Health Tips: કોરોનાકાળમાં નવજાત બાળકોનું ધ્યાન રાખવા ફોલો કરો આ ટિપ્સ

|

May 10, 2021 | 10:46 AM

કોરોનાવાયરસની બીજી લહેરે સામાન્ય જનજીવન પર વ્યાપક અસર કરી છે. જેના કારણે દેશના મોટાભાગના રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન પણ લાગ્યું છે. મોટાભાગના લોકો પોતાના ઘરોમાં બંધ છે અને કોરોનાથી બચવા આવશ્યક બધી જ સાવચેતી રાખી રહ્યા છે. સંકમિત થવા પર પોતાને હોમઆઇસોલેટ કરી રહ્યા છે. સામાજિક અંતર અને સાફ-સફાઈનું પણ પૂરો ખ્યાલ રાખી રહ્યા છે. નિષ્ણાતોનું […]

Health Tips: કોરોનાકાળમાં નવજાત બાળકોનું ધ્યાન રાખવા ફોલો કરો આ ટિપ્સ
નાના બાળકો

Follow us on

કોરોનાવાયરસની બીજી લહેરે સામાન્ય જનજીવન પર વ્યાપક અસર કરી છે. જેના કારણે દેશના મોટાભાગના રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન પણ લાગ્યું છે. મોટાભાગના લોકો પોતાના ઘરોમાં બંધ છે અને કોરોનાથી બચવા આવશ્યક બધી જ સાવચેતી રાખી રહ્યા છે. સંકમિત થવા પર પોતાને હોમઆઇસોલેટ કરી રહ્યા છે. સામાજિક અંતર અને સાફ-સફાઈનું પણ પૂરો ખ્યાલ રાખી રહ્યા છે.

નિષ્ણાતોનું માનવું છે તો આ સમયે પોતાના અને પોતાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ખાસ કરીને નવજાત બાળકોની દેખરેખ માટે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેને ફોલો કરવી જરૂરી છે. આવો જાણીએ કે કોરોના કાળમાં નવજાત બાળકોની દેખરેખ કેવી રીતે રાખવી.

–નવજાત બાળકોના કમરાને સારી રીતે ડિસઇન્ફેકટ કરો.
–કોરોના સંક્રમણથી બચવા માટે સામાજિક અંતર રાખો.
–જો ઘરમાં નાના બાળકો છે તો તેમને નવજાત બાળકો થી દુર રાખો.
–પાંચ વર્ષથી નાના બાળકો ને માસ્ક પહેરવાની જરૂર નથી.
–ધાવણ કરતી સમયે માતાએ માસ્ક પહેરવું જરૂરી છે.સાથે જ સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે.
–માતાએ સમયાંતરે પોતાના હાથને પાણીથી સાફ કરવું.
–હાથ ધોતી સમયે સાબુ અને સેનેટાઇઝ નો સૌથી વધારે ઉપયોગ કરવો જોઈએ.
–ધાવણ કરાવતા પહેલા સેનીટાઇઝર વડે પોતાના હાથને ડિસઇન્ફેકટ કરો.
–માતાએ સંક્રમણ થવાની ચિંતા કરવી જોઈએ નહીં જેનાથી આરોગ્ય પર પ્રતિકૂળ અસર પડી શકે છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

પોતાની કાળજી કેવી રીતે રાખવી ?
–રોજ ઓછામાં ઓછી સાત થી આઠ કલાકની ઊંઘ લેવી જોઈએ.
–30 મિનિટ એક્સરસાઇઝ કરો. ખાસ કરીને યોગા અને મેડિટેશન કરો.
— હૃદયને સ્વસ્થ રાખવા માટે ચરબીયુક્ત ખોરાક અને મીઠુંનું સેવન ઓછું કરવું તેમજ ફાઇબરયુક્ત ખોરાક ખાઓ.
–વધારે માત્રામાં શરીરને હાઈડ્રેટ રહે તેના માટે ડોક્ટરની સલાહ લઈને યોગ્ય માત્રામાં પાણી પીઓ.
–નિયમિત સમય પર સંતુલિત આહાર લો અને નિયમિત સમયાંતરે મેડિકલ ચેકઅપ કરાવો.

Next Article