જીમ છોડ્યા પછી કેવી રીતે રાખશો વજન કંટ્રોલમાં,આ સુપરફૂડ્સ કરશે તમને મદદ

|

Oct 30, 2020 | 1:37 PM

જીમમાં કસરત કરીને વજન તો ઘણા લોકો ઓછું કરી લે છે. પણ જીમ  છોડ્યા પછી વજન નિયંત્રણમાં રાખવું, કોઈ પડકારથી ઓછું નથી. મોટાભાગના લોકો એવા હશે જે જીમ  છોડ્યા પછી પોતાના વધતા વજનને  લઈને ખૂબ જ પરેશાન રહે છે. જો તમે પણ તે લોકોમાં સામેલ છો, જે જિમ છોડ્યા પછી પહેલાં કરતા વધારે જાડા થઈ […]

જીમ છોડ્યા પછી કેવી રીતે રાખશો વજન કંટ્રોલમાં,આ સુપરફૂડ્સ કરશે તમને મદદ

Follow us on

જીમમાં કસરત કરીને વજન તો ઘણા લોકો ઓછું કરી લે છે. પણ જીમ  છોડ્યા પછી વજન નિયંત્રણમાં રાખવું, કોઈ પડકારથી ઓછું નથી. મોટાભાગના લોકો એવા હશે જે જીમ  છોડ્યા પછી પોતાના વધતા વજનને  લઈને ખૂબ જ પરેશાન રહે છે. જો તમે પણ તે લોકોમાં સામેલ છો, જે જિમ છોડ્યા પછી પહેલાં કરતા વધારે જાડા થઈ ગયા છે. તો આ લેખમાં અમે તમને કેટલાક સુપરફૂડ્સ વિશે બતાવીશું. જે તમને વજન ઘટાડવામાં મદદ કરશે.

ઈંડા 
નાસ્તામાં ઈંડા ખાધા પછી જલદી ભૂખ નથી લાગતી. અને શરીરને પર્યાપ્ત માત્રામાં પોષક તત્વો પણ મળી જાય છે. આ ઉપરાંત તમારી કેલરીને બર્ન કરવામાં પણ તમારી મદદ કરે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કાકડી
કાકડી  લો કેલેરી વોટરી ફૂડ છે. જેમાં ફાઈબર અને વિટામિન ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે શરીરમાં રહેલ ટોક્સિનને બહાર કાઢવાનું કામ કરે છે. એટલે કે શરીરને અંદરથી સાફ કરવામાં તે મદદ કરે છે.

સફરજન
તે ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. આમ પણ તમે સાંભળ્યું હશે કે સફરજનના નિયમિત સેવનથી તમે અસંખ્ય બીમારીઓથી બચી શકો છો. જેથી તમે તમારી ડાયેટમાં તેને જરૂર સામેલ કરો.

પાલક
પોષક તત્વોથી ભરપૂર પાલકમાં ફાઈબર તત્વ હોય છે. જે આસાનીથી પચી જાય છે. અને તમારા પાચનને પણ યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે. તેને ખાધા પછી લાંબા સમય સુધી પેટ ભરેલુ રહે છે. અને વારંવાર નાસ્તો કરવાથી તમે બચી શકો છો.

અવાકાડો
તેમાં રહેલા એમિનો એસિડ પેટની આસપાસ જામેલી ચરબીને બેલેન્સ કરવામાં મદદ કરે છે. જેના કારણે વજન નિયંત્રણમાં રહે છે. તેમાં ફાઈબર પણ વધારે માત્રામાં હોય છે જેથી એવાકેડો ફળ ખાધા પછી તમારું પેટ ભરેલું રહે છે, અને તમને વધુ ભૂખ નથી લાગતી.

Next Article