Health Tips: વૃદ્ધાવસ્થાએ જોવા મળતી અલ્ઝાઇમરની બીમારી, જાણો શું હોય છે લક્ષણો

|

May 12, 2021 | 4:03 PM

Health Tips: અલ્ઝાઇમર એવી બીમારી છે જે સ્મૃતિ નષ્ટ કરી દે છે. ઉંમર વધવાની શરૂઆત અલઝાઇમરથી પીડાતી વ્યક્તિને યાદ રાખવામાં મુશ્કેલી પડે છે. અને ધીરે-ધીરે સમય એવો આવે છે કે એ પોતાના મહત્વના લોકોને પણ ભૂલવા લાગે છે.

Health Tips: વૃદ્ધાવસ્થાએ જોવા મળતી અલ્ઝાઇમરની બીમારી, જાણો શું હોય છે લક્ષણો
અલ્ઝાઇમરની બીમારી

Follow us on

Health Tips: અલ્ઝાઇમર એવી બીમારી છે જે સ્મૃતિ નષ્ટ કરી દે છે. ઉંમર વધવાની શરૂઆત અલઝાઇમરથી પીડાતી વ્યક્તિને યાદ રાખવામાં મુશ્કેલી પડે છે. અને ધીરે-ધીરે સમય એવો આવે છે કે એ પોતાના મહત્વના લોકોને પણ ભૂલવા લાગે છે.

અલઝાઇમરમાં સ્મૃતિ નબળી પડવાની સાથે સાથે અન્ય કેટલાક લક્ષણો પણ જોવા મળે છે. જેમકે પહેલા લોકોના નામ ભૂલી જવા, પોતાના વિચારો વ્યક્ત કરવામાં મુશ્કેલી, સૂચનાનું પાલન કરવામાં તકલીફ, કોઈ વાતને સમજવામાં પણ પરેશાની અનુભવાય છે.

અલ્ઝાઇમર ડિમેન્શિયાનું સૌથી સામાન્ય કારણ છે ઉંમર વધવાની સાથે મગજની કોશિકાઓ નબળી પડીને નાશ પામે છે. જેના લીધે સ્મૃતિ અને માનસિક કાર્ય કરવાનું પ્રમાણ ઘટવા લાગે છે. આમ તો તે સામાન્ય બીમારી છે. તેના કારણો અને નિયંત્રિત કરીને આ સમસ્યાને દૂર કરી શકાય છે. આમાં તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઇએ.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અલઝાઇમરના લક્ષણો
શરૂઆતમાં ભુલવાની બીમારી અથવા ચિત્તભ્રમ થવો એ રોગનું લક્ષણ છે. તેનો તમને ખ્યાલ આવી શકે છે. તે પછી ધીરે ધીરે આ બીમારી વ્યક્તિની વ્યક્તિને એકદમ ક્ષીણ કરી રાખે છે. વ્યક્તિદીઠ આ બીમારીના લક્ષણો અલગ-અલગ હોય છે.

સ્મૃતિ
કેટલીકવાર દરેકને સ્મૃતિ ઘટતી હોય છે પણ તેનાથી પીડાનારનો સ્મૃતિભ્રંશ સામાન્ય નથી. એની સ્થિતિ ધીરે ધીરે વધારે ખરાબ થતી જાય છે. જેથી ઘર અને ઓફિસમાં તેની કાર્યક્ષમતા પર અસર પડે છે.

દર્દીમાં નીચેના લક્ષણો જોવા મળે છે
–વારંવાર એકની એક વાત અને પ્રશ્ન કહેવા અને પોતે અગાઉ પણ આ પ્રશ્ન કે વાત જણાવ્યા છે તેનો ખ્યાલ ન હોવો.
–વાતચીત એપોઇન્ટમેન્ટ કે ઇવેન્ટ ભૂલી જવા અને પછી યાદ ના આવવા.
–વસ્તુ ખોવાઈ ગયા પછી શોધી ન શકવી.
–પોતાની જ જગ્યા કે ઘર ભૂલી જવા.
–પરિવારજનો અને રોજિંદી વસ્તુઓના નામ પણ ભૂલી જવા.
–વસ્તુ ઓળખવા, વિચારો જણાવવા અથવા વાતચીત કરવામાં શબ્દ શોધવામાં મુશ્કેલી પડવી. –ધ્યાન કેન્દ્રિત કરવામાં અને વિચારવામાં મુશ્કેલી પડે છે.
–એક સાથે અનેક કામ કરવામાં મુશ્કેલી.
— સમયસર બિલની ચુકવણી કરવાનું ભૂલી જવું. ચેકબુક માં બેલેન્સ ભરવા જેવા કાર્યો પડકારરૂપ બની શકે છે
–કાર્યનું પ્લાનિંગ કરી શકવુ.
–ધીરે ધીરે પરિસ્થિતિ એવી આવે છે કે આ બીમારી ધરાવતા લોકો કપડા પહેરવા અને સ્નાન કઈ રીતે કરવું તે પણ ભૂલી જાય છે.
–વ્યક્તિત્વ અને વર્તનમાં પરિવર્તન.

ડોક્ટર ને ક્યારે બતાવવું ?
જો ઉપરોક્ત માંથી કોઈપણ લક્ષણો જોવા મળે તો વહેલી તકે ડોક્ટરને બતાવવું જોઈએ. સિનિયર સિટીઝનની સ્થિતિ અંગે ડોક્ટર સાથે ચર્ચા વિચારણા અને તેનો ઉપાય શોધવો સારું રહે છે.

Next Article