ગોળ ખાવાને રોજની આદત બનાવો. ફાયદા છે અનેક

|

Jan 16, 2021 | 1:22 PM

જો તમને ગોળ ખાવાનું પસંદ હોય તો હવેથી રોજ રાત્રે એક ટુકડો ગોળ ખાવાનું રાખજો. જો એક અઠવાડિયા સુધી રાત્રે ગોળ ખાશો તો તેના પરિણામ તમને જાતે જ મળી જશે. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે એક વ્યક્તિએ રોજ 20 ગ્રામ ગોળ ખાવો જોઈએ, જેથી તંદુરસ્તી જળવાઈ રહે. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો […]

ગોળ ખાવાને રોજની આદત બનાવો. ફાયદા છે અનેક

Follow us on

જો તમને ગોળ ખાવાનું પસંદ હોય તો હવેથી રોજ રાત્રે એક ટુકડો ગોળ ખાવાનું રાખજો. જો એક અઠવાડિયા સુધી રાત્રે ગોળ ખાશો તો તેના પરિણામ તમને જાતે જ મળી જશે. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે એક વ્યક્તિએ રોજ 20 ગ્રામ ગોળ ખાવો જોઈએ, જેથી તંદુરસ્તી જળવાઈ રહે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગોળ ખાવાથી શું થશે ફાયદા ?

1). ત્વચા ચમકદાર થઈ જશે, ગોળ ખાવાથી શરીરના તમામ ટોક્સિન બહાર નીકળી જશે એટલે સ્કીન સંબંધિત તકલીફ દૂર થઈ જશે.

2). તેમાં કેલ્શિયમ ફોસ્ફરસ હોવાથી હાડકા મજબૂત બનશે.

3). દૂધ સાથે ગોળ ખાવાથી શરીરમાં ચમત્કારિક રીતે એનર્જી લેવલ વધી જશે.

4). રાત્રે ખાધા પછી થોડો ગોળ ખાવાથી એસીડીટીની તકલીફ નહીં રહે.

5). ગાયના ઘી સાથે થોડો ગોળ ખાવાથી માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યા નહીં રહે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

6). ગેસની તકલીફ મટાડે છે, પાચનક્રિયા સુધારે છે અને લોહી ચોખ્ખું કરે છે.

7). આયર્નનો મુખ્ય સ્ત્રોત હોવાથી એનિમિયાના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ છે. મહિલાઓએ ખાસ સેવન કરવું જોઈએ.

8). તેનું સેવન શરદી અને કફથી પણ રાહત અપાવે છે. તાવને પણ નિયંત્રણમાં રાખે છે.

9). સાંધાના દુખાવામાં આરામ આપે છે. આ માટે આદુ સાથે ગોળનું સેવન કરવું જોઈએ.

10). ગોળ અને ચણા એકસાથે ખાવાથી હિમોગ્લોબીન વધે છે, મસલ્સ મજબૂત બને છે. આ બંને સાથે ખાવાથી હિમોગ્લોબિનની માત્રા વધારી શકાય છે. ગોળને તમે દેશી ઘી સાથે અથવા દૂધ કે છાશ સાથે લઇ શકો છો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

ખાંડ ખાવાથી શરીરમાં એસિડનું પ્રમાણ વધે છે, તેનાથી ઉલટું ગોળ ખાવાથી તેમાં રહેલા તત્વ શરીરમાં એસિડને દૂર કરી દે છે. આજકાલ યુવાનો જલ્દી થાક લાગવાની ફરિયાદ કરે છે પણ ગોળ ખાવાથી યુવાનોની આ ફરિયાદ પણ દૂર થઈ જશે. તમને ખબર હશે કે સૌથી વધુ ગોળ મજૂરો ખાય છે અને એટલા માટે જ આખો દિવસ મજૂરી કામ કરવા છતાં તેઓ થાકતા નથી. જો તમને જમ્યા પછી કંઈ મીઠું ખાવાની ઈચ્છા થાય તો કોઈ મીઠાઈને બદલે ગોળ ખાવાની આદત પાડો. તે એક હેલ્ધી ઓપ્શન રહેશે. ખાંડ બનાવતી વખતે તેમાં રહેલા આર્યન, પોટેશિયમ, ગંધક, ફોસ્ફરસ, કેલ્શિયમ નાશ પામે છે, જયારે ગોળ પણ ખાંડની જેમ શેરડીમાંથી જ બને છે છતાં તેમાં શરીરને તંદુરસ્તી આપતા તત્વો જળવાઈ રહે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Published On - 7:09 pm, Wed, 16 September 20

Next Article