સવારના નાસ્તા જેટલો જ જરૂરી થોડો સૂર્યપ્રકાશ પણ, જાણો તેનાથી થતા ફાયદાઓ

|

Sep 23, 2020 | 10:02 AM

શિયાળાની ઋતુમાં હૂંફાળો અને કુમળો તડકો લેવાનું બધાને ગમે છે. લોકો અસંખ્યવાર દરિયાકિનારે સન બાથ લેતા નજરે ચડે છે. તડકામાં ફક્ત ગરમાહટનો અનુભવ નથી થતો પણ આરોગ્યની રીતે પણ તેના અનેક ફાયદા થાય છે. પણ સૂર્યનો તડકો લેવાનો એક ચોક્કસ સમય છે, તે કેટલો લેવો જોઈએ અને ક્યારે લેવો જોઈએ એ આજે અમે તમને બતાવીશું. […]

સવારના નાસ્તા જેટલો જ જરૂરી થોડો સૂર્યપ્રકાશ પણ, જાણો તેનાથી થતા ફાયદાઓ

Follow us on

શિયાળાની ઋતુમાં હૂંફાળો અને કુમળો તડકો લેવાનું બધાને ગમે છે. લોકો અસંખ્યવાર દરિયાકિનારે સન બાથ લેતા નજરે ચડે છે. તડકામાં ફક્ત ગરમાહટનો અનુભવ નથી થતો પણ આરોગ્યની રીતે પણ તેના અનેક ફાયદા થાય છે. પણ સૂર્યનો તડકો લેવાનો એક ચોક્કસ સમય છે, તે કેટલો લેવો જોઈએ અને ક્યારે લેવો જોઈએ એ આજે અમે તમને બતાવીશું.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સૂરજની રોશની શું છે ?
સૂર્યના પ્રકાશમાં ઘણા કિરણો હોય છે, જે પૃથ્વીના તાપમાનને ગરમ કરવાની સાથે શહેરીને પણ ઘણા ખરા અંશે લાભદાયક હોય છે. સૂર્ય પ્રકાશમાં લાંબો સમય અને ખોટા સમયે બેસવાથી તે ત્વચાને નુકશાન પણ પહોંચાડી શકે છે.

1). સૂર્યના પ્રકાશથી કોઈપણ બીમારીનો ઈલાજ નથી થઇ શકતો પણ તે શરીરને ફાયદો કરાવે છે. અન્ય પોષક તત્વોની જેમ સૂર્યપ્રકાશમાં વિટામિન ડી હોય છે, જે શરીર માટે આવશ્યક છે. આપણને 90% વિટામિન ડી સુર્યપ્રકાશમાંથી જ મળી જાય છે.

2). નાના બાળકોને હાડકાની મજબૂતી માટે પણ સૂર્યપ્રકાશમાં મુકવામાં આવે છે. હાડકાઓને સ્વસ્થ રાખવા વ્યસ્કો અને બાળકોને સૂર્યપ્રકાશમાં બેસવાની સલાહ આપવામાં આવે છે.

3). એક અભ્યાસ પ્રમાણે સૂર્યપ્રકાશ ડિપ્રેશન સામે લડવામાં પણ મદદ કરે છે, સવારે થોડો સમય બેસવાથી કે એક્સરસાઇઝ કરવાથી ડિપ્રેશનથી બચી શકાય છે.

4). સૂર્યપ્રકાશમાંથી મળતા વિટામિન ડીની કમીથી કેટલીક ગંભીર બીમારીઓ થવાની સંભાવના છે. જેમાં કેન્સર પણ સામેલ છે. આમ સૂર્યપ્રકાશ લેવાથી કેન્સરનું જોખમ ટાળી શકાય છે.

5) WHO ના સંશોધન પ્રમાણે સૂર્યપ્રકાશ લેવાથી ત્વચા સંબંધિત પ્રોબ્લેમ દૂર કરી શકાય છે.

WHO ના જણાવ્યા પ્રમાણે સૂર્યની UV કિરણો સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી વધારે પ્રભાવશાળી હોય છે એટલે આ સમય દરમ્યાન સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવવું ન જોઈએ. એટલે તમે સવારે 10 પહેલા અને સાંજે 4 પછી સૂર્યપ્રકાશ લઇ શકો છો.

-સૂર્યપ્રકાશમાં લાંબો સમય રહેવાથી ત્વચા પર લાલાશ આવી શકે છે.
-વધારે સમય રહેવાથી ઇમ્યુન પ્રોસેસમાં નુકશાન પહોંચી શકે છે.
-UV રેડિયેશન થી સનબર્નની સમસ્યા થઇ શકે છે. સ્કિન કેન્સર પણ થઇ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article