Health Tips: તમારી સાથે બાળકની ત્વચાનું પણ કેવી રીતે રાખશો ધ્યાન? મેળવો આ ખાસ ટીપ્સ

|

Jun 02, 2021 | 5:29 PM

Health Tips : ઘણા બાળકોને સ્વચ્છ ત્વચા અને સ્વસ્થ વાળની સમસ્યા ઉદ્ભવે છે. એટલે નાનપણથી જ બાળકની ત્વચાની (Child Skin) સંભાળ રાખવી ખૂબ જરૂરી છે.

Health Tips: તમારી સાથે બાળકની ત્વચાનું પણ કેવી રીતે રાખશો ધ્યાન? મેળવો આ ખાસ ટીપ્સ
બાળકની ત્વચાનું આ રીતે રાખો ધ્યાન

Follow us on

Health Tips : લગભગ દરેક નાના બાળકની ત્વચા સુંદર અને કોમળ હોય છે. બાળકને પૂરતી ઊંઘ અને તાજી હવા મળે છે. રમતને કારણે કુદરતી જ એક્સરસાઇઝ થઈ જાય તેમ છતાં આજે પ્રદુષણ વધ્યું છે. અને સાથે-સાથે ફાસ્ટફૂડ મુખ્ય આહાર થઈ ગયો છે. તેથી ઘણા બાળકોને સ્વચ્છ ત્વચા અને સ્વસ્થ વાળની સમસ્યા ઉદ્ભવે છે. એટલે નાનપણથી જ બાળકની ત્વચાની (Child Skin) સંભાળ રાખવી ખૂબ જરૂરી છે.

ઊંઘ
ખાસ ધ્યાન રાખો કે તમારું બાળક 8 થી 9 કલાક નિંદ્રા લે. રાત્રે વહેલું સુવડાવો અને સવારે વહેલું ઉઠવાની આદત પાડો. રૂમમાં હવા-ઉજાસ આવતો હોવો જોઈએ. બાળકનો નાઈટ ડ્રેસ ખૂલતો અને સુંવાળો હોય તેનું ધ્યાન રાખવું.

ચમકીલા દાંત
દાંતના સ્વાસ્થ્ય માટે તમે કેટલી વાર ખાઓ છો તે મહત્વનું છે. વારંવાર નાસ્તો કરવાથી આખા દિવસમાં નવા બેક્ટેરિયાના ઉમેરો થતો જાય છે. અને તેમાં જો બાળક બ્રશ કરવાનું કે કોગળા કરવાનું ભૂલી જાય તો એસિડ ઉત્પન્ન થઈ તેમાં કિટાણું વધવાની શક્યતાઓ ઝડપી બને છે. તેથી નાસ્તો કર્યા બાદ બ્રશ કરવું અથવા કોગળા જરૂર કરાવો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આહાર
બાળકની પાચનશક્તિ રોગ પ્રતિકારક શક્તિ અને સ્ફૂર્તિ માટે ફળ, શાકભાજી, ડ્રાયફ્રુટ, દૂધ, સમતોલ આહાર એ પૂર્વશરત છે. બાળપણથી જ આ આદત પાડવામાં આવે તો મુશ્કેલીઓને દૂર કરી શકાય છે. બ્રાઉન રાઈસ, ફણગાવેલા કઠોળ સહિતના આહાર પણ બાળકને આપવો જોઈએ. ફાસ્ટ ફૂડનો ઉપયોગ નહિવત્ પ્રમાણમાં જ કરવો.

એ હંમેશા યાદ રાખો. બાળકને અને હેલ્ધી ખોરાક જ આપશો. બાળક જે દિવસે ફાસ્ટ ફૂડ ખાય તેના બીજા દિવસે હળવો ખોરાક આપો. તે સુપાચ્ય હોવો જોઈએ જેથી બેલેન્સ જળવાઈ રહે. પાણી બેસ્ટ છે એ વાત બાળકને ખાસ સમજાવી ફ્રુટ જ્યુસ, નારિયેળ પાણી, શેરડીનો રસ વગેરે સ્વાસ્થ્યવર્ધક પીણાં આપો.

ત્વચાને સાફ કરવા માટે સાબુ સરળ ઉપાય છે. પરંતુ શ્રેષ્ઠ ઇલાજ નથી. મદદરૂપ થાય તેવા કુદરતી ક્લીન્ઝર ટ્રાય કરી જુઓ. જેથી બેક્ટેરિયા ઉત્પન્ન ન થાય. મગની દાળ, દૂધ, હળદર અને દૂધની પેસ્ટ નેચરલ ક્લીનઝર છે. એ ત્વચાને સાફ કરે છે તથા ત્વચાને કોમળ અને ચમકદાર પણ બનાવે છે.

મોઈશ્ચરાઈઝર
ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાનું વહેલું શરૂ કરો. પરંતુ તેને કુદરતી સામગ્રીથી જ કરો. પપૈયા, કેળા જેવા ફળો અને મધ, દહીં કે છાશમાં મિક્સ કરીને તેનો ઉપયોગ કરો. તમારા સંતાનની ત્વચા પર તેલ પણ લગાવી શકો છો. કોણી, ઘૂંટણ અને એડી જેવા ભાગો પર પણ વિશેષ ધ્યાન આપવું. કારણકે જલ્દી કાળા થઈ જાય છે. લીંબુનો રસ, દૂધ અને મધ બે ટેબલ સ્પૂન માં મિક્સ કરી લગાવવાથી લાંબા ગાળા સુધી અસર રહે છે.

નાના બાળકને જ્યારે આ પેસ્ટ શરીર પર લગાવવાનું ગમતું ન હોય ત્યારે બાથરૂમ ત્વચાની કાળજી લેવા માટે શ્રેષ્ઠ છે. બાળકને હૂંફાળા પાણીથી જ સ્નાન કરાવો. મહિનામાં એકવાર જીલેટીન મિશ્રિત હૂંફાળા પાણીથી સ્નાન કરાવો. કેમિકલવાળા શેમ્પુ વાળના કુદરતી ઓઇલ નષ્ટ કરે છે. તેને બદલે અરીઠા, શિકાકાઈ ને પાણીમાં ઉકાળી તેનાથી વાળ ધોવાથી ફાયદો થાય છે. બ્રાઉન રાઈસ બાફ્યા બાદ રહેલા પાણીમાં એલોવેરા જેલ મિક્સ કરીને લગાવવાથી પણ ફાયદો થાય છે.

(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતિ ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ડોક્ટરની પણ સલાહ લેવી જરૂરી છે.)

Next Article