ફેશનેબલ અને સ્ટાઈલિશ દેખાવા બસ જરૂર છે એક બેલ્ટની, આ રીતે મેળવો ગ્લેમરસ લુક

|

Oct 13, 2020 | 4:49 PM

બેલ્ટ યુવતીઓની મનપસંદ એસેસરી છે. એક બેલ્ટથી આખો લુક બદલાઈ જાય છે. બેલ્ટની ફેશન આમ તો વેસ્ટર્ન છે. પણ હવે આ મોર્ડન બેલ્ટ ટ્રેડિશનલ કમરબંધ કરતા પણ વધારે લોકપ્રિય છે. જો તમે તમારા જુના કપડામાં જ ફેશનેબલ, સ્ટાઈલિશ અને ગ્લેમરસ દેખાવા માંગતા હોવ તો બસ એક બેલ્ટથી જ તમારો લુક બદલાઈ જશે. લોન્ગ સ્લીટ સ્ટાઇલ […]

ફેશનેબલ અને સ્ટાઈલિશ દેખાવા બસ જરૂર છે એક બેલ્ટની, આ રીતે મેળવો ગ્લેમરસ લુક

Follow us on

બેલ્ટ યુવતીઓની મનપસંદ એસેસરી છે. એક બેલ્ટથી આખો લુક બદલાઈ જાય છે. બેલ્ટની ફેશન આમ તો વેસ્ટર્ન છે. પણ હવે આ મોર્ડન બેલ્ટ ટ્રેડિશનલ કમરબંધ કરતા પણ વધારે લોકપ્રિય છે. જો તમે તમારા જુના કપડામાં જ ફેશનેબલ, સ્ટાઈલિશ અને ગ્લેમરસ દેખાવા માંગતા હોવ તો બસ એક બેલ્ટથી જ તમારો લુક બદલાઈ જશે.

લોન્ગ સ્લીટ સ્ટાઇલ ડ્રેસને માત્ર એક બેલ્ટથી સ્ટાઈલિશ લુક આપી શકાય છે. સામાન્ય રીતે ડિઝાઈનર ડ્રેસમાં મેચિંગ બેલ્ટ હોય છે. જો સ્ટાઈલિશ લુક જોઈતો હોય તો બેલ્ટ પેટ પર નહિ પણ પેટના ઉપરના ભાગે પહેરશો તો હાઈટ વધારે લાગશે અને પાતળા પણ દેખાશો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ગોલ્ડન બકકલવાળો પહોળો બેલ્ટ ઘણો ટ્રેન્ડમાં છે. ફેશન ઘણી જૂની છે, પણ તે તમને હંમેશા સ્ટાઈલિશ અને ગ્લેમરસ લુક આપશે. જીન્સ પેન્ટ સાથે મોટાભાગની યુવતીઓ બેલ્ટ પહેરે છે. પણ તમે તમારા ફોર્મલ લુકને બેલ્ટ પહેરી વધુ સ્ટાઈલિશ બનાવી શકો છો.

તમે વેસ્ટર્ન બેલ્ટને ટ્રેડિશનલ સાડી પર પણ પહેરી શકો છો. આમ તો સાડી સાથે કમરબંધની જ ફેશન છે. પણ હવે બદલાતી ફેશન સાથે મોર્ડન બેલ્ટ પહેરી શકાય છે. આ ફેશન તમારે જરૂર ટ્રાય કરવી જોઈએ. તે તમને ક્લાસિ અને ડિફરન્ટ લુક આપશે.

લગ્નપ્રસંગે બધા જ યુનિક અને બેસ્ટ દેખાવા ઈચ્છે છે. ટોળાથી અલગ પડવા આ ફ્યુઝન સ્ટાઇલ અપનાવી શકો છો. લહેંગા ટ્રેડિશનલ આઉટફિટ છે તેની સાથે ગોલ્ડ અથવા સિલવર પાતળો બેલ્ટ પહેરશો. સ્ટ્રેટ પેન્ટ, ચુડીદાર, પટિયાલા સલવાર, પ્લાઝો કે લેગીંગસ સાથે દુપટ્ટા પર બેલ્ટ જુદી જુદી સ્ટાઇલમાં પહેરી શકો છો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article