરવાથી બ્લડ શુગરને કંટ્રોલ કરી શકાય છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article