Health Tips : કોરોનાના સમયમાં ત્વચાની આ રીતે કાળજી રાખી સમસ્યાઓથી મેળવો છુટકારો

|

Jun 02, 2021 | 2:57 PM

Health Tips : હાલ કોરોનાનો સમય ચાલી રહ્યો છે ત્યારે આપણે સૌ મોટાભાગે વર્ક ફ્રોમ હોમનું ઓપ્શન પસંદ કરી રહ્યા છે. જેથી આપણી ત્વચાને(skin) પ્રદૂષણ, ગરમી અને સૂર્યપ્રકાશથી છુટકારો મળ્યો છે.

Health Tips : કોરોનાના સમયમાં ત્વચાની આ રીતે કાળજી રાખી સમસ્યાઓથી મેળવો છુટકારો
ત્વચાની આ રીતે રાખો સંભાળ

Follow us on

Health Tips : હાલ કોરોનાનો સમય ચાલી રહ્યો છે ત્યારે આપણે સૌ મોટાભાગે વર્ક ફ્રોમ હોમનું ઓપ્શન પસંદ કરી રહ્યા છે. જેથી આપણી ત્વચાને( skin ) પ્રદૂષણ, ગરમી અને સૂર્યપ્રકાશથી છુટકારો મળ્યો છે. આ એક ખરેખર સારા સમાચાર પણ છે કારણકે આ કારણથી પણ તમે તમારી ત્વચાને એક નાનો બ્રેક આપી શકો છો.

પરંતુ આ દરમિયાન આપણી સ્કિનની કાળજી રાખવી પણ તેટલી જ જરૂરી છે. આટલો સમય ઘરની બહાર રહીને જો તમારી ત્વચા પણ રુક્ષ, બેજાન અને ડ્રાય( dry ) થઈ ગઈ હોય તો સ્કિનને ફરી ચમકદાર બનાવવા માટે અને સ્કિન સંબંધિત તમામ સમસ્યાઓથી છુટકારો મેળવવા આ શ્રેષ્ઠ સમય છે.

તમે ઘરે બેઠા આ ઉપાય અજમાવી શકો છો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

વરાળ લો ( steam )
ત્વચાને પ્રાકૃતિક રીતે સાફ અને નરીશ(nourish) કરવાનું કામ વરાળ કરે છે. વરાળ રેગ્યુલર લેવાથી ચહેરામાં રહેલી ગંદકી અને બેક્ટેરિયાને દૂર કરી શકાય છે. આ ઉપરાંત વરાળ બ્લડ સર્ક્યુલેશનને વધારવામાં પણ મદદ કરે છે અને વધારાનો ફાયદો મેળવવા માટે તમે ઉકળતા પાણીમાં કેટલાક જરૂરી ઓઈલ પણ નાખી શકો છો.

હેલ્ધી ડાયટ ( healthy diet )
તંદુરસ્ત અને યોગ્ય ભોજન લેવાથી તેની સીધી અસર ત્વચા પર પડે છે. તે શરીરના હાનિકારક તત્વોને બહાર કાઢે છે. તે આંતરડાને પણ મજબૂત બનાવે છે. ઉપરાંત સિઝનલ ફ્રુટ, લીલા શાકભાજી, ઓમેગા-૩ યુક્ત ભોજન ખાવાથી તમે રોનકદાર ત્વચા મેળવી શકો છો.

હંમેશા હાઇડ્રેટ રહો ( hydrate )
ચમકદાર ત્વચા માટે વધારે પાણી પીવાનું રાખો. સૂર્યપ્રકાશથી દૂર રહેવું જોઈએ કારણ કે તે ત્વચાને નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત સૌથી વધારે લેપટોપ, મોબાઈલ અને બીજા ઇલેક્ટ્રિક ગેજેટ્સ પણ ત્વચાને નુકશાન પહોંચાડી શકે છે. તેમાં રહેલા યુવી રેડિએશનથી નુકસાન પહોંચી શકે છે. જેથી સનસ્ક્રીનનો ઉપયોગ હંમેશા કરવો જોઈએ.

વિટામિન સપ્લીમેન્ટ લેવાનું રાખો ( vitamin )
વિટામીન સી ત્વચા માટે જાદુઈ કામ કરે છે. જો તમે વિટામિન્સ યુક્ત સપ્લિમેન્ટ લેવા ના માગતા હો તો તમે વિટામિન સી યુક્ત દેશી ફળોનું સેવન કરી શકો છો.

(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતિ ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની પણ સલાહ લેવી જરૂરી છે.)

Next Article