Health Tips : શું તમને ઉંધને લઈ સમસ્યા આવી રહી છે? તો વાંચી જાવ આ લેખ સમસ્યાનું મળી શકે છે સમાધાન

|

Jun 01, 2021 | 4:29 PM

Health Tips : જો તમને પણ ઊંઘ ન આવવાની સમસ્યા છે તો તમે રાત્રે ગરમ ગરમ દૂધમાં(milk) એક ચમચી ઘી(ghee) નાખીને પી શકો છો.

Health Tips : શું તમને ઉંધને લઈ સમસ્યા આવી રહી છે? તો વાંચી જાવ આ લેખ સમસ્યાનું મળી શકે છે સમાધાન
ઊંઘની સમસ્યામાંથી મેળવો છુટકારો

Follow us on

Health Tips :આજકાલ લોકોને સારી ઊંઘ ન આવવાની સમસ્યા વધવા લાગી છે. સ્વસ્થ રહેવા માટે રાત્રે સારી ઊંઘ બહુ જરૂર છે. તંદુરસ્ત રહેવા માટે તમારે ઓછા 7 થી 8 કલાકની ઉંઘ લેવી જરૂરી છે. ભરપૂર ઊંઘ(sleep) લેવાથી શરીર હેલ્ધી રહે છે. જેના કારણે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે.

જો તમને પણ ઊંઘ ન આવવાની સમસ્યા છે તો તમે રાત્રે ગરમ ગરમ દૂધમાં(milk) એક ચમચી ઘી(ghee) નાખીને પી શકો છો. તેનાથી તમારી ત્વચા, પેટ અને ડાઈજેસ્ટિવ સિસ્ટમ(digestive system) મજબૂત થશે. આવો જાણીએ દૂધમાં ઘી નાખીને પીવાના ફાયદા.

કોરોનાની મહામારી વચ્ચે આપણે આપણી ઇમ્યુનિટી વધારવા માટે પોતાને સ્વસ્થ રાખવા માટે કામ કરી રહ્યા છે. તેવામાં જો તમને ઊંઘ ન આવવાની સમસ્યા છે. એટલે કે જો તમે અનિંદ્રાથી પરેશાન રહો છો તો આયુર્વેદિક નુસખાથી તમે આ મુશ્કેલી દૂર કરી શકો છો. શરીરને સ્વસ્થ અને મજબૂત રાખવા માટે ઊંઘનું ઘણું મહત્વ છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પરંતુ શું તમે જાણો છો કે રાત્રે ઊંઘતા પહેલા ગરમા ગરમ દૂધમાં એક ચમચી ઘી નાખીને પીવાથી શરીર પર તેની ખૂબ સકારાત્મક અસર પડે છે. રાત્રે સુતા પહેલા દૂધમાં એક ચમચી ઘી નાખીને પીવાથી ઊંઘ ન આવવાની સમસ્યા દૂર થઈ જાય છે.

આવો જાણીએ તેના બીજા ફાયદા

સારી ઊંઘ
જો તમે રાત્રે ઊંઘતા પહેલા એક કપ ગરમ દૂધમાં ઘી નાખીને પીવો છો, તો તેનાથી આપણા મગજની નસો શાંત થાય છે. આવી રીતે દૂધ પીવાથી તમને ખૂબ રિલેક્સ લાગશે અને સારી ઉંઘ આવવામાં મદદ મળશે. ઘી ખાવાથી સ્ટ્રેસ ઓછો થાય છે. અને મૂડ પણ સારો રહે છે.

પેટ માટે ફાયદાકારક
દૂધમાં ઘી નાંખીને પીવાથી શરીરની અંદર એન્ઝાઇમ રિલીઝ થાય છે. એનાથી પાચનશક્તિ વધે છે આ એન્ઝાઇમ સારા ડાયજેશન માટે મદદ કરે છે. અને પેટ સંબંધિત તમામ સમસ્યા જેમ કે ગેસ, અપચો, કબજિયાત જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે.

હેલ્ધી સ્કિન
સ્વસ્થ અને ચમકદાર ત્વચા માટે તમારે ઘી નું સેવન દૂધ સાથે કરવું જોઈએ. તેનાથી આપણી ત્વચાને ઘણા ફાયદા મળે છે. ઘી અને દૂધ બંને પ્રાકૃતિક મૉઇસ્ચરાઇઝર છે. જે નેચરલ સ્કિનને નરીશ અને મોઇસ્ચ્યુરાઈઝ કરે છે. જો તમે રોજ દૂધ માં ઘી નાખીને પીશો તો એજિંગ ઓછું થાય છે અને ડ્રાયનેસ પણ દૂર થાય છે.

મેટાબોલિઝમ વધે છે
એક ગ્લાસ દૂધમાં ઘી નાખીને પીવાથી ડાયાબિટીસ પર બહુ અસર પડે છે. તેનાથી મેટાબોલિઝમ વધે છે. અને digestive system સારું રહે છે. ગેસ બનીને મોઢામાં ચાંદા પડવાની સમસ્યાથી પણ આરામ મળે છે.

સાંધાના દુખાવામાં આરામ
જો તમને સાંધાના દુખાવો રહે છે તો તમારે ઘી અને દૂધનું સેવન જરૂર કરવું જોઈએ. આવી રીતે દૂધ પીવાથી જોઈન્ટ માં રાહત આપવાનું કામ કરે છે અને સોજામાં પણ આરામ મળે છે. તેનાથી હાડકા મજબુત થાય છે અને જોઈન્ટ પેઇન માં આરામ મળે છે.

(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતિ ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની પણ સલાહ લેવી જરૂરી છે.)

Next Article