Health Tips : ડાયાબિટીસ કરતાં પણ જોખમી પ્રિ-ડાયાબિટીસ, આ રીતે ઓળખો

|

May 29, 2021 | 4:12 PM

Health Tips : ડાયાબિટીસ થવા પહેલાંના સ્ટેજને પ્રીડાયાબિટીસ(Prediabetes) કહે છે. આ અંગે લોકો બહુ સભાન નથી હોતા એ ચિંતાનો વિષય છે.

Health Tips : ડાયાબિટીસ કરતાં પણ જોખમી પ્રિ-ડાયાબિટીસ, આ રીતે ઓળખો
પ્રી-ડાયાબિટીસ

Follow us on

Health Tips : ડાયાબિટીસ થવા પહેલાંના સ્ટેજને પ્રી-ડાયાબિટીસ(Prediabetes) કહે છે. આ અંગે લોકો બહુ સભાન નથી હોતા એ ચિંતાનો વિષય છે. નોર્મલ સુગર(sugar) જો ફાસ્ટ માં 126 અને જમ્યા બાદ 180 આવે તો બધું બરાબર કહેવાય. પણ જો ફાસ્ટમાં 124 ને જમ્યા બાદ 175 આવે તો એને પ્રિડાયાબિટીસ કહેવાય.

સામાન્ય રીતે લોકો આવા મામલામાં લેબોરેટરી ને ખોટી કે દોષી ગણાવતા હોય છે. પણ તેઓ સમજતા નથી કે તેમને પ્રિ-ડાયાબીટીસ છે.

તાત્કાલિક બદલો જીવનશૈલી
પ્રિ-ડાયાબિટીસ આપણને જીવનશૈલીમાં તાત્કાલિક પરિવર્તન લાવવાની ચેતવણી આપે છે. જેથી આપણને ટાઇપ-૨ ડાયાબિટીસ ન થઈ જાય.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ડાયાબિટીસથી પણ જોખમી કેવી રીતે?
કારણ કે આનાથી કિડની હૃદય અને સ્નાયુઓને ખૂબ નુકસાન થાય છે. જેમની જિંદગીના સાતથી આઠ વર્ષ પસાર થઈ જાય એમ ના આંતરિક અંગો વધુ ડૅમેજ થઈ શકે છે.

પ્રિડાયાબિટીસના કારણો અને રિસ્ક ફેક્ટર

ઇન્સ્યુલિનની અસંતુલિતતા
માનવ શરીર માટે ઇન્સ્યુલિન(insulin) એક જરૂરી હોર્મોન છે. શરીરમાં જ્યારે તેનું અસંતુલન સર્જાય ત્યારે ડાયાબિટીસનું કારણ બને છે. જ્યારે શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન બંધ કરી દે અથવા તેનો પુરતો ઉપયોગ ન કરે ત્યારે અસંતુલન સર્જાય છે.

વધારે વજન અને ઝીરો ફિઝિકલ ઍક્ટિવિટી
મેદસ્વી લોકો મોટાભાગે શારીરિક પ્રવૃત્તિ ઓછી કરતા હોય તેમના પેટની આસપાસ વધારાની ચરબી હોય તેમને ડાયાબિટીસ માં વધુ ખતરો રહે છે. કારણ કે ફેટના સેલ્સ ઇન્સ્યુલિન રેજિસ્ટન્સને ટ્રિગર કરે છે. એટલે લાંબાગાળાની મેદસ્વિતા પ્રિ ડાયાબિટીસને આમંત્રણ આપે છે.

પારિવારિક ઇતિહાસ
ઘણા મામલામાં જેના પરિવારમાં ડાયાબિટીસનો ઇતિહાસ હોય એમને ડાયાબિટીસ થવાનો ખતરો વધુ રહે છે.

પ્રિ ડાયાબિટીસના લક્ષણો
-વારંવાર પેશાબ લાગવો
-ઓછી મહેનત કરવા છતાં ખૂબ થાક લાગે
-અચાનક વજન વજન વધી જવું
-ખાસ કરીને પેટની આસપાસ ચરબી વધી જવી -ઘણીવાર ભૂખ વધી જવી પણ પ્રિડાયાબિટીસનું લક્ષણ છે.
-વારંવાર પાણી પીવા સતત તરસ લાગવી.

રોકવાના ઉપાયો
જો તમારું ડાયાબિટીસ શરૂઆતના તબક્કે હોય તો તમે એને ટાઇપ-૨ ડાયાબિટીસ બનતો અટકાવી શકો છો. એના માટે જરૂરી છે કે તમે યોગ્ય સમયે તકેદારીના યોગ્ય પગલાં ભરો. પોતાના ડાયટને કંટ્રોલમાં રાખવો એટલે કે ખાવા-પીવામાં ધ્યાન રાખો. તીખા તળેલા ફાસ્ટફુડ અને જંક ફૂડ સંપૂર્ણપણે બંધ કરો. આરોગ્યપ્રદ ભોજન આરોગી દરરોજ એરોબિક્સ અથવા બીજી કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી ઓછામાં ઓછી ત્રીસ મિનિટ સુધી કરો. એકવાર તમારું વજન કંટ્રોલમાં આવી જશે તો તમારા માટે ડાયાબિટીસને રિવર્સ કરવો મુશ્કેલ નહીં રહે.

નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતિ ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની પણ સલાહ લેવી જરૂરી છે.

 

Next Article