HEALTH: ફિટ રહેવા માટે શું કરવું અને શું ન કરવું એ વચ્ચે છે કન્ફ્યુઝન? વાંચો આ આર્ટિકલ

|

May 12, 2021 | 5:45 PM

મોટાભાગની એપ્લિકેશન અને ફિટનેસ ટ્રેકર તમને ફિટ રહેવા માટે રોજના 10 હજાર પગલાં ચાલવાની સલાહ આપે છે. પરંતુ આ આંકડો સાચો નથી. એ વાતની કોઈ સાબિતી નથી કે ફિટનેસ માટે તમારે રોજના 10 હજાર પગલા ચાલવું જરૂરી છે.

HEALTH: ફિટ રહેવા માટે શું કરવું અને શું ન કરવું એ વચ્ચે છે કન્ફ્યુઝન? વાંચો આ આર્ટિકલ

Follow us on

મોટાભાગની એપ્લિકેશન અને ફિટનેસ ટ્રેકર તમને ફિટ રહેવા માટે રોજના 10 હજાર પગલાં ચાલવાની સલાહ આપે છે. પરંતુ આ આંકડો સાચો નથી. એ વાતની કોઈ સાબિતી નથી કે ફિટનેસ માટે તમારે રોજના 10 હજાર પગલા ચાલવું જરૂરી છે. જેનું એક કારણ એ પણ છે કે આ આંકડો બધા માટે સરખી રીતે ફિટ બેસે એ જરૂરી નથી. 20 વર્ષના યુવાન માટે 10 હજાર પગલાં ઓછા છે, ત્યાં જ 60 વર્ષના વૃદ્ધ માટે તે ખૂબ વધારે છે. અમેરિકાનું હાર્વર્ડ મેડિકલ સ્કૂલના રિસર્ચ પ્રમાણે સરેરાશ 5500 પગલાં ચાલવું કોઈપણ વ્યક્તિ માટે પૂરતું છે.

 

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

શું હેલ્ધી રહેવા માટે 8 કલાકની ઊંઘ જરૂરી છે?

ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવા અને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે તેમજ ડાયાબિટીઝ અને હાર્ટના અનેક રોગોથી બચવા માટે પૂરતી ઊંઘ જરૂરી છે પણ રોજની કેટલા કલાકની ઊંઘ જરૂરી છે તે તમારી શરીરની જરૂરિયાતો પર નિર્ભર કરે છે. નેશનલ સ્લીપ ફાઉન્ડેશનના અભ્યાસ પ્રમાણે રોજના 7થી 9 કલાક સૂવું જરૂરી છે.

 

બાળકો માટે તેના કરતાં પણ વધારે કલાકોની ઊંઘ આવશ્યક છે તો 60 વર્ષ કરતા વધુની વય ધરાવતા વ્યક્તિઓ માટે 7થી 8 કલાકની ઊંઘ જરૂરી છે. રોજના 6 કલાક કરતા પણ ઓછી ઊંઘ લેતા વ્યક્તિઓમાં વૃદ્ધત્વના સમયે ડિમેન્શિયા થવાનો ખતરો 30 ટકા વધી જાય છે.

 

 

શું રોજ 8 ગ્લાસ પાણી પીવું જરૂરી છે?

પાણી પીવું શરીર માટે ખૂબ જરૂરી છે પણ એ વાત પર પણ નિર્ભર કરે છે કે તમે ક્યા પ્રકારના વાતાવરણમાં રહો છો, ક્યા પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી કરો છો, તમારું વજન કેટલું છે અને કેટલો પરસેવો થાય છે. સાથે જ રોજના પાણી ઉપરાંત ચા, કોફી, જ્યુસ, ફળ અને શાકભાજીનું કેટલું સેવન કરીએ છીએ. જેથી રોજના 8 ગ્લાસ પાણી પીવું જરૂરી નથી.

 

 

શું રોજ ફળ અને શાકભાજીના પાંચ ભાગ ખાવા જરૂરી છે?

ઈમપિરિયલ કોલેજ, લંડનના અભ્યાસ ઓરમાને રોજ ફળ અને શાકભાજીના પાંચ ભાગ ખાવાથી ભલે કેન્સર, હાર્ટ ડીસીઝ અને સ્ટ્રોકનો ખતરો નથી રહેતો પણ રોજના ફળ અને શાકભાજીના 10 ભાગ ખાવા વધારે સારા છે. 400 ગ્રામની જગ્યાએ 800 ગ્રામ શાકભાજી ફળ ખાવાથી શરીરને વધારે સુરક્ષા મળે છે.

 

શું ઓછા પ્રકાશમાં વાંચવાથી આંખોની રોશની ઓછી થઈ જાય છે?

ઓછા પ્રકાશ અથવા મધ્યમ પ્રકાશમાં વાંચવા લખવાથી તમને મુશ્કેલી થઈ શકે છે. તેનાથી આંખો પર વજન પડે છે પણ કોલેજ ઓફ ઓપ્ટિમેટ્રિસ્ટના પ્રમાણે ઓછા પ્રકાશ અને અંધારામાં વાંચવાથી આંખ પર કોઈ નુકશાન નથી થતું.

 

આ પણ વાંચો : Rajkot : જેતપુરના મંડલિકપૂર ગામે અનોખુ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન, બળદગાડામાં બેસી દાદી આવ્યા રસી લેવા 

Published On - 5:39 pm, Wed, 12 May 21

Next Article