Health Tips : જાણો કેવી રીતે કપૂરનો ઉપયોગ તમારા સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે

|

May 19, 2021 | 3:37 PM

શું તમે કપૂરનો ઉપયોગ ઘણા કારણોથી કરો છો. તો તે એ લોકો માટે વધારે ખતરનાક થઈ શકે છે જેને પહેલાથી જ શ્વાસની સમસ્યા હોય.

Health Tips : જાણો કેવી રીતે કપૂરનો ઉપયોગ તમારા સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે
કપૂર

Follow us on

Health Tips : શું તમે કપૂરનો ઉપયોગ ઘણા કારણોથી કરો છો. તો તે એ લોકો માટે વધારે ખતરનાક થઈ શકે છે જેને પહેલાથી જ શ્વાસની સમસ્યા હોય. તો આવો જાણીએ કે કપૂર તમારા સ્વાસ્થ્યને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે.

જ્યારે વાત નુકસાનકારક તત્વોની આવે છે તો આપણે સૌથી વધારે ખાવા વાળી વસ્તુઓથી સાવચેત રહીએ છે. પરંતુ તે ઉપરાંત ઘણી એવી વસ્તુઓ છે જેનો આપણે રોજ ઉપયોગ કરીએ છે અને તે સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ થઈ શકે છે.

કપૂરનો ઉપયોગ કોઈને કોઈ રીતે કોઈ કારણ માટે કરવામાં આવે છે. દુર્ગંધથી છુટકારો મેળવવા, માથામાંથી ખોડાને હટાવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ કોઈ પણ વસ્તુનો સૌથી વધારે ઉપયોગ સમસ્યા વધારી શકે છે. જો તમે ઘણી વખત કપૂરનો ઉપયોગ કરતા હો તો આવો જાણીએ તેના સાઇડ ઇફેક્ટ કયા હોઇ શકે છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

તમારા ગળાને અસર કરી શકે છે
કોરોના વાયરસની મહામારી અને પ્રદુષણ વધવાને કારણે તમે ઇચ્છશો કે કોઈપણ વસ્તુ તમારી જાતને પરેશાન ન કરે. નિષ્ણાતોનું કહેવું છે કે ઘરમાં કપૂરનો વધુ ઉપયોગ શ્વાસ સંબંધી સમસ્યા લાવી શકે છે. તે સૌથી વધારે ખતરનાક તે લોકો માટે સાબિત થઇ શકે છે જેને પહેલાથી જ શ્વાસની સમસ્યા હોય.

હોઠને સુકાવી દે છે
આપણા શરીરનું સૌથી મોટું અંગ સ્કીન છે. જે પુરા શરીરને ઢાંકે છે અને જે આપણા શરીરના અંદરના અવયવોનું રક્ષણ કરે છે. બીજી તરફ હોઠ સૌથી વધારે કોમળ હોય છે. કપૂરના સંપર્કમાં આવવાથી હોઠ વધારે સુકાઈ જાય છે. કપૂરનો સીધી રીતે ક્યારેય પણ હોઠ ઉપર ઉપયોગ કરવો ન જોઈએ.

છાતીની સમસ્યાનું કારણ બની શકે છે
આપણે પહેલાથી જ મહામારીનો સામનો કરી રહ્યા છે. તેવામાં આપણે નથી ઇચ્છતા કે અન્ય સ્વાસ્થ્ય સમસ્યા આપણી આજુબાજુ હોય. બીજી બધી બીમારીઓ સિવાય કપૂર છાતીમાં સમસ્યાઓ ઉભી કરી શકે છે. સ્વાસ્થ્ય રિપોર્ટ અનુસાર તેનાથી સોજો અને છાતીની આસપાસ જકડની સમસ્યા થઈ શકે છે.

નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતિ ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની પણ સલાહ લેવી જરૂરી છે. 

Next Article