Health Tips : જો આપને છે પેટની સમસ્યા તો પીવો આ પ્રકારની ચા

|

May 13, 2021 | 5:22 PM

Health Tips : જીરુ ફક્ત સ્વાદ વધારવા માટે નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.પેટ સંબંધિત જોડાયેલી ઘણી બીમારીઓને દૂર કરવા માટે મદદગાર છે

Health Tips : જો આપને છે પેટની સમસ્યા તો પીવો આ પ્રકારની ચા
સાંકેતિક તસ્વીર

Follow us on

Health Tips : જીરાને સામાન્ય રીતે દરેક ભારતીય વ્યંજનમાં તડકાની રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. જે ભોજનને સુગંધિત અને એક અલગ જ ટેસ્ટ આપવાનું કામ કરે છે. જીરુ ફક્ત સ્વાદ વધારવા માટે નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.પેટ સંબંધિત જોડાયેલી ઘણી બીમારીઓને દૂર કરવા માટે મદદગાર છે. જીરું ઔષધીય ગુણોથી ભરપૂર છે. જીરામાં ફાઇબર,આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ સેલેનિયમ, ઝીંક, વિટામિન્સ  જેવા પોષક તત્વો જોવા મળે છે.

જીરૂ એક સૌથી શ્રેષ્ઠ એન્ટી ઓક્સીડંટ છે. અને સાથે જ તે સોજો ઓછો કરવા માટે તેમજ માંસપેશીઓને આરામ પહોંચાડવામાં મદદ કરે છે. જીરું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.જીરુંનો ઉપયોગ તમે તમારી ડાયટમાં ઘણી રીતે કરી શકો છો. જીરાની ચા અથવા સલાડ, છાશ,લસ્સીમાં નાખવાથી તે સ્વાદ વધારે છે. તે સ્વાદ વધારવાની સાથે સાથે શરીરને બધી જ પરેશાનીમાંથી બચાવવામાં મદદ કરે છે.

સાંકેતિક તસ્વીર

જીરાની ચા પીવાના ફાયદા :

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

વેઇટ લોસ :

જે લોકો વધેલા વજનની સમસ્યાથી પરેશાન છે તો તેમણે જીરાનું સેવન કરવું જોઈએ. ભાગદોડવાળી જિંદગી અને સમયની અછતના કારણે આપણે ફાસ્ટ ફૂડ ખાવા મજબૂર બન્યા છીએ. જે આપણા આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. અને તે વધતા વજન પાછળ પણ એક મોટું કારણ છે. જીરાનું સેવન કરવાથી તમે પોતાના વધેલા વજનને ઓછું કરી શકો છો.

બ્રેઇન પાવર

જીરાની ચાના સેવનથી યાદશક્તિને વધારી શકાય છે. તેમાં વિટામિન બી હોય છે જે બ્રેઇન પાવરને વધારવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી વ્યક્તિની યાદશક્તિને સારી કરી શકાય છે.

એનર્જી

જીરાની ચા પીવાથી ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ રહે છે. જેનાથી એનર્જીને લેવલ વધારી શકાય છે.જો તમને એનર્જીની કમી લાગે છે તો તમે જીરાની ચાનું સેવન કરી શકો છો.

ઇમ્યુનિટી

જીરામાં વિટામિન, મિનરલ અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ જોવા મળે છે. જે ઇમ્યુનિટીને મજબૂત બનાવવામાં મદદ કરે છે. મજબૂત ઇમ્યુનિટી શરીરને ઘણા પ્રકારના વાયરલ સંક્રમણ થી બચાવવામાં મદદ કરે છે.

 

વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો) હેલ્થની કોઈપણ સ્ટોરી લખો છેલ્લા આ નોંધ અવશ્ય લગાવવી

Published On - 4:38 pm, Thu, 13 May 21

Next Article