Health Tips: દિવસમાં 5 કપ ચા પીવાથી 85 વર્ષથી વધુ ઉંમરના લોકોને આ થઈ શકે છે ફાયદા

|

Jan 29, 2021 | 4:26 PM

Health Tips:  દેશમાં ઘણાં ઓછા એવા રાજ્ય, શહેર કે વિસ્તારો હશે કે જ્યાં 'ચા' (TEA)નું નામ પડતા જ તાજગીનો સંચાર નહી થઈ ઉઠતો હોય, અને એમાં પણ હવે તાજો એક સરવે પણ એવો જ સામે આવ્યો છે કે જેને લઈને બીજા કોઈ ખુશ થાય કે નહી પરંતુ વડીલોમાં આનંદ સાથે તાજગીનો સંચાર તઈ ઉઠ્યો છે.

Health Tips: દિવસમાં 5 કપ ચા પીવાથી 85 વર્ષથી વધુ ઉંમરના લોકોને આ થઈ શકે છે ફાયદા

Follow us on

Health Tips:  દેશમાં ઘણાં ઓછા એવા રાજ્ય, શહેર કે વિસ્તારો હશે કે જ્યાં ‘ચા’ (TEA)નું નામ પડતા જ તાજગીનો સંચાર નહી થઈ ઉઠતો હોય, અને એમાં પણ હવે તાજો એક સરવે પણ એવો જ સામે આવ્યો છે કે જેને લઈને બીજા કોઈ ખુશ થાય કે નહી પરંતુ વડીલોમાં આનંદ સાથે તાજગીનો સંચાર તઈ ઉઠ્યો છે. એક સંશોધનમાં સામે આવ્યું છે કે, વૃદ્ધ લોકો માટે ફાયદેમંદ છે ચા અને નવી શોધ સૂચવે છે કે દિવસમાં 5 કપ ચા પીવાથી 85 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં એક્યુરસી અને રિએક્શનની ગતિ વધી શકે છે.

ઉંમર સાથે આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે અને વ્યક્તિ નવા રોગોનો શિકાર બને છે ત્યારે  લાંબું અને સ્વસ્થ જીવન જીવવા માટે વૃદ્ધાવસ્થામાં તમારા સ્વાસ્થ્યની વધારાની સંભાળ લેવી જરૂરી બની જાય છે. . નેશનલમાં પ્રકાશિત સંશોધન કહે છે કે સંજ્ઞાત્મક કાર્ય વૃદ્ધ લોકોને ડ્રાઇવિંગ અને અન્ય ઘણી પ્રવૃત્તિઓમાં મદદ કરે છે. અને આ સંચાર માટે મદદ કરે છે ચા માં રહેલા તત્વ.

યુનિવર્સિટી ઓફ ન્યુકેસલમાં હ્યુમન ન્યુટ્રિશન રિસર્ચ સેન્ટર પ્રોજેક્ટનું નેતૃત્વ કરનાર ડો. એડવર્ડ ઓકેલોએ સ્પષ્ટતા કરી હતી કે સંજ્ઞાત્મક ક્ષમતામાં વધારો માત્ર ચામાં રહેલા તત્વોને કારણે જ નહીં પરંતુ ચાનો કપ બનાવીને મિત્ર સાથે વાત કરી શેર કરીને પીવામાં પણ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

એક સંશોધનમાં જણાવ્યું હતું કે, 2006 થી 2020 ની વચ્ચે એકત્રિત 85 વર્ષીય વડીલોના 1000 થી વધુ સહભાગીઓના ડેટાનો અભ્યાસ કર્યો હતો. આ સંશોધનમાં જાણવા મળ્યું હતું કે, બ્લેક ટી પીવાથી મેમરી લોસથી બચાવ થાય છે. આ સાથે જ વધુ ચા પીવાથી જટિલ કાર્યો કરવાની ક્ષમતાની સાથે સાથે ધ્યાનની અવધિમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે. જો કે, તેમને ચા પીવા અને એકંદર મેમરી ફંક્શન વચ્ચે કોઈ જોડાણ મળ્યું નથી.

સિંગાપોરની નેશનલ યુનિવર્સિટી (NUS) અને શાંઘાઇમાં ફુડન યુનિવર્સિટીના સંશોધનકારો દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં સંકેત આપ્યો હતો કે,દરરોજ એક કપ ચા પીવાથી વૃદ્ધોમાં ડિપ્રેશનનું પ્રમાણ ઓછું થઈ શકે છે. આમાં પણ કહેવું મુશ્કેલ હતું કે ચા ઘટાડે છે કે સામાજિક મેલજોલને કારણે ડિપ્રેશનનું જોખમ ઘટે છે. અગાઉ પ્રકાશિત કેટલાક કાગળોમાં એમ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચામાં રહેલા સંયોજનો – કેટેચિન, એલ-થેનાઇન અને કેફીન – મૂડમાં સુધારો કરી શકે છે. જે કેન્સરને અટકાવી શકે છે અને આયુષ્ય વધારી શકે છે.

આ અભ્યાસ ખાસ કરીને બ્લેક ટી વિષે હતો. પરંતુ લગભગ તમામ પ્રકારની ચામાં આ સંયોજન વધુ કે ઓછા હોય છે. તેથી, એવી શક્યતાઓ છે કે કોઈને સામાન્ય ચા પીવાથી પણ ફાયદો થઈ શકે છે. પરંતુ ચામાં ઓછી ખાંડ હોય છે. સામાન્ય ચા કરતા વધુ હર્બલ ચા પીવો.

આ પણ વાંચો: TEA પીવાના શોખીન છો ? શું તમે જાણો છો કે દૂધ વાળી ચા પીવાના ફાયદા અને નુકસાન ?

Next Article