Health TIPS : હૃદય સંબંધી સમસ્યાઓ સામે ફાયદાકારક છે મીઠો લીમડો, જાણો લાભ

HELATH TIPS : મીઠો લીમડોસ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં કેલ્શિયમ, ફાઇબર, પ્રોટીન અને વિટામિન્સ સહિત ઘણા પોષક તત્વો છે. મીઠો લીમડો વાળ અને ત્વચા માટે સારા છે.

  • Tv9 webdesk42
  • Published On - 22:45 PM, 25 Feb 2021
Health TIPS : હૃદય સંબંધી સમસ્યાઓ સામે ફાયદાકારક છે મીઠો લીમડો, જાણો લાભ

HELATH TIPS : મીઠા લીમડાનો ઉપયોગ રસોઈમાં સુગંધ અને સ્વાદ વધારવા માટે થાય છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં તેનો ઉપયોગ વિવિધ વાનગીઓના વઘારમાં વધુ થાય છે. ખોરાકનો સ્વાદ વધારવા માટે મોટાભાગના લોકો મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરે છે. પરંતુ ખૂબ ઓછા લોકોને  મીઠા લીમડાના ઔષધીય ગુણધર્મોની જાણકારી હશે.

મીઠો લીમડો સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં કેલ્શિયમ, ફાઇબર, પ્રોટીન અને વિટામિન્સ સહિત ઘણા પોષક તત્વો છે. મીઠો લીમડો વાળ અને ત્વચા માટે ઉત્તમ છે. ચાલો જાણીએ મીઠા લીમડાના વિવિધ ફાયદાઓ વિશે.

વજન ઘટાડવા માટે
જો તમારે વજન ઓછું કરવું હોય તો દરરોજ મીઠા લીમડાને બાફીને તેનું પાણી પીવો. આ માટે એક કપ પાણીમાં 10 થી 20 મીઠા લીમડાના પાન ઉમેરીને ઉકાળો. તમે આ પાણીમાં  સ્વાદ અનુસાર મધ અને લીંબુનો રસ ઉમેરો શકો છો. 

મોઢાના ચાંદા માટે 
મોઢામાં પડતા ચાંદામાં  મીઠો લીમડો રાહત આપે  છે. સુકવેલા મીઠા લીમડાના પાઉડરમાં મધ મિક્ષ કરીને પેસ્ટ બનાવો. આ મિશ્રણને મોઢાના ચાંદા પર લગાવો. આનાથી મોઢાના ચાંદાની બળતરામાં ઘણી રાહત મળે છે. 

ડાયાબિટીસ અને કોલેસ્ટરોલ ઘટાડે છે
મીઠા લીમડાના પાંદડામાં રહેલું ફાઇબર બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે. આ સિવાય તે પાચક શક્તિને પણ મજબૂત બનાવે છે. જેના કારણે શરીરમાં કોલેસ્ટ્રોલ  ભેગું થતું નથી. મીઠા લીમડાના પાનનું સેવન કરવાથી હ્રદય સંબંધી રોગોનું જોખમ પણ ઓછું થાય છે. દરરોજ 8 થી 10 મીઠા લીમડાના પાન ખાઓ અથવા તેઓ રસ પીવો. આ સિવાય તમે મીઠા લીમડાને , ભાત અને કચુંબર સાથે પણ ખાઈ શકો છો.

ખરતા વાળ માટે બેસ્ટ 
મોટાભાગના લોકોને કાળા અને જાડા વાળ ગમે છે. પરંતુ યોગ્ય કાળજી ન લેવાને કારણે વાળ ખરવું એ હવે  સામાન્ય થઈ ગયું  છે. જો તમે પણ વાળ ખરવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો પછી નાળિયેર તેલમાં લીમડાના પાન અને આમળા નાખી તેને ઉકાળો. જ્યાં સુધી તેલનો રંગ કાળો ન થાય ત્યાં સુધી ઉકાળો. ઠંડુ થયા પછી માથાની ચામડી અને વાળના મૂળમાં આ તેલ લગાવો. બીજા દિવસે શેમ્પૂથી વાળ ધોઈ લો. ખરતા વાળ માટે મીઠા લીમડાનું આ તેલ બેસ્ટ છે.